Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ અ. ૫. અશાતા વેદનીય કર્મબંધના કારણોનું નિરૂપણ સૂ. ૪ ૨૭૫
(૫) પરપિડાતા–બીજાને લાઠી વગેરેથી માર મારવો (૬) પરંપરિતાપનતા-બીજાને શારીરિક માનસિક વ્યથા કરવી.
આવી જ રીતે પ્રાણભૂત જીવસના વિષયમાં પણ પૂર્વોકત દુઃખનતા આદિ છએનું સમાચરણ કરવું (૬+૪=૧૨) આ બાર પ્રકારના કારણોથી જીવને અશાતા વેદનીય કર્મ બાંધવું પડે છે. જો
તત્વાર્થનિર્યુકિત-પૂર્વસૂત્રમાં જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કમની પ્રત્યેનીકતા વગેરે છે, બન્ધના કારણે પ્રતિપાદિત કરવામાં આવ્યા છે હવે પાપ તત્ત્વના પ્રસંગથી અશાતા વેદનીય કમબન્ધના કારણેનું વિવરણ કરવામાં આવી રહ્યું છે– “જણાવેજ' વગેરે.
જે કર્મના ઉદયથી સુખ દુઃખનો અનુભવ થાય તે વેદનીય કર્મ કહેવાય છે અથવા જે કમ સુખદુખના રૂપથી વેદન કરવા યોગ્ય હોય તે વેદનીય કહેવાય છે, તે વેદનીય કર્મ શાતા વેદનીય, અશાતા વેદનીયના ભેદથી બે પ્રકારના છે જેમાં શાતા વેદનીય પુણ્યપ્રકૃતિ જન્ય હોવાથી ચતુર્થ પુણ્યતત્ત્વ અધ્યાયમાં તેનું વિવેચન થઈ ચુકયું છે. અત્રે પાપતત્ત્વનું પ્રકરણ હોવાથી અશાતાદનીય કમની વ્યાખ્યા કરવામાં આવે છે.
જે કમના ઉદયથી જીવને અશાતા અર્થાત્ દુઃખ ઉત્પન્ન થાય તો તે કર્મ અશાતા વેદ નીય કહેવાય છે. તે અશાતા વેદનીય કર્મનું બધૂન પરદુ:ખનતા આદિ બાર કારણેથી થાય છે જેનાથી જીવ શારીરિક તથા માનસિક અશાતાનો અનુભવ કરે છે. આ કારણો આ પ્રમાણે છે—(૧) પરદુઃખનતા–પિતાના સિવાય બીજાને દરેક પ્રકારે દુઃખ ઉપજાવવું (૨) પરશોચનતા બીજાને દીનતાજનક શોકમાં નાખવો (૩) પરજૂરણતા– બીજાને એવો શોક પહોંચાડવો જેનાથી તેનું શરીર શેષાઈ જય (૪ પરપનતા–જેનાથી અશ્રુનો ધોધ વહેવા માંડે લાળ ઝરવા માંડે એ પ્રકારનો દીલદ્રાવક ઉદ્વેગ પહોંચાડે (૫) પરપિટ્ટનતા—બીજાને લાઠી વગેરે આયુધોથી મારે (૬) પરંપરિતાપનતા – બીજને શારીરિક તથા માનસિક વ્યથા પહોંચાડવી–આ છ બેલા સમુચ્ચય જેને ધયાનમાં રાખીને કહેવામાં આવ્યા છે એવી જ રીતે પ્રાણભૂત જીવ અને સત્વના વિષયમાં પણ આ જ છ બેલેનું આચરણ કરવું એમ ૧૨ બેલ થયા જેનાથી જીવને અશાતા–વેદનીય કર્મ બંધાય છે. તે પ્રાણ ભૂત જીવસત્ત્વની વ્યાખ્યા આ પ્રમાણે છે
વિકલેન્દ્રિય, કીદ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય પ્રાણ કહેવાય છે. જીવ શબ્દથી પંચેન્દ્રિય ગ્રહણ કરવામાં આવે છે. ભૂત શબ્દથી વનસ્પતિકાય અને પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ એ સત્વ કહેવાય છે, વળી કહ્યું પણ છે –“પ્રજ-ઉદ-કિ ચતુઃ પ્રો ” વગેરે
આ ચારેયને સંતાપ પહોંચાડવાથી, શાક પહોંચાડવાથી, સૂરણ-અર્થાત્ શરીર સુકાઈ જાય એવો શોક પહોંચાડવાથી, તેપન—જેનાથી અથુપાત થાય, બૂમાબૂમ કરવા લાગે એ જાતની ગ્લાની પહોંચાડવાથી, પિટ્ટન-લાઠી વગેરે સાધનાથી માર મારવાથી અને પરિતાપનશારીરિક માનસિક સન્તાપ પહોંચાડવાથી જીવને અશાતા-વેદનીય કર્મ બાંધવું પડે છે ૪ તિરારિ II ઈત્યાદિ
સૂવાથ–તીર્થકર, આચાર્ય ઉપાધ્યાય, કુળ, ગણ, સંઘ, શ્રત, ધર્મ અને દેવેને અવર્ણવાદ કરવાથી મિથ્યાત્વને બંધ થાય છે. જે પ છે
તત્વાર્થદીપિકા-ખાંશી પાપકર્મ પ્રકૃતિઓ–પૈકી પૂર્વસૂત્રમાં અશાતા વેદનીય કર્મના
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧