________________
ગુજરાતી અનુવાદ. અ. ૫. નારકજીવોના સ્વરૂપનું વર્ણન સૂ. ૧૩ ૨૮૭ છે. નરકભૂમિઓમાં દસ પ્રકારની ક્ષેત્રજનિત વેદના થાય છે. –(૧) અનન્ત સુધા (૨) અનન્ત તૃષા (૩) અનન્ત શીત (૪) અનન્ત ઉષ્ણ (૫) અનન્ત પરવશતા (૬) અનન્ત દાહ (૭) અનન્ત ખજવાળ (૮) અનન્ત ભય (૯) અનન્ત શેક અને (૧૦) અનન્ત ઘડપણ
એવી જ રીતે નારક છની વિક્રિયા પણ હમેશાં અશુભતર જ હોય છે. તે જીવે પિતાના ઉત્તરકિયરૂપ સુંદર રૂપ સમ્પન્ન બનાવવા ઈચ્છે છે ખરાં પરંતુ ક્ષેત્ર અને કર્મના પ્રભાવથી તે વિદૂષક વગેરેની માફક ઘણુ જ કદરૂપા બને છે. ૧૩
તત્વાર્થનિર્યુકિત–આની અગાઉ રત્નપ્રભા આદિ સાત ભૂમિઓમાં ક્રમશઃ ત્રીસ પચીસ લાખ, પંદર લાખ, દસ લાખ, ત્રણ લાખ, એક લાખમાં પાંચ એાછા તથા પાંચ નરકેની પ્રરૂપણ કરવામાં આવી છે. હવે તે નરકમાં ઉત્પન્ન થનારાં નારક જીના સ્વરૂપ વગેરેની પ્રરૂપણા કરીએ છીએ–
નરકમાં ઉત્પન્ન થનારાં નારકી જી નિરન્તર અશુભતર લેશ્યા, પરિણામ, શરીર, વેદના અને વિક્રિયાવાળા હોય છે, અહીં નિત્યનો અર્થ છે સદૈવ અને અશુભતરને અભિપ્રાય છે અત્યન્ત અશુભ-અનિષ્ટ કૃષ્ણ આદિ વેશ્યાઓ પ્રસિદ્ધ છે. પરિણામને અર્થ શબ્દ, વર્ણ, રસ, ગન્ધ તથા સ્પર્શ સમજવા જેઈએ. શરીરને આશય છે ભવધારણીય વૈકિય શરીર વેદનાને અર્થ થાય છે અસાતવેદનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થનારા તીવ્ર દુઃખ અને વિદિયાને અર્થ છે. વિકૃત ઉત્તરક્રિય શરીરની વિક્ર્વણુ આ બધાં નારક જીવમાં સદૈવ અતીવ અશુભ હોય છે.
મૂળ સૂત્રમાં લેશ્યા આદિ પદોમાં દ્વન્દ સમાસ છે. આ સમાસની આદિમાં પ્રયોગ કરવામાં આવેલા “નિત્યાશુભતર” શબ્દ લેશ્યા આદિ બધાની સાથે સાંકળી શકાય છે. આથી સારાંશ એ તારવી શકાય કે નારકીના છ હમેશાં અશુભતર લેશ્યાવાળા, અશુભતર પરૂિ ણામ વાળા નિત્ય અશુભતર શરીરવાળા, નિત્ય અશુભતર વેદનાવાળા અને નિત્ય અશુભતર વિકિયાવાળા હોય છે. નિત્યપ્રહસિત અથવા નિત્ય પ્રજલિતમાં જેમ નિત્ય શબ્દ સાતત્ય સદાને વાચક છે તેજ રીતે અહીં પણ સાતત્યને વાચક છે. તેનો અર્થ હમેશા, સદૈવ, લગાતાર એ પ્રમાણે સમજી લેવું જોઈએ.
રત્નપ્રભા અને શર્કરામભા પૃવિઓનાં નારક જીવમાં કાપત લેશ્યા હોય છે. વાલકાપ્રભાના ઉપરી ભાગમાંના નારકમાં કાપાત અને નીચેના ભાગમાં નીલ લેડ્યા હોય છે. પંકપ્રભાના નારકે નીલ ગ્લેશ્યાવાળા, ધૂમપ્રભાના ઉપરી ભાગના નારકે નીલ લેયાવાળા અને નીચલા ભાગના કૃષ્ણ લેશ્યાવાળા હોય છે. તમ:પ્રભાના નારક પણ કૃષ્ણ લેશ્યાવાળા હોય છે. તમસ્તમઃ પ્રભાના નારકમાં પરમકૃષ્ણ લેસ્યા હોય છે. આ નારકીના જીના આયુષ્યના અન્ત સુધી રહેનારી લેશ્યાનું પ્રતિપાદન થયું.
નરકભૂમિ રૂપ ક્ષેત્રના પ્રભાવથી તેમના પરિણામ અર્થાત શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ અત્યન્ત અશુભ અને દુઃખના કારણ હોય છે. અશુભ નામકર્મના ઉદયથી તેમના શરીર પણ અત્યન્ત અશુભ હોય છે. વિકૃત ચહેરાવાળા હુડ સંસ્થાન વાળા, છેદન-ભેદન કરેલાં પક્ષીના શરીર જેવા જેવા ન ગમે એવા હોય છે. તેમના શરીરની ઉંચાઈ રત્નપ્રભા
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧