Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૮૮
તત્વાર્થસૂત્રને પૃશ્વિમાં સાત ધનુષ્ય ત્રણ હાથ અને છ આંગળની હોય છે આ પછીની પ્રત્યેક પૃથ્વિમાં બમણી–બમણી લંબાઈ વધતી જાય છે.
નારક જીવોને અસાતવેદનીય કર્મને ઉદય થાય છે. તેમની અશુભતર વેદનાનું અત્યંતર કારણ આ અસાતવેદનીય જ છે અને બાહ્ય કારણ અનાદિ પરિણામ ઠંડી, ગરમી વગેરે છે જે ઘણાં જ તીવ્ર હોય છે.
પહેલી બીજી અને ત્રીજી નરકમાં ઉણ વેદના હોય છે. જેથીમાં ઉષ વેદના ભગવાન નારા ઘણાં અને શીત–વેદનાવાળા શેડા હોય છે. પાંચમીમાં ઉણુવેદનાવાળા થડા જ્યારે શીત વેદના વાળ ઘણું હોય છે. છઠીમાં શીતવેદના અને સાતમી નરકમાં પરમશીત વેદના હોય છે. (જીવાવ ૩ પ્રતિ. ઉદે. ૨ માં)
નારક જીની અશુભતર વિક્રિયા આ પ્રમાણે હોય છે—સારી વિક્રિયા કરીએ એવી ભાવના છતાં પણ ક્ષેત્ર તથા કર્મના પ્રભાવથી તેઓ અશુભતર વિક્રિયા જ કર્યા કરતાં હોય છે. તેઓ સુખના કારણો ઉત્પન્ન કરવાનું તો બીચારાં ઘણું જ ઈચ્છે છે પરંતુ ક્ષેત્ર અને કર્મના પ્રભાવથી દુખના જ હેતુઓ ઉત્પન્ન કરે છે. - સાતે પૃથ્વિઓમાં વિદ્યમાન નરક નીચે-નીચે અનુક્રમથી અધિકાધિક અશુભ હોય છે. ભયંકર હોય છે. દા. ત. રત્નપ્રભામાં અત્યન્ત અશુભ છે તે શર્કરામભામાં વળી તેનાથી પણ વધારે અશુભ છે જ્યારે વાલુકાપભામાં તો તેનાથી પણ અધિક અશુભ છે. પંકપ્રભામાં તેનાથી પણ અધિક અને ધૂમપ્રભામાં તેનાથી પણ અધિક અશુભ છે. તમ પ્રભામાં તેથી વિશેષ અને તમસ્તમાં પ્રભામાં બધાં કરતાં વધારે અશુભ છે.
સૂત્રમાં નિત્ય શબ્દ જે વાપરેલ છે તેનાથી એ પ્રગટ થાય છે કે નરકગતિમાં ઉપર્યુક્ત લેશ્યા, પરિણામ, શરીર, વેદના અને વિકિયા સદૈવ અર્થાત નરક ભવની શરૂઆતથી લઈને ભવને ક્ષય થાય ત્યાં સુધી અશુભતર જ બન્યાં રહે છે. એવું કદી પણ બનતું નથી કે ક્યારેક તે શુભ થઈ જાય ! પલકારે મારવા જેટલાં અલ્પ સમય માટે પણ નારક જીવન અશુભતર લેશ્યા આદિથી વિયોગ થતો નથી.
આવી રીતે રત્નપ્રભા પૃથ્વિમાં નારક જીવોની ઉગ્ર માનસિક પરિણામસ્વરૂપકાત લેયા હોય છે તેની અપેક્ષા અધિક તીવ અધ્યવસાયરૂપ કાત લેશ્યા શકરાખલામાં હોય છે તેનાથી પણું અધિક તીવ્રતર અધ્યવસાયરૂપ તીવ્રતમ કાપાત લેશ્યા અને તીવ્રનીલલેશ્યા વાલુકાપ્રશામાં હોય છે. વાલુકાપ્રભાની અપેક્ષા તીવ્રતર સંકલેશ સ્વરૂપ નીલલેશ્યા પંકપ્રભામાં જોવા મળે છે. પંકપ્રભાની અપેક્ષા પણ તીવતર સંકલેશમય તીનતમ નીલા અને તીવ્ર કૃષ્ણલેશ્યા તમઃ પ્રભામાં હોય છે અને એથી પણ અધિક તીવ્ર અધ્યવસાયરૂપ તીવ્રતમ કૃષ્ણલેશ્યા તમસ્તમઃ પ્રભામાંના નારજીને હોય છે.
નારકી માં દસ પ્રકારના અશુભ પુદ્ગલ પરિણામ જોવામાં આવે છે જે આ પ્રમાણે છે–(૧) અશુભ વર્ણ (૨) અશુભ ગંધ (૩) અશુભ રસ (૪, અશુભ શબ્દ (૫) અશુભ સ્પર્શ (૬) અશુભ સંસ્થાન (૭) અશુભ ભેદ (૮) અશુભ ગતિ (૯) અશુભ બન્ધન અને (૧૦) અશુભ અગુરુલઘુ પરિણામ.
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧