Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ અ. ૫ નારકાવાસના આકારાદિનું નિરૂપણ સૂ૦ ૧૬
૨૯૫
તે નરકાવાસ અંદર ગેળ, બહાર ચાર ખુણીઆ અને નીચે ખુરપાં જેવા આકારવાળા હાય છે. ન્નુર નામનુ એક અસ્ર છે જે છેદન કરવાના કામમાં આવે છે તેને જે પ્રતિપૂર્ણ કરે તેને સુરપ્ર’કહેવામાં આવે છે. આ નામનું એક વિશેષ અસ્ર હાય છે. જેના આકાર ક્ષુરત્ર જેવા હાય તેને ક્ષુરપ્રસસ્થાન કહે છે.
ખીજા કયા પ્રકારના નરક હાય છે ? તે કહે છે—નરક નિત્ય અન્ધકારમય છે અર્થાત્ ત્યાં ઉપર, નીચે, મધ્યે સત્ર અનન્ત અને અત્યન્ત ભયાનક અન્ધકાર જ અન્ધકાર ફેલાચેલેા રહે છે અને તે હમ્મેશને માટે પથરાયેલેા જ હાય છે સૂત્રમાં પ્રયુક્ત ‘આદિ’ શબ્દથી નરકાના અન્ય વિશેષણ પણ ધ્યાનમાં રાખી લેવા. ૫૧૬૫
તાનિયુકિત—પહેલા પ્રતિપાદન કરવામાં આવ્યું કે સાતે પૃથ્વિની અંદર જે નરક છે તેમાં રહેનારા નારકેાને ત્રણ પ્રકારના દુ:ખ થાય છે, પરસ્પરમાં ઉદીરત દુઃખ નરકક્ષેત્રના પ્રભાવથી ઉત્પન્ન થનારૂ દુઃખ અને ત્રીજી પૃથ્વિ સુધી પરમાધાર્મિક અસુરેશ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા દુઃખ એ પણ પ્રતિપાદન કરવામાં આવ્યુ` કે ચેાથી પૃથ્વિથી લઈને સાતમી પૃથ્વિ સુધી પરસ્પર ઉત્પન્ન કરવામાં આવેલા અને ક્ષેત્ર સ્વભાવથી ઉંત્પન્ન દુઃખ જ હાય છે.
હવે નરકાનું સ્વરૂપ પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ
પૂર્વોકત રત્નપ્રભા આદિ સાત પૃથ્વિએમાં સ્થિત નરક અંદરથી ગેાળાકાર મહારથી ચૌકાર અર્થાત્ સમચતુષ્કાણ અને નીચેના ભાગમાં ક્ષુરપ્ર અર્થાત્ ખુરપાના જેવા આકારના હાય છે. ક્ષુરપ્ર એક નાનુ અસ્ર છે જે છેદન કરવાના ઉપયાગમાં આવે છે. ત્યાં નિરન્તર ઘેાર અન્ધકાર પથરાયેલેા રહે છે.
સૂત્રમાં આપવામાં આવેલાં આદિ' પદથી નરકાના અન્ય અન્ય વિશેષણ સમજી લેવા જોઈ એ. તે પૈકી કેટલાંક આ પ્રકારે છે—નરકા ચન્દ્ર સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઆની પ્રભાથી રહિત હોય છે. અર્થાત્ ત્યાં ન તે સૂર્ય-ચન્દ્રમાં છે; નથી ગ્રહ-નક્ષત્ર અથવા તારા આ ખધાં ચેાતિષ્ટ મધ્યલેાકમાં હાય છે. નરકોમાં એમની ગેરહાજરી હાવાથી સદૈવ ગાઢ અન્ધકાર પ્રસરેલા રહે છે.
આ સિવાય નરક કેવા હેાય છે—તેમના તળ ભાગ મેદથી અર્થાત્ ચરખીથી જે શુદ્ધ માંસના સ્નેહરૂપ હાય છે. પૂયપટલ અર્થાત્ દૂષિત લાહીના ગઠ્ઠો જેને મવાદ પણ કહે છે, રુધિર અર્થાત્ àાહી, માંસ, ચિખ્ખલ અર્થાત્ કાદવ તથા વાળ, હાડકાં અને ચામડી વગેરે અપવિત્ર પદાર્થોથી વ્યાપ્ત હાય છે. તેએ અત્યન્ત અશુચિ, ભયાનક, ગદા, માથું ફાટી જાય એવી દુર્ગંધથી વ્યાપ્ત, કાપાત અગ્નિ જેવા રંગવાળા, ખરબચડાં સ્પર્શ વાળા, દુઃસહ અને અશુભ હોય છે. આવા નરકામાં વેદનાએ પણ અશુભ જ હાય છે. પ્રજ્ઞાપના સૂત્રનાં ખીજા પદમાં નરકના પ્રકરણમાં કહ્યું છે—તે નરક અંદરથી ગાળાકાર મહારથી સમચતુષ્કાણ અને હેડળથી ખુરપાના આકારના હોય છે તેમાં સદા અન્ધકાર છવાયેલા રહે છે. ગ્રહ, સૂર્ય, ચન્દ્ર તથા નક્ષત્ર—એ જ્યાતિષ્કની પ્રભાથી રહિત હાય છે. મેદ, ચરખી, મવાદના સમૂહ, રુધિર માંસ તથા કાદવ અથવા રુધિર માંસ આદિના કાદવથી
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧