Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
~
-~
~-~- * * *
*
=
=
=
३०४
તત્ત્વાર્થસૂત્રને રત્નોથી સભર છે. બીજા કારડની ઉપર ત્રીજે કાર્ડ શરૂ થાય છે. તે છત્રીસ હજાર ચેજનનો છે અને જાબૂનદની બહુલતાથી યુક્ત છે ત્રીજા કાર્ડની ઉપર ચાળીસ પેજન ઉંચી ચૂલિકા છે જેમાં વૈડૂર્યની બહુલતા છે.
મૂળ અર્થાત્ ઉગમપ્રદેશમાં ચૂલિકાની પહોળાઈ અને લંબાઈ બાર યોજનની છે. મધ્યભાગમાં આઠ રોજન અને ઉપર ચાર જનની છે. ભૂમિની ઉપર રહેલ પ્રથમ ભદ્રશાલવન વલયાકાર છે. ભદ્રશાલવનની ભૂમિથી પાંચસો રોજન ઉપર પ્રથમ મેખલામાં પાંચ સે જન પથરાયેલ નન્દન નામક બીજુ વન છે નન્દનવનથી સાડા બાંસઠ હજાર એજનની ઉંચાઈ પર પાંચસે જન વિસ્તૃત સૌમનસ નામનું ત્રીજું વન બીજી મેખલામાં છે.
સૌમનસ વનથી છત્રીસ હજાર એજનની ઉંચાઈ પર ચાર ચારાણું જન વિસ્તાર વાળું પાડુક નામનું ચોથું વન મેરુના શિખર પર શોભાયમાન છે. આ મેરુ પર્વત બધી જગ્યાએ એક સરખા પરિમાણવાળે નથી પરંતુ સમ ભૂમિ ભાગ ઉપર મેરુપર્વતની પહેબાઈ દસ હજાર એજનની છે ત્યાંથી અગીયાર જન ઉપર જઈએ તો એક જન અને અગીયારસો જન જઈએ તો એક સો તથા અગીયાર હજાર યોજન જઈએ ત્યારે એક હજાર યોજન પહોળાઈમાં ઓછો થતો જાય છે. ગણતરી મુજબ ૯૯ નવ્વાણું હજાર એજન ઉપર જવાથી એક હજાર એજનની પહોળાઈ રહી જાય છે.
જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિના ત્રીજા સૂત્રમાં કહ્યું છે –
જમ્બુદ્વીપ સમસ્તદ્વીપ–સમુદ્રોની અંદર સૌથી નાનું છે. ગોળાકાર છે અને લંબાઈ પહોળાઈમાં એક લાખ ચીજન ફેલાયેલ છે.
આ જગ્યાએ જ વળી પાછું સૂત્ર ૧૦૩માં કહેવામાં આવ્યું છે–જબૂદ્વીપની બરાબર વચ્ચે વચ્ચે મન્દર નામને પર્વત કહેવામાં આવ્યો છે તે નવ્વાણું હજાર યોજન જમીન ઉપરથી ઉચે છે અને એક હજાર યોજન જમીનની અંદર પેસેલે છે. ઘરના
તરથ મરદ પવત દેવત’ ઈત્યાદિ
સત્રાર્થ-જમ્બુદ્વીપમાં સાત વર્ષ (ક્ષેત્ર) છે–(૧) ભરત (૨) અરવત (૩) હૈમવત (૪) હૈરણ્યવત (૫) હરિ (૬) રમ્યક અને (૭) મહાવિદેહ ધરરા
તત્વાર્થદીપિકા–આની અગાઉના સૂત્રમાં જમ્બુદ્વીપની લંબાઈ-પહોળાઈ વગેરેની પ્રરૂપણ કરવામાં આવી. હવે તેજ જમ્બુદ્વીપમાં છ કુલપર્વતના કારણે જુદાં પડેલાં સાત ક્ષેત્રોની પ્રરૂપણા કરવામાં આવે છે–
જમ્બુદ્વીપ નામક દ્વીપમાં (૧) ભારત (૨) ઐરવત (૩) હૈમવત (૪) હૈરણ્યવત (૫) હરિવાસ (૬) રમ્યકવાસ અને (૭) મહાવિદેહ નામના સાત ક્ષેત્ર છે જે “વર્ષ” કહેવાય છે જેમકે–ભરતવર્ષ, અરવત વર્ષ, હૈમવત વર્ષ, હૈરણ્યવત વર્ષ, હરિવર્ષ, રમ્યક વર્ષ, મહાવિદેહવર્ષ, અર્થાત્ જબૂદીપમાં આ સાત ક્ષેત્ર છે. (૧) આ સાત ક્ષેત્રોમાંનું પ્રથમ ભરતવર્ષ હિમવાન પર્વતની દક્ષિણમાં છે. વૈતાઢ્ય નામક પર્વત અને ગંગાસિંધુ નામની બે મહાનદિઓના કારણે વિભક્ત થઈ જવાથી તેના છ વિભાગ થઈ ગયા છે. ભારત વર્ષની ત્રણે બાજુએ લવણ સમુદ્ર છે તે જ્યા (દેરી) સહિત મનુષાકારનું છે.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧