________________
[૨૨]
આ. વિનદનસૂસ્મિારકગ્રંથ અને જો એ ધાસ્તી સાચી ઠરે તે બધું બળ અજમાવવાના પાકો નિર્ણય સાથે જ બધા ત્યાં જતા હતા.
પણ, જમુનામાએ જનારાઓને ચોખ્ખું કહ્યું કે “મારા નરોત્તમે જે દીક્ષા લીધી હોય તો એને આંગળી અડાડશે મા! અને જે દીક્ષા ન લીધી હોય તો પાછો લાવ્યા વિના રહેશે ના.”
ટેળું પહોંચ્યું અમદાવાદ સીધા પાંજળાપોળના ઉપાશ્રયે. જતાંવેંત ધમાલ આદરી : “અમારે નત્તમ લાવે.”
સુરિસમ્રાટ કહેઃ “અહીં હોય તે લઈ જાવ.” ઉપાશ્રય આ ફેંદી વળ્યા, પણ ત્યાં હોય તે મળે ને?
ન મળ્યા, એટલે મિજાજ કાંઈક નરમ પડો. ઘેરિકિયાં કરતા સૂરિસમ્રાટ પાસે બેઠા. સૂરિસમ્રાટે એમને સાંત્વન આપ્યું: “મારી પાસે નથી. પણ, મારી પાસે આવશે તે પહેલાં તમને ખબર મોકલીશ. તમે આવીને જે કરવું હોય એ કરે.”
આ વચન ઉપર સૌને વિશ્વાસ બેઠો. તોફાન સંકેલીને પાછા ગયા.
પણ મોટાભાઈ સુખલાલને નિરાંત ન હતી. એમણે મન દઈને મેર શોધખોળ આરંભી. જ્યાં જ્યાં શંકા પડી, ત્યાં ગામેગામ તપાસ કરી. ઘણા સાધુઓ પાસેય તપાસ કરી. અને એ તપાસ કરતા કરતા એ છેક કલકત્તા જઈ પહોંચ્યા ત્યાં એક ધર્મશાળામાં ઊતર્યા. બીજુ ગમે તેમ, પણ ગળથુથીનાં સંસ્કાર હતા કે દેવપૂજા ને ગુરુવંદન બને ત્યાં સુધી કરવાં. એટલે દેરાસરે પૂજા કરવા ગયા. પડખે જ ઉપાશ્રય હતો. કેઈને પૂછ્યું : અહીં કેઈ મહારાજ છે?” જવાબ મળેઃ “હા, એક મહારાજ સાહેબ છે.”
ઉપાશ્રયે ગયા. ત્યાં શ્રી શાતિવિજયજી રેલવિહારી હતા.
આમને તે ભગવાન મહાવીરના વેષનું જ કામ હતું. એ હોય તે વંદન કરવાની એમની વૃત્તિ હતી. એના ગુણ-અવગુણની એમને નિસબત ન હતી. એમણે વંદન કર્યું, શાતા પૂછી.
શાંતિવિજયજીએ પ્રશ્ન કર્યોઃ “કહાંસે આયે હો?” કહેઃ “ગુજરાતથી આવ્ય છું, બોટાદ છું.” “ક્યાં આવે છે?” કહેઃ “મારે નાનો ભાઈ ભાગી ગયો છે, એને શોધવા નીકળ્યો છું. એ ક્યાં મળશે?”
શાતિવિજયજી અરછા જાણકાર હતા. એમણે તે જ વખતે પ્રશ્નકુંડલી મૂકી, ને કહ્યુંઃ “તેરે ભાઈને દીક્ષા લે લી હૈ, ઔર બારહ માસકે બાદ વહ તુમ મિલેગા, પહેલે નહિ. બસ, અબ ચિના મત કરે ! ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org