Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 1030
________________ ૩૨૮ તત્વાર્થસૂત્રને કર્મોના ક્ષપણ કરવા માટે જે ભૂમિઓ અનુકૂળ છે તે કર્મભૂમિ કહેવાય છે. સમસ્ત કર્મરૂપી અગ્નિને શમાવવા માટે અથવા સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ઉપર્યુક્ત ભૂમિએ કર્મભૂમિ છે. તે છે–ભરત, ઐરાવત અને વિદેહ ક્ષેત્ર. અગાઉ કહેવામાં આવ્યું છે તેમ જબૂઢીપમાં એક ભરત, એક એરવત અને એક વિદેહ ક્ષેત્ર છે. ધાતકીખડમાં અને અર્ધપુષ્કર દ્વીપમાં બે-બે ભરત અરવત અને વિદેહ ક્ષેત્ર છે. આ રીતે પાંચ ભરત, પાંચ અરવત અને પાંચ વિદેહ, આ પંદર ક્ષેત્ર કમભૂમિ કહેવાય છે. આ સિવાય હૈિમવત, હરિવર્ષ, રમ્યક વર્ષ અને હૈરવત વર્ષ પાંચપાંચ હોવાથી વીસ, પાંચ દેવકુરુ અને પાંચ ઉત્તરકુરુ તથા છપ્પનું અન્તદ્વીપ આ બધી અકર્મભૂમિ છે. આ પંદર ભરત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રોમાં નરકાદિ રૂપ દુર્ગમ સંસાર–અટવીને નાશ કરનારા, સમ્યકદર્શન-જ્ઞાન-ચરિત્ર રૂપ મોક્ષમાર્ગના જ્ઞાતા પ્રણેતા અને પ્રદર્શક, પરમ શષિ ભગવાન તીર્થકર ઉત્પન્ન થાય છે. આ જ કર્મભૂમિમાં ઉત્પન્ન ભવ્યજીવ સકળ કર્મોને ખપાવીને મેક્ષધામ પ્રાપ્ત કરે છે. હૈમવત આદિ ક્ષેત્રમાં ઉત્પન્ન જીવ મેક્ષ પ્રાપ્ત કરતાં નથી કારણકે તે અકર્મભૂમિ છે. ત્યાં તીર્થકર હોતા નથી. પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદના ૩રમાં સૂત્રમાં કહ્યું છે– પ્રશ્ન-કર્મભૂમિ કેટલા પ્રકારની છે ? ઉત્તર-કર્મભૂમિઓ પંદર પ્રકારની છે–પાંચ ભરત, પાંચ એરવત અને પાંચ મહાવિદેહ. પ્રશ્ન-અકર્મભૂમિએ કેટલા પ્રકારની છે ? ઉત્તર-અકર્મભૂમિ ત્રીસ પ્રકારની છે–પાંચ હૈમવત પાંચ હરિવર્ષ પાંચ રમ્યકવર્ષ પાંચ હૈરશ્યવત, પાંચ દેવકુફ અને પાંચ ઉત્તરકુરુ. આ અકર્મભૂમિ છે ૩૩ “તરા મજુસ્સાળ નિરિક્વોશિયાળ' ઇત્યાદિ સવાઈ–ભરત આદિ ક્ષેત્રમાં મનુષ્ય અને તિયાની સ્થિતિ ઉત્કૃષ્ટ ત્રણ પલ્યો૫મની અને જઘન્ય અન્તર્મુહૂત્તની છે કે ૩૪ છે તત્વાર્થદીપિકા-આની અગાઉ જમ્બુદ્વીપ આદિ અઢી દ્વીપમાં વિદ્યમાન ભરત આદિ ક્ષેત્રોમાં મનુષ્યની ઉત્પત્તિની પ્રરૂપણ કરવામાં આવી છે હવે આ ક્ષેત્રના મનુષ્યો અને પંચેન્દ્રિય તિર્યંચનું આયુષ્ય કેટલું હોય છે એવી જિજ્ઞાસાનું સમાધાન કરીએ છીએ– પૂર્વોક્ત ભરત આદિ ક્ષેત્રમાં મનુષ્યોની અને ગર્ભજ ચતુષ્પાદ સ્થળચર તિયના આયુષ્ય રૂપ સ્થિતિ ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમનું અને જઘન્ય અન્તર્મુહૂર્તનું હોય છે ૩૪ તત્વાર્થનિર્યુક્તિ–પહેલા ભરત આદિ ક્ષેત્રમાં મનુષ્યની ઉત્પત્તિનું નિરૂપણ કરવામાં આવ્યું હવે તે ક્ષેત્રોમાં ઉત્પન્ન થનારા મનુષ્યો અને પંચેન્દ્રિય તિય"નું આયુષ્ય કેટલું હોય છે એ શંકાનું સમાધાન કરવા માટે કહીએ છીએ-- તે ભરત વગેરે ક્ષેત્રોમાં મનુષ્યનું તથા ગર્ભજ ચતુષ્પાદ સ્થળચર પંચેન્દ્રિય તિર્યચેનું આયુષ્ય ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમનું અને જઘન્ય અન્તમૂહુર્તાનું હોય છે, શ્રી તત્વાર્થ સૂત્ર: ૧

Loading...

Page Navigation
1 ... 1028 1029 1030 1031 1032