________________
ગુજરાતી અનુવાદ અ. પધાતકીખંડઅને પુષ્પરાર્ધમાંભરતાદિબબ્બક્ષેત્રનું પ્રરૂપણ.૩૧ ૩૨૫
તેના ઉપર કહેલાં બંને વિભાગોમાં ભરત વગેરે બધાં પૂર્વોક્ત ક્ષેત્ર છે અને હિમવન્ત પર્વત છે આથી બે ભરતક્ષેત્ર, બે હિમવન્ત પર્વત, બે હૈમવત ક્ષેત્ર, બે મહાહિમવાન પર્વત, બે હરિવર્ષ, બે નિષધ પર્વત, બે મહાવિદેહ, બે નીલવન્ત પર્વત, બે રમ્યક વષ, બે રૂકિંમ પર્વત, બે હૈરણ્યવત ક્ષેત્ર, બે શિખરી પર્વત અને બે એરવતવર્ષ છે.
થા મહાવિદેહ ક્ષેત્રમાં બે દેવકુરૂ અને બે ઉત્તરકુર છે આ રીતે જમ્બુદ્વીપમાં જે હિમવન્ત આદિ વર્ષધર પર્વત છે તેમના વિસ્તારથી ધાતકીખડ દ્વીપમાં સ્થિત હિમવન્ત આદિ પર્વતને વિસ્તાર બમણો–બમણો છે આ વર્ષધર પર્વત પૈડાના આકારમાં સ્થિત છે. ધાતકી નામક વૃક્ષના કારણે જ તે દ્વીપ ધાતકીખંડ કહેવાય છે. ધાતકીખડ દ્વીપને ચારે બાજુએથી ઘેરી વળેલો કાલેદધિ સમુદ્ર છે. તેને વિસ્તાર આઠ લાખ એજનનો છે તેમાં પણ બે-બે ભરત આદિ ક્ષેત્ર છે. કાલેદ સમુદ્રની ચારે બાજુ પુષ્કરદ્વીપ છે તેને વિસ્તાર સોળ લાખ એજનનો છે.
આ રીતે જમ્બુદ્વીપની અપેક્ષા પુષ્કરાર્ધ ક્ષેત્રમાં બે ભરતક્ષેત્ર છે, બે હિમવત પર્વત છે, બે હૈમવત ક્ષેત્ર છે, બે મહાહિમવાન પર્વત છે, બે હરિવર્ષ છે, બે નિષધ પર્વત છે, બે મહાવિદેહ છે બે નીલવન્ત પર્વત છે, બે રમ્યકવર્ષ છે, બે રૂકિંમપર્વત છે, બે હૈરણ્યવત ક્ષેત્ર છે, બે શિખરી પર્વત છે અને બે અરવત ક્ષેત્ર છે. બે દેવકુરૂ અને બે ઉત્તરકુરૂ છે. ધાતકીખડ દ્વીપમાં હિમવન્ત વગેરે પતેને વિસ્તાર જેટલો કહેવામાં આવ્યો છે. તેટલે જ વિસ્તાર પુષ્કરાઈ દ્વીપમાં પણ સમજે. જેવી રીતે ધાતકીખણ્ડ દ્વીપમાં બે ઈકાર પર્વત અને બે મન્દર પર્વત છે તે જ રીતે પુષ્કરાઈ દ્વીપમાં પણ છે.
જમ્બુદ્વીપમાં જે સ્થળે જબૂવૃક્ષ છે, પુષ્કરદ્વીપમાં તે સ્થળે પુષ્કર નામક વૃક્ષ સહપરિવાર સ્થિત છે. આ વૃક્ષને કારણે જ તેનું નામ પુષ્કરદ્વીપ પ્રચલિત છે. પુષ્કરદ્વીપની મધ્યમાં માનુષેત્તર પર્વત હોવાથી તેના અડધા-અડધા એવા બે ભાગ થઈ ગયા છે આથી તેને પુષ્કરાઈ કહે છે.
સ્થાનાંગસૂત્રના બીજા સ્થાનના ત્રીજા ઉદ્દેશકમાં સૂત્ર ૯ર માં કહે છેધાતકીખણ્ડ દ્વીપનાં પૂર્વાધમાં મેરૂ પર્વતની ઉત્તર દક્ષિણમાં બે વર્ષ (ક્ષેત્ર) કહેલાં છે જે તદ્દન એક સરખાં છે તે છે ભરત અને અરવત, ઈત્યાદિ... ધાતકીખડ દ્વીપના પશ્ચિમાર્ધમાં મેરૂ પર્વતથી. ઉત્તર અને દક્ષિણમાં બે ક્ષેત્ર કહેવામાં આવ્યા છે, જે તદ્દન એક સમાન છે, તે છે ભરત અને અરવત ઈત્યાદિ.
આગળ ચાલતાં સ્થાનાંગસૂત્રમાં જ બીજા સ્થાનના ત્રીજા ઉપદેશકના સૂત્ર ૯૩ માં કહ્યું છે–
પુષ્કરવરદીપના પૂર્વાર્ધ ભાગમાં મેરૂ પર્વતથી ઉત્તર દક્ષિણમાં બે ક્ષેત્ર કહેવામાં આવ્યા છે જે બિલકુલ એક સરખાં છે તે છે ભારત અને અરવત ઈત્યાદિ સઘળું પૂર્વવત જ સમજી લેવાનું છે જેમકે બે કુરૂ કહેવામાં આવ્યા છે’ ૩૧
ગુણોત્તર પુર્વ મg' ઇત્યાદિ
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧