Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ અ. ૫. વર્ષધરપર્વતના રંગ આકારાદિનું નિરૂપણ સૂ. ૨૪ ૩૧૧
તે ક્ષુદ્રહિમવન્ત, મહાહિમવન્ત, નિષધ, નલ, રૂકિમ અને શિખરી નામના છ વર્ષ ધર પર્વત અનુક્રમથી કનક, રત્ન, તપનીય વૈડૂર્ય રૂપ્ય અને રત્નમય આદિ છે. (૬) સુદ્રહિમવત પર્વત સ્વર્ણમય છે. ચીન પટ્ટના રંગવાળે છે. (૨) મહાહિમવન્ત પર્વત રનમયશુકલવર્ણન છે (૩) નિષધ પર્વત તપનીયમય મધ્યાહ્નકાલીન સૂર્યના જેવા વર્ણનો છે (૪) નીલવાન પર્વત વૈર્યમય–મોરની ડોક જે છે (૫) રુકિમ પર્વત રજતમયસફેદરંગને છે અને (૬) શિખરી પર્વત હેમમય-ચીનપટ્ટના રંગને છે.
કનક-રત્ન–તપનીય–વૈડૂર્ય-રૂપ્ય—હેમમયાઃ અહીં પ્રકૃતિના વિકાર અથવા અવયવ અર્થમાં મય પ્રત્યય થયો છે. સૂત્રમાં જે “આદિ પદનો પ્રયોગ કરવામાં આવ્યા છે તેનાથી આટલું પણ સમજી લેવું જોઈએ–તે પર્વતના પાર્થભાગ મણિઓથી ચિત્ર-વિચિત્ર છે અને તેમને વિસ્તાર ઉપર, મધ્યમાં તથા મૂળમાં છે.
તે છ પર્વતેની ઉપર ક્રમશઃ પદ્મ, મહાપદ્મ તિગિચ્છ કેસરી, પુન્ડરિક અને મહાપુન્ડરિક નામના છ સરોવરો છે. - આ છએ સરોવરનું તથા તેમાં સ્થિત પુષ્કરના આયામ (લંબાઈવિષ્કભ (વિસ્તાર) અને અવગાહ આ પ્રમાણે છે પદ્મ નામક સરોવર એક હજાર યોજન લાંબુ છે પાંચસેં
જન વિસ્તૃત છે અને દસ જન અવગાહ (ઊંડાઈ) વાળું છે. અવગાહને અર્થ અહીં નિચાઈ લેવાનો છે જેને નિચલ પ્રદેશ પણ કહી શકીએ. મહાપદ્મ તથા તિગિચ્છ સરેવરોનો વિસ્તાર તથા આયામ ઉત્તરોત્તર દ્વિગુણિત છે. અવગાહ તો બધાના દસ યોજના જ છે. બધા સરોવરની મધ્યમાં સ્થિત પુષ્કરોની લંબાઈ વિસ્તાર એક યોજન આદિ ક્રમથી ઉત્તરેત્તર વધતો થકે સમજવું જોઈએ.
અત્રે એ ધ્યાનમાં રાખવાનું છે કે પદ્મ આદિ સરોવર તથા તેમાં સ્થિત પુષ્કર દક્ષિણ દિશામાં બેગણુ છે અર્થાત્ પદ્મસરોવરથી મહાપદ્મસરોવર બમણા વિસ્તારની લંબાઈવાળા છે અને મહાપદ્મ સરોવરથી તિગિ૨છ સરોવર બમણી લંબાઈ વાળું છે. તેની પછીના ઉત્તર દિશાના ત્રણે સરોવરો તથા પુષ્કરો દક્ષિણ જેવાં જ છે અર્થાત્ તિગિ૭ સરોવરની બરાબર વિસ્તાર આદિવાળા કેસરી સરોવર, મહાપદ્રની બરાબર પુન્ડરિક સરોવર છે અને પદ્મ સરોવરની બરાબર મહાપુંડરિક સરોવર છે ૨૪
તત્વાર્થનિયુક્તિ-આની અગાઉ જમ્બુદ્વીપમાં સ્થિત હિમવન્ત આદિ છ વર્ષધર પર્વતની પ્રરૂપણું કરવામાં આવી. હવે તે પર્વતોના વર્ણ તથા આકારનું તથા તેમાં જે સરોવર પુષ્કર વગેરે છે તેમનું તથા તેમના પુષ્કરની લંબાઈ વિસ્તાર વગેરેની પ્રરૂપણ કરીએ છીએ–
તે શુદ્રહિમવન્ત આદિ છ વર્ષઘર કનક, રત્ન, તપનીય, વૈડૂર્ય, રૂપ્યમય અને હેમમય છે તે પૈકી હિમવન્ત પર્વત કનકમય હોવાના કારણે ચીન પટ્ટના વર્ણન છે મહાહિમવન્ત રત્નમય હોવાના કારણે–શુકલવર્ણન છે. નિષધ પર્વત તપનીયમય હોવાથી તરૂણ સૂર્યના ટહેલા વર્ણવાળે છે નીલવાન પર્વત વૈડૂર્યમય હોવાથી મેરની ડોક જેવા વર્ણન છે. રૂકિમ પર્વત રૂપ્યમય હોવાથી ચન્દ્રમા જેવા સફેદ વર્ણન છે. શિખરી પર્વત હેમમય (સ્વર્ણજય) હોવાથી ચીન પટ્ટ (માટીના) ઘડા) જેવા વર્ણને છે.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧