Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૩૧૮
તત્વાર્થસૂત્રને આકારનું લંબ-ચોરસ અને બંને બાજુ લવણસમુદ્રથી સ્પર્શાવેલ છે. તેનો પૂવી કિનારો પૂર્વના લવણ સમુદ્રથી અને પશ્ચિમી કિનારે પશ્ચિમી લવણસમુદ્રથી પૃઇ છે. તેને વિસ્તાર ૩૩૬૮૪ જનને છે પરા
ત્તા વાતાવર” ઈત્યાદિ
સૂવાથ–ઉત્તર દિશાના વર્ષધર પર્વત અને વર્ષ' અર્થાતુ ક્ષેત્ર દક્ષિણ દિશાના જ વિષ્કમ્બની માફક છે પરંતુ
તત્ત્વાર્થદીપિકા-પૂર્વ સૂત્રમાં સુદ્રહિમવાન પર્વતથી મહાવિદેહ ક્ષેત્ર સુધીના ક્ષેત્રો અને પર્વતને વિસ્તાર બતાવવામાં આવ્યા, હવે નીલ, રૂકિમ અને શિખરી નામક પર્વતનાં તથા રમ્યક હૈરણ્યવત અને એરવત ક્ષેત્રના વિસ્તારનું પ્રરૂપણ કરીએ છીએ–
ઉત્તર દિશામાં સ્થિત નીલ પર્વત રમ્ય ક્ષેત્ર, કિમપર્વત, હૈરયવત ક્ષેત્ર, શિખરીપર્વત અને ઐરાવત ક્ષેત્ર આ છ ક્ષેત્ર અને પર્વત વિસ્તારમાં દક્ષિણ દિશાના ક્ષુદ્રહિમવાનું આદિ પર્વત અને ક્ષેત્રોની બરાબર જ સમજવા જોઈએ.
આ પૈકી નીલ નામક વર્ષધર પર્વત નિષધ પર્વતની બરાબર છે રમ્યફ ક્ષેત્ર હરિવર્ષ ક્ષેત્રની બરાબર છે અને રૂકિમ નામક વર્ષ ધર પર્વત મહાહિમવાનું પર્વત જેટલા વિસ્તારવાળા છે
હૈરશ્યવત વર્ષ હૈમવત ક્ષેત્રની બરાબર છે અને શિખરી નામક પર્વતનો વિરતાર ક્ષુદ્રહિમવાન પર્વતની બરાબર છે. ઐરાવત ક્ષેત્ર ભરતક્ષેત્રની બરાબર વિસ્તારવાળો છે–
આ પ્રકારે જેટલો વિસ્તારભ રતક્ષેત્રનો છે. તેટલો જ વિસ્તાર અરવતક્ષેત્રનો પણ સમજવો જોઈએ. ક્ષુદ્રહિમવાન પર્વતનો જેટલે વિસ્તાર છે તેટલો જ વિસ્તાર શિખરી પર્વતને છે. હૈમવત ક્ષેત્રનો જેટલા વિસ્તાર છે તેટલો જ વિસ્તાર ઠેરણ્યવત ક્ષેત્રનો છે. મહાહિમવાન પર્વતનો જેટલા વિસ્તાર છે તેટલું જ રમ્યક ક્ષેત્રનો વિસ્તાર છે. નિષધ પર્વતને એટલે વિસ્તાર છે તેટલું જ નીલ પર્વને વિસ્તાર સમજે એવી જ રીતે શિખરી પર્વત આદિની ઉપર હદો અને પુષ્કર આદિના વિસ્તારની બરાબર સમજવા જોઈએ મારા
તવાથનિયુક્તિ-પૂર્વસૂત્રોમાં ક્ષુદ્રહિમવાન આદિ નીલ પર્વતનું તથા ભરત ક્ષેત્ર આદિ ક્ષેત્રોના વિસ્તારની અનુકમથી પ્રરૂપણ કરવામાં આવી હવે નીલ રૂકિમ તથા શિખરી નામક ત્રણ વર્ષઘર પર્વતનું તથા રમ્યક, હૈરણ્યવત અને ઐરાવત નામક ત્રણ ક્ષેત્રોના વિસ્તારની પ્રરૂપણ કરીએ છીએ–
ઉત્તર દિશામાં અવસ્થિત નીલ વગેરે ત્રણ વર્ષધર પર્વત ઐરવત આદિ ત્રણ ક્ષેત્રે એ રીતે છએ વર્ષધર અને વર્ષ દક્ષિણદિશાના પર્વત અને ક્ષેત્રના સમાન વિસ્તારવાળા છે તેમાંથી એરવત ક્ષેત્ર ભરત ક્ષેત્રની બરાબર વિસ્તારવાળે છે શિખરી પર્વત ક્ષુદ્રહિમવાન પર્વતની બરાબર વિસ્તારવાળો છે હૈરણ્યવત ક્ષેત્ર હેમવત ક્ષેત્રના સમાન વિસ્તારવાળો છે અને રૂકિમ પર્વત મહાહિમવાનું પર્વતની બરાબર વિસ્તારવાળો છે. રમ્યક ક્ષેત્ર હરિવર્ષની બરાબર વિસ્તારવાળું છે અને નીલ પર્વત નિષધ પર્વતની બરાબર વિસ્તારવાળે છે.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧