Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 1018
________________ ૩૧૬ તત્વાર્થસૂત્રને ભરતવર્ષ અર્થાત ભરતક્ષેત્રનો વિસ્તાર પાંચસો છવ્વીસ પેજન અને એક એજનના એગણીસમાં ભાગમાંથી છ ભાગ છે (પર૬ ). જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિના બારમાં સૂત્રમાં કહેવામાં આવ્યું છે-જમ્બુદ્વીપ નામક દ્વીપમાં ભરત નામક વર્ષ–ક્ષેત્ર છે........તેનો-વિસ્તાર પર૬ ભેજન છે. આશય એ છે કે એક લાખ યેાજન લાંબા-પહોળા જમ્બુદ્વીપના પર૬ ને ભાગ ભરતક્ષેત્રને વિસ્તાર છે પરા મrળવિક્રમ” ઈત્યાદિ સવાર્થ –કુદ્રહિમવાન પર્વતથી લઈને વિદેહક્ષેત્ર પર્યન્ત પર્વ અને ક્ષેત્રોને વિસ્તાર ઉત્તરોત્તર બમબમ છે પરછા તસ્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં જમ્બુદ્વીપના અન્તગત ભરતક્ષેત્રના વિસ્તારનું નિરૂપણ કરવામાં આવ્યું, હવે ચુલ હિમવન્ત પર્વતથી વિદેહ ક્ષેત્ર સુધીના પર્વત અને ક્ષેત્રનો વિસ્તાર બતાવીએ છીએ–ભરતક્ષેત્રથી આગળના પર્વતો અને ક્ષેત્રે વિસ્તાર ઉત્તરોત્તર બમણોબમણ છે. ભરતક્ષેત્રથી આગળ ક્ષુદ્રહિમવાન પર્વત, પછી મહાહિમવાનું પર્વત, ત્યારબાદ નિષધ પર્વત અને પછી મહાવિદેહ ક્ષેત્ર છે, આમાં પહેલા ત્રીજા અને પાંચમા સ્થાન ઉપર વષધર પર્વત છે અને બીજા, ચોથા તથા છઠ્ઠા સ્થાને ક્ષેત્ર છે. આ વર્ષધર પર્વત અને વર્ષ ભરતવર્ષની અપેક્ષા બમણુ-બમણું વિસ્તારવાળા છે. જેમકે ઉપર ભરતક્ષેત્રને જે વિસ્તાર કહ્યો છે તેનાથી બમણો વિસ્તાર ક્ષુદ્રહિમવાનું પર્વતને જાણ, ક્ષુદ્રહિમાવાન પર્વતની અપેક્ષા બમણે વિસ્તાર હૈમવત ક્ષેત્રને છે, હૈમવત ક્ષેત્રની અપેક્ષા બમણો વિસ્તાર મહાહિમવાન પર્વતને છે, મહાહિમામ્ પર્વતની અપેક્ષા બમણ વિસ્તાર હરિવર્ષને છે, હરિવર્ષથી બમણો-વિસ્તાર નિષધ પર્વતનો છે અને નિષધ પર્વતની અપેક્ષા બમણ વિસ્તાર મહાવિદેહક્ષેત્રને છે મારા - તવાર્થનિર્યુકિત-આની અગાઉ જમ્બુદ્વીપની અંદર સ્થિત ભરતક્ષેત્રના વિસ્તારનું પ્રરૂપણ કરવામાં આવ્યું હોઈ ચુલ હિમવન્તથી લઈને વિદેહ સુધીના-વર્ષધર પર્વત અને વર્ષોના વિસ્તારનું પરિમાણ બતાવવા માટે કહીએ છીએ– શુદ્રહિમવાન પર્વતથી લઈને વિદેહક્ષેત્ર પર્યત જે વર્ષધર અને વર્ષ છે તેમને વિસ્તાર ઉત્તરોત્તર બમણો–બમણો છે. આ વર્ષધર પર્વત આ પ્રમાણે છે-(૧) ચુલહિમવન્ત (૨) હૈમવત વર્ષ (૩) મહાહિમવત પર્વત (૪) હરિવર્ષ (૫) નિષધ પર્વત (૬) મહાવિદેહ ક્ષેત્ર આમાંથી ભરતક્ષેત્રના, પૂર્વલિખિત પરિમાણની અપેક્ષા ચલહિમવન્ત પર્વતનું પરિમાણુ બમણું છે, ચુલહિમવન્ત પર્વતની અપેક્ષા હૈમવતક્ષેત્રનું પરિમાણ બમણું છે. હૈમવતક્ષેત્રના પરિમાણથી બમણું પરિમાણ મહાહિમવન્ત પર્વતનું છે– મહાહિમવાનું પર્વતના પરિમાણથી બમણો હરિવર્ષને વિસ્તાર છે. હરિવર્ષથી બમણો નિષધ પર્વતનો વિસ્તાર છે અને નિષધપર્વતની અપેક્ષા બમણો વિસ્તાર મહાવિદેહ વર્ષને છે. - ભરતવર્ષને વિસ્તાર, જેમકે આગળ (અગાઉ) કહેવામાં આવ્યો છે, પાંચસો છવ્વીસ જન અને એક જનને ૬ ભાગ છે આનાથી બમણે એક હજાર બાવન જન તથા શ્રી તત્વાર્થ સૂત્ર: ૧

Loading...

Page Navigation
1 ... 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032