Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૩૬
તત્ત્વાર્થ સૂત્રના
થાય છે તેને કાય કહે છે. કાયના અથ શરીર' છે. સવેગ અને નિવેદ્યુને વધારવા માટે જગત અને શરીરના સ્વરૂપનું વારંવાર ચિંતન કરવું જરૂરી છે. ા ૧૫ ૫
તત્વાથ નિયુકિત—આની પહેલાં હિસાપરિત્યાગ આદિ પાંચે ધૃતાની દઢતા માટે પાંચ મહાવ્રત આદિ માટે સાધારણ મૈત્રી વગેરે ભાવનાનુ` પ્રતિપાદન કરવામાં આવ્યું હવે હિંસા આદિ અશુભ નવીન ક`ખંધનની નિવૃત્તિમાં તત્પર પંચમહાવ્રતધારી સાધુઓની ક્રિયાવિશેષના પ્રણિધાનના હેતુ માટે અન્ય ભાવનાઓનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ—
પંચમહાવ્રતાદિના ધારણ કરનારા જીવ સંવેગ તથા નિવેદ્ય માટે જગતના અને શરીરના સ્વરૂપનું ચિન્તન કરે, અર્થાત્ સવેગને માટે જગતના સ્વભાવનું અને નિવેદન માટે શરીરના સ્વભાવનું ચિ’તન કરે,
સંસારની પ્રતિ કાયરતા હાવી સંવેગ છે અર્થાત્ જુદા જુદા પ્રકારના ઉચ્ચ તથા નીચ પ્રાણીઓના જન્મ, મરણુ ઘડપણુ દુઃખ કલેશ અને કવિપાકથી પરિપૂર્ણ સંસારના ત્રાસને વિપાક કરવા તે જ સંવેગ છે.
વૈરાગ્યને નિવેદ કહે છે. એને આશય છે શરીરની સજાવટ-શ’ગાર વગેરે ન કરવા. આગળ પર કહેવામાં આવનારા ક્ષેત્ર વાસ્તુ આદિ દશ પ્રકારની ખાદ્ઘ ઉપષિમાં અને રાગ દ્વેષ વગેરે ચૌદ પ્રકારની આન્તરિક ઉપધિમાં આસિત મમતા ન હાવી. કહેવાના ભાવાથ એટલેા જ છે કે નિલેૉંભતારૂપ આત્માનું પરિણામ નિવેદ કહેવાય છે.
વહાલી વસ્તુના વિયાગ થઈ જવા, ન ગમતી વસ્તુના સમૈગ થવા મનગમતી વસ્તુ ન મળવી, ગરીબાઈ હેાવી, કમનસીબી હેાવી, દુમનસ્કતા હોવી, વધ, અન્ધન, આરાપ, સમાધિ તથા દુ:ખનો અનુભવ થવા એવેા જગતના સ્વભાવ છે. સંસારના સર્વ સ્થાન નાશવંત છે. કોઈ પણ જીવ અથવા અજીવના એવા કઈ જ પર્યાય નથી જે કાયમી હોય. ધમ અને અધ આદિ સઘળાં દ્રવ્ય પરિણમનશીલ છે. તેમનામાં નિરન્તર પરિવન થતાં રહે છે. ભૂતકાળમાં એકે-એક દ્રવ્યની અનન્ત અવસ્થા થઈ ચુકી છે અને આ ક્રમ એક પળવાર પણ કયારેય અટકતા નથી આવી રીતે ધમ આદિ છ એ દ્રવ્યેામાં પણિતિ નિત્યતાની ભાવના કરે, અર્થાત એવા વિચાર કરે કે આત્મદ્રશ્ય અજર અમર અવિનાશી અને નિત્ય હાવા છતાં પણ પાંચા ની અપેક્ષાથી ક્ષણે ક્ષણે રૂપાન્તરિત થતાં રહે છે કાઈવાર દેવતા કોઇવાર મનુષ્ય તા વળી કાઇવાર તિખેંચ અને નાકીના પર્યાયાને ધારણ કરે છે અને ત્યાં વિવિધ પ્રકારની આધિ વ્યાધિ એ ઉપાધિઓ-ત્રિવિધ તાપાને ભાગવે છે. આ જ પ્રમાણે અન્ય દ્રવ્યાની નિત્યાનિત્યતાનું પણ ચિન્તન કરે.
કાયાના સ્વભાવને આ પ્રકારે વિચાર કરે–માતા અને પિતાના રજ અને વીય જ્યારે મિશ્રિત થાય છે ત્યારે તે ગજ પ્રાણિઓના રૂપમાં પિરણત થઈ જાય છે. સંમૂðિમ અને ઉપપાત જન્મવાળા જીવેાના શરીર ઉત્પત્તિક્ષેત્રમાં રહેલા પુદ્ગલસ્કન્ધાને ગ્રહણ કરવાથી નિર્મિત થાય છે તે શરીર વિવિધ આકારે તેમજ અશુભ પરિણમનવાળા હાય છે તેમનામાં અપચય અને ઉપચય અર્થાત વિયેાગ અને મિલન થતાં રહે છે અને તે સઘળાં વિનશ્વર હાય છે.
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧