Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ અ. ૫ ચૌદમહાનદીનાનામાદિનુનીરૂપણ સૂ૦ ૨૫ ૩૧૫
હરિતા નદી તિગિચ્છ હદથી દક્ષિણના તેરણદ્વારથી નીકળે છે. સીતાદા નદી આ જ ઉત્તરીય તોરણદ્વારથી નીકળે છે સીતા નામક નદી કેસરીહદથી ઉત્પન્ન થઈ, દક્ષિણના તેરણદ્વારથી નીકળે છે. નરકાન્તા પણ કેસરીહૃદથી નીકળે છે અને ઉત્તરીય તરણુદ્વારે થઈને વહે છે. નારીકાન્તા પુન્ડારિક હદથી ઉક્ત થઈને દક્ષિણ તરણદ્વારથી નીકળીને વહે છે આ જ હદ (સરોવર)થી ઉદ્દત થઈને ઉત્તરીય તારણુદ્વારથી રૂચકૂલા નદી વહે છે.
સૂવર્ણકુલા નદી મહાપુંડરિક હદથી ઉદ્વત થઈને દક્ષિણે તોરણદ્વારથી નીકળી વહે છે. રક્તા અને રકતદા નામની નદીઓ પણ આ જ સરોવરમાંથી નીકળી છે અને તેઓ ક્રમશઃ પૂર્વ તારણુદ્વાર તથા પશ્ચિમ તરણદ્વારે થઈને આગળ પ્રસ્થાન કરે છે.
સ્થાનાંગ સૂત્રના સાતમાં સ્થાનકમાં કહેવામાં આવ્યું છે – જમ્બુદ્વીપમાં સાત મહાનદિઓ પૂર્વની તરફ અભિમુખ થઈને લવણસમુદ્રમાં જઈને મળે છે. આ સાત નદીઓના નામ આ પ્રમાણે છે-ગંગા હિતા, હરિતા સીતા નરકાંતા, સૂવર્ણકૂલા અને રકતા. જમ્બુદ્વીપમાં સાત મહાનદિઓ પશ્ચિમ તરફ અભિમુખ થઈને લવણ સમુદ્રમાં મળે છે તેમના નામ આ પ્રમાણે છે-સિધુ રોહિતાશા હરિકાન્તા સીતાદા, નારીકાન્તા રૂધ્યકૂલા અને રકતવતી
પૂર્વોક્ત ચૌદ નદિઓમાંથી ગંગા, સિધુ, રકતા અને રકતવતી નામક ચાર મહાનદિઓ ચૌદ-ચૌદ હજાર નદીઓની સાથે મળીને પૂર્વ અને પશ્ચિમના લવણુ સમુદ્રમાં મળે છે. આમાંથી ગંગા અને રકતા નામક બે મહાનદીઓ પૂર્વ લવણ સમુદ્રમાં પ્રવેશ કરે છે. સિધુ અને રકતવતી નામક બે મહાનદીઓ પશ્ચિમ લવણ સમુદ્રમાં પ્રવેશ કરે છે. ગંગા અને સિધુ ભરતક્ષેત્રમાં વહે છે અને રકતા તથા રકતવતી ઐવિત ક્ષેત્રમાં વહે છે.
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિના છઠાં વક્ષસ્કારના સૂત્ર. ૧૨૫માં કહ્યું છે-જમ્બુદ્વીપની અંદર ભરતવર્ષ અને એરવત વર્ષમાં કેટલી મહાનદીઓ કહેવામાં આવી છે.”? ઉત્તર-ગૌતમ ચાર મહાનદીઓ કહેવામાં આવી છે તે આ પ્રકારે છે–ગંગા, સિધુ, રકતા અને રક્તવતી. આમાંથી પ્રત્યેક મહાનદી ચૌદ હજાર નદીઓથી યુકત થઈને પૂર્વ અને પશ્ચિમ લવણસમુદ્રમાં જઈને મળે છે. ૨૫
મરવાના વિજ’ ઈત્યાદિ
સત્રાર્થ –ભરતવર્ષનો વિસ્તાર પાંચસો છવ્વીસ જન અને એક યોજનના ઓગણીસ ભાગમાથી છ ભાગ છે (પ૨૬ ) મારા
તત્ત્વાર્થદીપિકાઃ–પૂર્વસૂત્રમાં જમ્બુદ્વીપના ભરત આદિ ક્ષેત્રોમાં ગંગા આદિ જે મહાનદીઓ પ્રવાહિત થઈ રહી છે તેમના સ્વરૂપનું આપણે નિરૂપણ કરી ગયા હવે ભરતક્ષેત્રને વિસ્તાર કહીએ છીએ-પાંચસો છવ્વીસ યોજના અને એક એજનના નંદ ભાગ છે ઘર૬
તત્વાર્થનિર્યુકિતઆની પૂર્વના સૂત્રમાં ગંગા સિન્ધ આદિ મહાનદીઓનું તથા ભરત આદિ ક્ષેત્રનું વિભાજન કરનારા હિમવન્ત આદિ વર્ષધર પર્વતનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. હવે ભરતક્ષેત્રના વિસ્તારની પ્રરૂપણ કરીએ છીએ–
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧