Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૧૫ર
તત્વાર્થસૂત્રને વિચિત્ર પ્રકારની હોય છે તેમાંથી કેઈ સ્વાભાવિક અને કઈ-કઈ પ્રયત્નસાપેક્ષ થયા કરે છે. જઘન્ય અર્થાત એક ડીગ્રી (અંશ)ને સ્નેહ ગુણ અ૫માત્રામાં હોવાને લીધે જઘન્ય ગુણવાળા રુક્ષ પુદ્ગલને પરિણત કરવામાં સમર્થ હોતું નથી એવી જ રીતે જઘન્ય રુક્ષ ગુણવાળ પણ અલ્પ હેવાના કારણે જઘન્ય ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલેને પિતાના રૂપમાં પરિણત કરી શકતો નથી.
જઘન્યને અર્થ છે –એક ગુણ સ્નિગ્ધ અગર એક ગુણ રુક્ષ, સ્નિગ્ધતા રુક્ષતા વગેરે ગુણોનું પરિમાણ ઓછું વધતું હોય જ છે, જેમ પાણીની અપેક્ષા બકરીનું દૂધ વધારે સ્નિગ્ધ હોય છે, બકરીના દૂધથી ગાયનું દૂધ વધારે સ્નિગ્ધ હોય છે એવી જ રીતે ગાયના દૂધથી ભેંસનું, ભેંસના દૂધથી ઊંટડીનું અને ઊંટડીને દૂધની અપેક્ષા ઘેટીનું દૂધ અધિક સ્નિગ્ધ હોય છે. એમાં ઉત્તરોત્તર સ્નિગ્ધતા અધિક છે અને પૂર્વ પૂર્વમાં રુક્ષતાને અંશ અધિક છે. એક ગુણ સ્નિગ્ધ પુદ્ગલને જેમ એક ગુણ સ્નિગ્ધ પુદ્ગલની સાથે બન્ધ થતું નથી. તેવી જ રીતે બે સંખ્યાત અસંખ્યાત અને અનન્ય ગુણ સ્નિગ્ધ પુદ્ગલની સાથે પણ બન્ધ થતું નથી.
એવી જ રીતે એક ગુણ રુક્ષતાવાળા પુદ્ગલને એક ગુણ રુક્ષતાવાળા તથા સંખ્યાત અસંખ્યાત અને અનન્ય ગુણ રુક્ષતાવાળા પુગલેની સાથે બન્ધ થતું નથી એવી જ રીતે જઘન્ય ગુણવાળા સ્નિગ્ધ અને જઘન્ય ગુણવાળા રક્ષ પુદ્ગલોને પરસ્પર બન્ધ થતું નથી.
બે ગુણ સ્નિગ્ધતાવાળા પુદ્ગલને એક ગુણ રુક્ષતાવાળા પુદ્ગલની સાથે બન્ધ થતો નથી અને તે જ રીતે એક ગુણ સ્નિગ્ધતાવાળાને બે ગુણ રુક્ષતાવાળા પુદ્દગલની સાથે અન્ય થતું નથી કારણ કે એક ગુણ જઘન્ય ગુણ હોય છે. જેમ જઘન્ય ગુણવાળા સ્નિગ્ધ અને રુક્ષ પુદ્ગલેને બધે થતું નથી તેવી જ રીતે ગુણોની સમાનતા હોવાથી સદૃશ પુદ્ગલેને બબ્ધ
થતો નથી.
તે આ રીતે છે–તુલ્યગુણ સ્નિગ્ધ પુદ્ગલને તુલ્યગુણ સ્નિગ્ધ પુદગલ સાથે બન્ધ થતો નથી. એ જ રીતે તુલ્યગુણ રુક્ષપુદ્ગલને તુલ્યગુણ રુક્ષ પુદ્ગલ સાથે બન્ધ થતું નથી. સરખાં બળ અને ગુણવાળા બે મેલેની કુસ્તીની જેમ તેમાં પરિણત કરવાની શક્તિ હોતી નથી પરંતુ પંચગુણ નિષ્પને પંચગુણરુક્ષ પુદ્ગલની સાથે બન્ધ થાય છે. સ્નિગ્ધતા ગુણની વિષમતા અગર રુક્ષતા ગુણની વિષમતા થવાથી સદેશ પુદ્ગલેને પણ બન્ધ થાય છે.
આ પ્રકારે દ્વિગુણ સ્નિગ્ધને ચતુર્ગુણ સાથે ત્રિગુણ સ્નિગ્ધને પંચગુણ સ્નિગ્ધ સાથે ચતુગુણ સ્નિગ્ધને પ ગુણ સ્નિગ્ધની સાથે બન્ધ થાય છે એવી જ રીતે અનન્તગુણ સ્નિગ્ધની સાથે બંધ સમજી લેવું જોઈએ. આ રીતે રૂક્ષ ગુણની વિષમતા થવાથી પણ બન્ધ થાય છે તે જાતે જ સમજી લેવું જોઈએ.
શંકા–આવું થવા છતાં પણ એક ગુણ સ્નિગ્ધ પુદ્ગલને દ્વિગુણ સ્નિગ્ધ પુદ્ગલ સાથે બન્ધ થવું જોઈએ કેમકે ગુણની વિષમતા ત્યાં પણ વિદ્યમાન છે.
સમાધાન—આમ ન કહેશે. બે ગુણ અધિક વિગેરે સદશ પુદ્ગલેને જ પરસ્પર બન્ધ સ્વીકાર કરવામાં આવ્યો છે આથી એક ગુણ સ્નિગ્ધ પુદ્ગલને બે અધિક ગુણવાળા સ્નિગ્ધની સાથે દ્વિગુણ અધિક સ્નિગ્ધ પુદ્ગલને એક ગુણ સ્નિગ્ધ સાથે એક ગુણ રૂક્ષ પુલને દ્વિગુણ અધિક રૂક્ષ સાથે દ્વિગુણ અધિક રૂક્ષને એક ગુણ રૂક્ષ પુદ્ગલ સાથે બન્ધ થતું નથી. એક આદિ ગુણ અધિક સદશ બે સ્નિગ્ધ પુદ્ગલ અથવા રૂક્ષ પુડ્ડગલેને બન્ધ થતું નથી.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧