Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ અ. ૫. હૈમવતાદિક્ષેત્રવાસી મનુષ્યની સ્થિતિનું નિરૂપણ સૂ. ૩૦ ૩૨૩ વાળા હોય છે હમવત અને હેરસ્વત ક્ષેત્રમાં મનુષ્યનું આયુષ્ય એક પોપમનું હોય છે હરિવર્ષ અને રમ્યક વર્ષમાં મનુષ્ય ત્રણ પલપેપમની આયુષ્યવાળા હોય છે પરંતુ મહાવિદેહક્ષેત્રમાં પૂર્વવિદેહક્ષેત્રમાં અને અપરવિદેહક્ષેત્રમાં સંખ્યાત કાળની સ્થિતિવાળા હોય છે ૩૦ છે
તવાનિયતિ–આનાથી પહેલાં ભરત તથા એરવતમાં ઉત્સર્પિણ અવસર્પિણી કાળવિશેષ નિમિત્તક મનુષ્યના ઉપભોગ આયુષ્ય, શરીરની ઉંચાઈ વગેરેમાં વૃદ્ધિ-તથા હાસ થતું નથી એ પ્રરૂપિત કર્યું છે.
હવે પાંચ ક્ષેત્રમાં અને દેવકુરુ ઉત્તરકુરુ ક્ષેત્રમાં કેવળ મનુષ્યનું જૂનાધિકત્વરૂપ વિશેષ પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ–
હૂિમવા ઈત્યાદિ હૈમવતથી લઈને ઉત્તરકુરુ સુધીના અર્થાત્ હૈમવત-હરિવર્ષ– રમ્યકવર્ષ હૈરણ્યવત દેવકુરુ અને ઉત્તરકુરુના દક્ષિણ ઉત્તરક્ષેત્રોમાં મનુષ્ય ક્રમથી એક બે ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા હોય છે. - તેમાં હૈમવત ક્ષેત્રમાં હૈરણ્યવત ક્ષેત્રમાં દક્ષિણેત્તર ક્ષેત્રોમાં મનુષ્યનું આયુષ્ય એક પલ્યોપમનું હોય છે. હરિવર્ષ અને રમ્યકવર્ષમાં બે પલ્યોપમનું આયુષ્ય હોય છે જયારે દેવકુરુ તથા ઉત્તરકુરુમાં ત્રણ પલ્યોપમનું આયુષ્ય હોય છે.
પાંચ હૈમવત અને પાંચ હૈરણ્યવત ક્ષેત્રમાં હમેશાં સુષમદુષમ જે કાળ પ્રવર્તતે હોવાથી ત્યાંના મનુષ્ય એક પલ્યોપમના આયુષ્યવાળા, બે હજાર ધનુષની અવગાહનાવાળા, ચતુર્થ ભત્તાહારી અર્થાત્ એકાન્તરથી ભજન કરવાવાળા તથા નીલકમળની જેવા વર્ણવાળ હોય છે.
એવી જ રીતે પાંચ હરિવર્ષ તથા પાંચ રમ્યકવર્ષ ક્ષેત્રોમાં સદા સુષમાં જે કાળ રહેતા હોવાથી ત્યાંના–મનુષ્યનું આયુષ્ય બે પલ્યોપમનું હોય છે, શરીરની અવગાહના ચાર હજાર ધનુષ્યની હોય છે અને તેઓ ષષ્ઠ ભત્તાહારી હોય છે અર્થાતુ બે દિવસના આંતરે ભજન કરે છે. તેમને વર્ણ શંખ જેવો હોય છે.
પાંચ દેવકર અને પાંચ ઉત્તરકુરુક્ષેત્રોમાં સુષમાસુષમા માફક સદૈવ રહેવાથી ત્યાંના મનનું આયુષ્ય ત્રણ પલ્યોપમનું હોય છે, અવગાહના છ હજાર ધનુષ્યની હોય છે અને તેઓ અઠ્ઠમભત્ત–ભેજી આકર્ષા હોય છે–અર્થાત્ ત્રણ ત્રણ દિવસના અંતરે ભોજન કરે છે તેમના શરીરનો રંગ સોના જેવો હોય છે પરંતુ પાંચ પૂર્વ વિદેહી અને પાંચ પશ્ચિમવિદેહમાં મનુષ્ય સંખ્યાત કાળના આયુષ્યવાળા હોય છે ત્યાં સદા દુષમસુષમકાળના પ્રારંભ વખતે હોય છે તેવો કાળ બન્યો રહે છે આથી ત્યાંના મનોની ઉંચાઈ પાંચસે ધનુષ્યની હોય છે, તેઓ દરરોજ ભેજન કરે છે અને તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ એક કોડ પૂર્વની તથા જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની હોય છે.
જે ક્ષેત્રમાં મુનિઓને દેહ વિગત-વિનષ્ટ થાય છે. અર્થાત્ જ્યાં સદૈવ ધર્મ-શાસનની પ્રવૃત્તિ રહેવાથી તથા તીર્થકરોની વિદ્યમાનતા હોવાથી મુનિજન વિદેહ-અવસ્થા પ્રાપ્ત કરે છે, તે ક્ષેત્ર પણ વિદેહ કહેવાય છે. જો કે મધ્યમાં મેરૂ પર્વત આવેલ હોવાથી વિદેહ
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧