Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ
નવતત્વનું નિરૂપણ સૂ. ૧
જાણકાર, પુણ્યપાપનાં કર્તા અને તેમના ફળના સાક્ષાત્ ભાકતા અને સ્વભાવતઃ અમૃત અર્થાત્ રૂપ રસ ગંધ અને સ્પર્શથી રહિત છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૦માં અધ્યયન ગાથા ૩૭માં કહ્યું છે આત્મા, પાતે જ પાતાના સુખદુઃખના કર્તા હર્તા છે. જીવનાં ભે--પ્રભેદનું વર્ણન આગળ કરવામાં આવશે.
૩
જેમાં ચેતના ન હેાય જે જડ હોય તે અજીવ તત્વ છે. તેના ચાર ભેદ છે. (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) પુદ્ગલાસ્તિકાય.
ઉત્તરાધ્યયનના ૨૮માં અધ્યયનમાં કહ્યુ છે. ધર્મ અધર્મ આકાશ આ પ્રમાણે જીવ અને અજીવ આ બે તત્વાને જાણવા પરમઆવશ્યક હાવાના કારણે બીજે પણ કહ્યું છે. જે ઉપાદેયગ્રાહ્યને ગ્રહણ કરવા ઈચ્છે છે અને હેયના ત્યાગ કરવા ઈચ્છે છે. તેના માટે બે મૂળભૂત તા છે જીવ અને અજીવ.
રાગ દ્વેષ વગેરે અને તેમાંથી ઉત્પન્ન થતાં અજ્ઞાન વગેરે હાય છે જ્યારે ઉપયેગ રૂપ પરમ ન્યાતિ તે ઉપાદેય છે. અગ્નિ અને લેાઢાના ગેાળાની જેમ અથવા ક્ષીર અને નીરની જેમ કાજીવણાઓના આત્મપ્રદેશની સાથે એકમેક થઈ જવું તે “અન્ધ” કહેવાય છે. આગળ કહેવામાં આવનાર આશ્રવના કારણેાથી ગૃહીત કર્મ પુદ્ગલાના પ્રકૃતિ, સ્થિતિ વિગેરે વિશેષણેાથી વિશિષ્ટ સંચેાગ થવા તે અન્ય છે.
શુભક પુણ્ય કહેવાય છે. અન્ન પુણ્ય વગેરેના ભેદ થી તેના નવ પ્રકાર છે આ ભેદો આગળ ઉપર કહેવાશે. પુણ્ય શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે-પુનાતિ એટલે જે આત્માને પવિત્ર કરે
તે
પુણ્ય છે.
કર
અશુભ ક પાપ છે. પ્રાણાતિપાત વગેરે ૧૮ તે પ્રકારાથી છે તેનું સ્પષ્ટીકરણ આગળ વામાં આવશે. જે આત્માને દુગતિમાં પતનનું કારણ હેાય તે પાપ છે. આ પાપની વ્યુત્પત્તિમાં થી કરેલા અથ છે.
જેના દ્વારા કર્માં આવે છે તે આશ્રવ છે એટલે કે શુભાશુભ કર્માંના ઉપાર્જનના હેતુ આશ્રવ કહેવાય છે જેનાથી જીવન' સંસારમાં પરિભ્રમણ થાય છે.
આશ્રયનુ' રાકાઈ જવું તે સંવર છે. આશય એ છે કે આત્મામાં પ્રવેશતા કમ જેનાથી રોકાઈ જાય છે તે ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ વગેરે પરિણામને સંવર કહેવાય છે. આ વ્યુત્પત્તિ અનુસાર સવર શબ્દના અર્થ છે—જે આશ્રવરૂપ પ્રવાહને રોકી દે એટલે કે અટકાવી દે તે સંવર છે કહ્યું પણ છે—આશ્રવ ભવભ્રમણનુ કારણ છે અને સંવર મેાક્ષનું કારણ છે. આમાં સંપૂર્ણ તત્વની સમાપ્તી થઈ જાય છે શેષ થન તે આના જ વિસ્તાર છે. અથવા પ્રાણાતિપાત આદિ આશ્રવે। મનેાગુપ્તિ વગેરે દ્વારા અટકી જાય તે સવર્ છે. પૂર્વપાર્જિત કનું તપ અને સંયમ વગેરે કારણેાથી જીણુ થઈ જવુ –ક્ષય થઈ જવા તે નિરા છે અથવા ઉપાર્જિત કર્મોના વિપાક અથવા તપ વગેરે દ્વારા નષ્ટ થઈ જવુ તે નિા છે. સારાંશ એ છે કે તપસ્યા, ધ્યાન વગેરે કારણેાથી પ્રથમ બાંધેલા કર્માનું આંશિક રૂપથી અલગ થઈ જવું તે નિરા છે.
પૂર્ણ રૂપથી સર્વ કર્મોને ક્ષય થઈ જવા તે મેક્ષ કહેવાય છે – એધ, શમ, વી, દન અને આત્યંતિક તથા એકાંતિક અનાખાધ અને સર્વોત્તમ સુખ સ્વરૂપ આત્માનું પેાતાના શુદ્ધ સ્વરૂપમાં અવસ્થિત થઈ જવું તે મેાક્ષ છે.
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧