Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ અ. ૫ નારકેનું પરસ્પરદુખત્પાદન સૂ. ૧૪
ર૯૧ પારસ્પરિક વેરનું સ્મરણ થઈ જવાથી નરકમાં નારક જીવ પરસ્પરમાં એકબીજાને દુઃખ ઉત્પન્ન કરે છે.
જે નારક જીવ મિથ્યાદિષ્ટ હોય છે તેઓ વિર્ભાગજ્ઞાનથી યુક્ત હોવાના કારણે આપસ આપસમાં એકમેકને જોતાં જ પરસ્પર આઘાત-પ્રત્યાઘાત કરવા લાગે છે અને દુઃખ ઉપજાવે છે પરંતુ જે નારક સમ્યક દષ્ટિ હોય છે તેઓ સંસી હોવાથી પૂર્વ જન્મમાં અનાચાર કરનારા પોતાના આત્માનું જ ચિંતન કરે છે, તે માટે પશ્ચાત્તાપ કરે છે અને નરકક્ષેત્રના સ્વભાવથી જ ઉત્પન્ન થનારા દુઃખને સહન કરતા રહે છે, તેઓ બીજા નારકને આઘાત પમાડતાં નથી પરંતુ ફક્ત બીજા વડે ઉત્પાદિત વેદનાને સહન કરે છે અને નિતાન્ત દુ:ખી રહેતા થકાં પોતાના નરકાયુ રૂપની રાહ જતાં હોય છે તેઓ પોતાની તરફથી બીજા નારકોને દુઃખ વેદના ઉત્પન્ન કરતાં નથી કારણ કે તેમને અવધિજ્ઞાન, કુ-અવધિજ્ઞાન (વિર્ભાગજ્ઞાન) હાતું નથી.
નારક છને પરસ્પરમાં ઉદીરિત દુઃખ જ હતા નથી પરંતુ થોડું દુઃખ પણ હોય છે કારણ કે નરકભૂમિ સ્વભાવથી જ દુઃખમય હોય છે ત્યાં સુખને ઈશારો પણ હોતો નથી. ઉપપત વગેરેના કારણે ત્યાં થનારું સુખ પણ બહુતર દુઃખથી મિશ્રિત હોવાના કારણે વિષમિશ્રિત મધ અથવા અનાજની જેમ દુઃખરૂપ જ સમજવા જોઈએ.
આ રીતે નરકક્ષેત્રના અનુંભાવથી ઉત્પન્ન પુદ્ગલ પરિણામથી પણ નારક જીવ દુઃખને અનુભવ કરે છે.
અતિશય શીત, ઉષ્ણ ભૂખ, તરસ વગેરે નરક ક્ષેત્રના સ્વભાવથી ઉત્પન્ન થનારાં પરિણમન છે. સૂકાં લાકડાં મળતા રહેવાથી જેમ અગ્નિ શાન્ત થતું નથી બલ્ક વધતો જાય છે તેવી જ રીતે નારકનાં શરીર તીવ્ર ભૂખરૂપી અગ્નિથી બળતાં જ રહે છે. દરેક સમયે આહાર કરતાં કરતાં નારક જીવ માની લઈએ કે સમસ્ત મુદ્દગલનું ભક્ષણ કરી લે અને નિરન્તર બની રહે નારી તીવ્ર તરસના કારણે સુકાં ગળા, હોઠ તાળવા તથા જીભવાળા તે નારક કદાચીત બધાં સમદ્રોનું પાણી પી જાય તો પણ તેમને સંતોષ થતો નથી ઉલટાનું આ પ્રમાણે કરવાથી તો તેમની ભૂખ અને તરસમાં વધારે જ થશે ! આવી ઉત્કટ ભૂખ તથા તરસ ત્યાં હોય છે, આ બધાં પરિણમન નકક્ષેત્રના પ્રભાવથી થાય છે ?
આ ક્ષેત્રપ્રભાવ દ્વારા ઉત્પન્ન વેદના ઉપરાંત નારક અને પરસ્પર ઉત્પન્ન થયેલી વેદના પણ થાય છે. નારક જીને અશુભ ભવપ્રશ્ય અવધિજ્ઞાન થાય છે જે મિથ્યાદષ્ટિ નારક છે તેમને વિર્ભાગજ્ઞાન થાય છે જ્યારે જેઓ સમ્યક્ દૃષ્ટિ હોય છે તેમને અવધિજ્ઞાન થાય છે. ભાવદોષના કારણે તેમનું તે જ્ઞાન પણ દુઃખનું જ કારણ થાય છે. તે જ્ઞાનથી નારક જીવ ઉપર નીચે અને મધ્યમાં–બધી બાજુ આઘેથી જ દુઃખના કારણોને હમેશાં જુએ છે. જેવી રીતે સાપ અને નોળિયા, અવ અને ભેંસ તથા કાગડા અને ધૂવડ જન્મથી જ એક બીજાનાં દશમને હોય છે તેવી જ રીતે નારક પણ સ્વભાવથી જ એક બીજાને દુશ્મન હોય છે જેવી રીતે કેઈ અપરિચિત કુતરાને જોઈને બીજાં કુતરાં એકદમ ક્રોધથી ભડકી ઉઠે છે અને ઘુરઘુરાતા થકા તેના પર હુમલે કરી બેસે છે તેવી જ રીતે નારકને, એક બીજાને જોતાની સાથે જ તીવ્ર ભવહેતુક ક્રોધ ઉત્પન્ન થાય છે, ત્યારે ક્રોધથી પ્રજવલિત ચિત્ત થઈને, દુઃખ સમુદ્રઘાતથી આd અચાનક તૂટી પડેલાં કુતરાંની માફક ઉદ્ધત તે નારકો અત્યન્ત ભયાનક વૈક્રિય રૂપ બનાવીને,
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧