Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३२०
તત્ત્વાર્થસૂત્રને દુષમ-દુષમ ઉત્સર્પિણી કાળના આરોઓની પણ આ જ નામ છે પરંતુ તેમના નામ વિપરીત હોય છે જેમકે દુષમ-દુષમ, દુષ્કમ વગેરે.
ભરત અને અરવત ક્ષેત્રમાં જ આ વૃદ્ધિ તથા ઘટાડે થાય છે. આ બે ક્ષેત્રે સિવાય હૈમવત, હરિવર્ષ, મહાવિદેહ રમ્યક હૈરણ્યવત ક્ષેત્રમાં મનુષ્યનું આયુષ્ય વગેરે જેમને તેમ જ રહે છે અર્થાત તેમાં વધારો અથવા ઘટાડો થતો નથી. તાત્પર્ય એ છે કે હૈમવક્ત આદિ ક્ષેત્રોમાં ન તો ઉત્સપિણી–અવસર્પિણી રૂપ કાળના વિભાગ હોય છે અથવા ન તો મનુષ્યોના આયુષ્ય ઉંચાઈ વગેરેમાં ફેરફાર થાય છે ત્યાં સદા એક સરખે જ કાળ રહે છે આથી કાળની વિષમતાના કારણે આયુષ્ય અવગાહના આદિમાં થનારી વિષમતા ત્યાં નથી ૨૯
તત્વાર્થનિર્યુકિત–પહેલા જમ્બુદ્વીપની અંદર સ્થિત ભરત આદિ સાત ક્ષેત્રની પ્રરૂપણ કરવામાં આવી હવે તે ક્ષેત્રમાં નિવાસ કરનારા મનુષ્યના ઉપયાગ, આયુષ્ય, શરીરની ઉંચાઈ વગેરેમાં સમાનતા હોય છે, અથવા કોઈ પ્રકારની વિશેષતા થતી રહે છે ! એવી આશંકાનું સમાધાન કરવા માટે કહીએ છીએ–
પૂર્વોક્ત ભરત, હૈમવત, હરિવર્ષ, મહાવિદેહ, રમ્યક, હૃરયવત અને ઐવિત ક્ષેત્રમાંથી ભરત અને એરવત નામક ક્ષેત્રોમાં ઉત્સપિણી અને અવસર્પિણી કાળોમાં મનુષ્યના ભેગ, ઉપભેગ, આયુષ્ય અને શરીરની ઉંચાઈ વગેરેમાં વૃદ્ધિ તથા હાસ થતો રહે છે આ ઉત્સપિણી અને અવસર્પિણી કાળોમાંથી પ્રત્યેકમાં છ સમય હોય છે જેને “આરા' પણ કહેવામાં આવે છે. અવસર્પિણી કાળમાં છ આરા આ પ્રકારના હોય છે -(૧) સુષમા સુષમા (૨) સુષમ (૩) સુષમ-દુષમા (૪) દુષ-સુષમાં (૫) દુષમા અને (૬) દુષમ દુષમ અવસર્પિણી કાળના આ છ આરાઓની સમાપ્તિ પછી ઉત્સર્પિણી કાળનો આરંભ થાય છે જેને પ્રથમ આર દુષમ દુષમા અને અતિક સુષમસુષમા હોય છે અર્થાત્ અવસર્પિણું કાળના છે આરાએથી ઉત્સર્પિણી કાળના આરા એકદમ ઉલ્ટા ક્રમથી હોય છે ઉત્સર્પિણી કાળમાં આયુષ્ય, ઉંચાઈ વગેરેમાં કમશઃ વૃદ્ધિ થતી રહે છે અને અવસર્પિણ કાળમાં અનુક્રમથી હાસ થાય છે.
આ વિષમતા માત્ર ભારત અને અરવત ક્ષેત્રમાં જ હોય છે આ બંને ક્ષેત્રોમાં મનુષ્ય આદિના ઉપભેગમાં, આયુષ્યમાં તથા શરીરના પ્રમાણ આદિમાં હમેશાં સમાનતા હોતી નથી પરન્તુ ઉત્સર્પિણીકાળમાં વૃદ્ધિ અને અવસર્પિણકાળમાં હાલ થાય છેઆનું કારણ એ છે કે આ બંને ક્ષેત્રોમાં જ ઉત્સર્પિણ અવસર્પિણી કાળના ભેદ છે.
ભરત અને અરવત ક્ષેત્ર સિવાય હૈમવત, હરિવર્ષ, મહાવિદેહ, રમ્યક અને હૈરશ્યવત ક્ષેત્રોમાં ઉત્સર્પિણ અને અવસર્પિણી કાળ હોતાં નથી. આ કાળભેદ ન હોવાથી મનુષ્ય આદિના આયુષ્ય, અવગાહના આદિમાં પણ ભેદ હોતો નથી આયુષ્ય આદિમાં જે વિષમતા હોય છે તેનું કારણ કાલકૃત વિષમતા છે. કાળને વિષમતાના અભાવમાં તજજનિત આયુષ્ય અવગાહના આદિની વિષમતા પણ હોતી નથી.
અનુભાવનો અર્થ છે ભોગ અને ઉપભેગ, આયુષ્યથી તાત્પર્ય છે જીવન અથવા જીવિત રહેવાનું કાળમાન અને પ્રમાણનો અર્થ છે શરીરની ઉંચાઈ આ બધામાં વૃદ્ધિ અને હાસ થતાં રહે છે.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧