Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તત્વાર્થસૂત્રને
ઉત્તર ક્રિય અર્થાત્ કદી-કદી વિક્રિયા લબ્ધિથી બનાવવામાં આવનારા શરીરની અવગાહના. તેમના ભવધારણીય શરીરની અવગાહના જઘન્ય આંગળીના અસંખ્યાતમાં ભાગની અને ઉત્કૃષ્ટ સાત હાથની હોય છે. ઉત્તર વૈકિય શરીરની જઘન્ય અવગાહના આંગળીના સંખ્યામાં ભાગની અને ઉત્કૃષ્ટ એક લાખ જનની હોય છે.
એવી જ રીતે સ્વનિતકુમાર સુધી સમજવું. સામાન્ય રૂપથી વાનવ્યન્તરોની જ્યોતિ કેની તથા સૌધર્મ અને ઇશાન દેવેની અવગાહના પણ પૂર્વોકત જ છે. અચુત ક૯૫ સુધીના દેના ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના આવી જ રીતે અર્થાત્ એક લાખ જનની છે. સનસ્કુમાર કલ્પના દેવોના ભવધારણીય શરીરની અવગાહના જઘન્ય આંગળીના અસંખ્યાતમાં ભાગની અને ઉત્કૃષ્ટ છ હાથની છે. માહેન્દ્ર કપમાં પણ એટલી જ અવગાહના છે. બ્રહ્મલેક અને લાન્તક કપમાં પાંચ હાથની મહાશુક અને સહસ્ત્રાર કપમાં ચાર હાથની તથા આનત પ્રાણત આરણ અને અચુત ક૫માં ત્રણ હાથની અવગાહના હોય છે.
પ્રશ્ન–શૈવેયક કલ્પાતીત વૈમાનિક પંચેન્દ્રિય દેના વૈકિય શરીરની અવગાહના કેટલી મોટી છે?
ઉત્તર–ગૌતમ ! રૈવેયક દેવેમાં એક ભવધારણીય શરીરની અવગાહના હોય છે. (ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના હોતી નથી કારણ કે તે દેવ ઉત્તર વૈક્રિય શરીર બનાવતાં નથી – તેમનામાં એવી ઉત્સુકતા-ઉત્કંઠા હોતી નથી.) ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના આંગબીના અસંખ્યાતમાં ભાગની અને ઉત્કૃષ્ટ બે હાથની હોય છે. અનુત્તર વિમાનના દેના વિષયમાં પણ આવું જ સમજવાનું છે અર્થાત તેમનામાં પણ ભવધારણીય શરીરની જ અવગાહના હોય છે અને તે એક હાથની જ હોય છે. ઉત્તર ક્રિય શરીર તેઓ પણ બનાવતા નથી.
પ્રજ્ઞાપના સૂત્રના ૩૩ માં અવધિપદમાં કહ્યું છે – પ્રશ્ન–ભગવદ્ ! અસુરકુમાર અવધિજ્ઞાન દ્વારા કેટલાં ક્ષેત્રને જાણે-દેખે છે?
ઉત્તર–ગૌતમ ! જઘન્ય પચીસ યોજન, ઉત્કૃષ્ટ અસંખ્યાત દ્વીપ-સમુદ્રોને અવધિજ્ઞાનથી જાણે–જુવે છે. નાગકુમાર અવધિજ્ઞાનથી જઘન્ય પચીસ યોજન અને ઉત્કૃષ્ટ–સંખ્યાત દ્વીપસમુદ્રને જાણે-જુવે છે. એજ રીતે સ્વનિતકુમારની સુધી સમજવું. વાનવ્યન્તર નાગકુમારોની માફક જાણે જુએ છે.
પ્રશ્ન–ભગવદ્ તિષ્ક દેવ અવધિ જ્ઞાનથી કેટલાં ક્ષેત્રને જાણે-જુવે છે?
ઉત્તર–ગૌતમ ! જઘન્યથી સંખ્યાત દ્વીપ સમુદ્રને અને ઉત્કૃષ્ટથી પણ સંખ્યાત દ્વીપ સમુદ્રોને અવધિજ્ઞાનથી જાણે-દેખે છે.
પ્રશ્ન-સૌધર્મ કલ્પના દેવ અવધિજ્ઞાનથી કેટલા ક્ષેત્રને જાણે-જુવે છે ?
ઉત્તર ગૌતમ !જઘન્ય આંગળીના અસંખ્યાતમાં ભાગને ઉત્કૃષ્ટ નીચે આ રત્નપ્રભા પૃથ્વીના નીચલા અંતિમ ભાગ સુધી, તિછ અસંખ્યાત દ્વીપસમુદ્રો સુધી, ઉપર પિત– પિતાના વિમાનો સુધી અવધિજ્ઞાન દ્વારા જાણે જુવે છે.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧