Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 1016
________________ ૩૧૪ તત્વાર્થસૂત્રને ‘તા ગયા વર નો ઈત્યાદિ સવાર્થ-જમ્બુદ્વીપમાં ગંગા આદિ સાત નદિઓ પૂર્વ દિશા તરફ વહે છે જ્યારે સિધુ આદિ સાત નદિઓ પશ્ચિમ બાજુએ વહે છે રપ તત્વાર્થદીપિકા–પૂર્વ સૂત્રમાં જમ્બુદ્વીપની અંદર ભરત આદિ ક્ષેત્રોનું વિભાજન કરનારા ક્ષુદ્રહિમવન્ત આદિ છ કુલપર્વતના વર્ણ, સંસ્થાન, પદ્દમહદ આદિના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું. હવે વિભિન્ન ક્ષેત્રોને વિભક્ત કરનારી ગંગા, સિધુ આદિ ચૌદ નદિઓના સ્વરૂપનું પ્રરૂપણ કરવામાં આવી રહ્યું છે – જેનું સ્વરૂપ પહેલા કહેવામાં આવી ગયું છે તે જમ્બુદ્વીપમાં ગંગા આદિ અર્થાત (૧) ગંગા (૨) રેહિતા (૩) હરિતા (૪) સીતા (૫) નરકાન્તા (૬) સુવર્ણકૂલા અને (૭) રકતા આ સાત સરિતાએ પૂર્વ ભણી વહે છે અને ભરત આદિ ક્ષેત્રમાં વહેતી જતી પૂર્વ લવણ સમુદ્રને ભેટે છે (ફરીવાર નહીં આવવાના આશયથી પતિ-સાગરના ઘરમાં પોતે પિતાને અર્પણ કરી દે છે.) સિધુ આદિ અર્થાત (૧) સિધુ (૨) રોહિતાશા (૩) હરિકાન્તા (૪) સદા (૫) નારીકાન્તા (૬) રૂખ્યકૂલા (૭) રક્તવતી આ સાત નદિઓ પશ્ચિમ તરફ વહે છે અને પશ્ચિમ ભરત આદિ સાત ક્ષેત્રોમાં વહેતી જતી પશ્ચિમ લવણસમુદ્રને મળે છે. ભરત આદિ સાત ક્ષેત્રોમાંથી પ્રત્યેક ક્ષેત્રમાં બે-બે નદિઓ વહે છે આથી એક જ સ્થળે બધી નદિઓને વહેવાને કઈ પ્રસંગ નથી પાપા તત્ત્વાર્થનિર્યુક્તિ-આની અગાઉ ભરતવર્ષ આદિ ક્ષેત્રને જુદા-જુદા કરનારા ક્ષુદ્રહિમવન્ત આદિ પર્વતના સ્વરૂપ, વર્ણ, આકાર, લંબાઈ, વિસ્તાર, અવગાહ વગેરેનું તેમની ઉપર બનેલા પદ્મહદ આદિ તથા પદ્મહદ આદિના મધ્યમાં સ્થિત કમળ આદિનું વર્ણન કરવામાં આવ્યું છે હવે પદ્દમહદ આદિથી નિકળેલી ગંગા આદિ ચૌદ મહાનદિઓના સ્વરૂપ આદિની પ્રરૂપણા કરવાના આશયથી કહીએ છીએ:-- જમ્બુદ્વીપમાં ગંગા આદિ અર્થાત (૧) ગંગા (૨) રોહિતા (૩) હરિતા (૪) સીતા (૫) નરકાન્તા (૬) સુવર્ણ કુલા અને (૭) રકતા આ સાત મહાનદિઓ પૂર્વ દિશા તરફ અભિમુખ થઈને ભરત આદિ ક્ષેત્રોમાં વહેતી વહેતી પૂર્વ લવણસમુદ્રમાં પ્રવેશ કરે છે–સિધુ આદિ અર્થાત (૧) સિધુ (૨) રોહિતાશા (૩) હરિકાન્તા (૪) સીતાદા (પ) નારિકાન્તા (૬) રુચકુલા અને (૭) રક્તવતી આ સાત મહાનદિઓ પશ્ચિમની તરફ વહેતી વહેતી પશ્ચિમ લવણ સમુદ્રમાં પ્રવેશ કરે છે એક–એક ક્ષેત્રમાં બે-બે નદિઓ સમજવી જોઈએ. આ પૈકી ગંગા નદિ પમહદથી ઉત્પન્ન થાય છે અને પૂર્વ તરણ દ્વારથી નીકળે છે. આ જ પદ્મહદથી નિકળવાવાળી અને પશ્ચિમ તરણદ્વારથી નીકળવાવાળી સિધુ નદી છેઆ જ પદ્મહદના ઉત્તરીય રણદ્વારથી રહિતાંશા નદી નીકળે છે. રેહિતા નદી મહાપમહદથી ઉત્પન્ન થાય છે અને દક્ષિણના તેરણદ્વારથી નીકળે છે. મહાપમહૃદયી, ઉત્તરીય તેરણદ્વારથી હરિકાન્તાને ઉદ્દગમ થાય છે. શ્રી તત્વાર્થ સૂત્ર: ૧

Loading...

Page Navigation
1 ... 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032