Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 979
________________ ગુજરાતી અનુવાદ. અ. ૫. મિથ્યાત્વમેહનીય કર્મબંધના કારણોનું નિરૂપણ સૂ. ૫ ર૭૭ વગેરેના દુઃખ ભોગવે છે, તેઓ કલહપ્રિય છે, અસહનશીલ છે, તેઓએ પૂર્વભવમાં દાન આપ્યું નથી, પછીના જન્મમાં પણ દુઃખ જ જોગવશે, વગેરે આ પ્રકારે જ સાધ્વીઓને અવર્ણવાદ પણ સમજ અને શ્રાવક શ્રાવિકાઓને પણ અવર્ણવાદ આ ધોરણે જ સમજવાને છે. અથવા સામાન્ય રૂપથી સંઘને—અવર્ણવાદ કરવો, જેમ—ગધેડા, શિયાળ, કાગડાં અને કુતરાઓને સમૂહ પણ સંઘ જ ગણાય છે પછી સંઘમાં કઈ વિશેષતા જ શું છે ? સંઘમાં કંઈ પણ ગૌરવની વાત નથી. શ્રતને અવર્ણવાદ જેવી રીતે–આગમ મૂર્ખાઓની પ્રાકૃત ભાષામાં લખાયું છે ! વ્રત દેહદમન પ્રાયશ્ચિત્ત, અને પ્રમાદના ઉપદેશની પુનરૂક્તિઓ તેમાં ખડકેલી છે, ખોટા-ખેટા અપવાદો બતાવ્યાં છે, વગેરે– પૂર્ણ રૂપથી હિંસા વગેરેથી વિરતિરૂપ પાંચમહાવ્રત હેતુક તથા ક્ષમા આદિ દસ લકવાળા ધર્મને અવર્ણવાદ આવી રીતે થાય છે–સ્વર્ગ અને મોક્ષના કારણ રૂપ કહેવામાં આવતે ધર્મ પ્રત્યક્ષ આદિ પ્રમાણેથી જાણી શકાતું નથી ધર્મ અપ્રાણિક છે એવું કહી શકાતું નથી. પુદ્ગલ ધર્મ આ પદના વાચ્ય હોઈ ન શકે કારણ કે ધર્મ પુદ્ગલ હોઈ શકે નહીં ધર્મ આત્માનું પરિણામ પણ થઈ ન શકે કારણ કે તેને જે આત્માનું પરિણામ કહીશું તે ક્રોધાદિ પરિણામ પણ ધર્મ કહેવાશે. ભવનપતિ વાનવ્યન્તર જ્યોતિષ્ક અને વૈમાનિક દેવનો અવર્ણવાદ આ રીતે સમજ જોઈએ–બીજા બળવાન દેવ અપબળવાળા દેવને દૂર કરી પોતાના કજે કરી લે છે ? તેમની આંખો સ્થિર રહે છે આંખોની પાંપણ ફરકતી નથી તેઓ અત્યંત અસભૂત દેષોને પ્રગટ કરાવાવાળા હોય છે. આવી જ રીતે તીવ્ર મિથ્યાત્વરૂપ પરિણામથી ખોટા માર્ગને બોધ આપ લોકેની બુદ્ધિમાં ભેદ ઉત્પન્ન કરે અર્થાત્ તેમની શ્રદ્ધાને ઢીલી પાડવી, આવેશને વશ થઈ વગર વિચાર્યું અપકૃત્ય કરી બેસવું, અસંયમી પુરૂષોના ગુણગાન ગાવા--આ બધાં સંસાર–વૃદ્ધિના મૂળ કારણઅનંત સંસારને વધારવાના દર્શનમોહનીય રૂપ મિથ્યાત્વ પાપકર્મ બાંધવાના કારણો ગણાય. સ્થાનાં ગસૂત્રના સ્થાન પ ઉદ્દેશક ૨ માં કહ્યું છે--પાંચ કારણોથી જીવ દુર્લભ બોધિવાળા કર્મોનું ઉપાર્જન કરે છે–(૧) અહંતોને અવર્ણવાદ કરવાથી (૨) અર્હતે ભાખેલા ધર્મને અવર્ણવાદ કરવાથી (૩) આચાર્ય અને ઉપાધ્યાયને અવર્ણવાદ કરવાથી (૪) ચતુર્વિધ સંઘને અવર્ણવાદ કરવાથી (૫) પરિપકવ તપ અને બ્રહ્મચર્યનું ફળ ભેગવનારા દેવને અવર્ણવાદ કરવાથી. પણ 'तिव्यकसायजणियत्त परिणामेणं त्या સુવાર્થ—તીવ્ર કષાયના ઉદયથી ઉત્પન્ન આત્માના પરિણામેથી ચારિત્રમોહનીય કર્મ બંધાય છે. એ તત્વાર્થદીપિકા--પૂર્વસૂત્રમાં મિથ્યાત્વરૂપ દર્શનમેહનીય પાપકર્મ બાંધવાના કારણોનું સ્વરૂપે વર્ણવવામાં આવ્યું હવે અનન્તાનુબધી ક્રોધ આદિ સોળ કષાયે અને હાસ્ય વગેરે નવ અકષાયે બાંધવાના કારણો જઈશું– શ્રી તત્વાર્થ સૂત્ર: ૧

Loading...

Page Navigation
1 ... 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032