________________
તત્વાર્થ સૂત્રના જેમની દૃષ્ટિ મિથ્યાત્વરૂપી અંધકારથી આચ્છાદિત થઈ ગઈ છે, જે રાગ અને દ્વેષથી યુક્ત છે, એવા જીવ ભવ્ય હેાવા છતાં પણ જિનેન્દ્ર ભાખેલા ધમ પર રુચિ રાખતા નથી ॥૧॥ મિથ્યાર્દષ્ટિ જીવ ઉપર્દિષ્ટ પ્રવચન પર તે શ્રદ્ધા રાખતા નથી પરંતુ ઉપર્દિષ્ટ અથવા અનુપષ્ટિ અસદ્ભાવ પર અર્થાત્ વિપરીત તત્વ પરત્વે શ્રદ્ધા રાખે છે.
૧૮૨
જે જીવ સૂત્ર-આગમમાં કથિત એક પણ પદ અગર એક પણુ અક્ષર પ્રત્યે અશ્રદ્ધા રાખે છે, તે કદાચ શેષ સમગ્ર આગમ પર શ્રદ્ધા રાખતા હાય તે પણ તેને મિથ્યાદૃષ્ટિ જ સમજવા જોઈ એ !! ૩ !!
તત્ત્વા શ્રદ્ધા રૂપ આત્માનુ' પરિણામ સમ્યક્ત્વ કહેવાય છે. સમ્યક્ત્વ પાંચ પ્રકારના છે (૧) ઔપામિક (૨) સાસ્વાદન (૩) વેદક (૪) ક્ષાયેાપશમિક તથા (૫) ક્ષાયિક.
અનન્તાનુબન્ધી ક્રોધ, માન, માયા, લાભ અને દન મેહનીયની ત્રણ એમ સાતે પ્રકૃતિઓના ઉપશમ થવાથી ઔપશમિક સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે આ સમ્યક્ત્વ અન્તર્મુહૂત્ત માત્ર જ રહે છે. ત્યારબાદ અનન્તાનુબન્ધી કષાયના ઉત્ક્રય થઈ જાય છે અને અનન્તાનુબન્ધી કષાયના ઉદયથી–સમ્યક્ત્વના ચેાકકસપણે નાશ થઈ જાય છે. કહ્યુ` પણ છે-
અગર સયાજનને અર્થાત્ અનન્તાનુબન્ધી કષાયના ઉદય હેાત તા સાસ્વાદન સમ્યક્ત્વ પણ થઈ જાય છે અને જો તેના અભાવ થાય છે તે નિર્દેષ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે ! ૧૫
ક્ષાયેાપશમિક સમ્યક્ત્વના અ ંતિમ પુદ્ગલાના અનુભવ કરવાના કાળમાં વેદક સમ્યક્ત્વ થાય છે. ઉદયમાં ન આવેલા મિથ્યાત્વના પુદ્ગલાના ક્ષય, અને ઉદયમાં ન આવેલા મિથ્યાત્વના ઉપશમ થવાથી ક્ષાયેાપશમિક સમ્યક્ત્વ થાય છે. સંપૂર્ણ દર્શનમેહનીયના ક્ષય થવાથી ક્ષયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. એવું નથી કે વિશુદ્ધ પુદ્દગલાના નાશ થવાથી તત્ત્વા શ્રદ્ધા રૂપ પરિણામના અભાવ થઈ જાય. કહ્યુ` પણ છે–
સમ્યક્ત્વ મેહનીયને પુદ્ગલાને નાશ થઈ જવાથી સમ્યગ્દૃષ્ટિ કેવી રીતે માનવામાં આવે છે? એને જવાબ એ જ છે કે ત્યાં દ્રવ્યના ક્ષય માનવામાં આવ્યા છે, પરિણામના ક્ષય નહી' ! ૧ ૫
સમ્યગ્–મિત્વ વેદનીય પહેલા સમ્યક્ત્વ ને ઉત્પન્ન કરતા થકા, ત્રણ કરણ કરીને, ઉપશમ સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે. ત્યારમાદ મિથ્યાત્વના દળને શુદ્ધ, મિશ્ર અને અશુદ્ધ એ રીતે ત્રણ ઢગલાના રૂપમાં પરિણત કરે છે. કહ્યુ પણ છે
ત્યારબાદ સમ્યક્ત્વગુણુ દ્વારા મિથ્યા કતુ. તેવી જ રીતે વિશેાધન કરે છે, જેમ છાશ વગેરેથી મદનકાદ્રવ ને શુદ્ધ કરવામાં આવે છે ॥ ૧ ॥
આ રીતે દર્શીનમેહનીય કની ત્રણ ઉત્તર-પ્રકૃતિનું પ્રતિપાદન કરીને હવે પચીશ પ્રકારના ચારિત્રમેહનીય કની ઉત્તરપ્રકૃતિ રૂપ બન્ધનું પ્રતિપાદન કરીએ છીએ.
ચારિત્ર માહનીય કમ એ પ્રકારના છે—કષાયમેહનીય અને નાકષાયમાહનીય, કષાયમાહનીયના સાળ ભેદ છે; જેવા કે-ક્રોધ, માન, માયા, અને લેાભ. આ ચારેય કષાયેાના અનન્તાનુબ’ધી અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજવલનના ભેદથી ૪૮૪=૧૬=સાળ ભેદ થાય છે
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧