Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ અ. ૪ ભવનપત્યાદિ દેના આયુ પ્રભાવ વિગેરેનું નિરૂપણ સૂ. ૨૮ ૨૯૫ અભિમાન એ બધાં પૂર્વ-પૂર્વ દેવોની અપેક્ષા ઉત્તરોત્તર દેવના ઓછા હોય છે જેવી રીતે બે સાગરની જઘન્ય સ્થિતિવાળા દેવ નીચે સાતમી પૃથ્વી સુધી જાય છે અને તિછી દિશામાં અસંખ્યાત દ્વીપ સમુદ્રો સુધી જઈ શકે છે. અસુરકુમાર દેવ ત્રીજી પૃથ્વી સુધી જાય છે આ દેવ તેમના પૂર્વભવના સાથી-મિત્રને શાતા ઉપજાવવા માટે અને પૂર્વભવના વૈરીને વંદના પહોંચાડવા આશયથી ત્યાં જાય છે. (ભગ શ૦ ૩ ઉ૦૨ સૂ૦ ૧) તેનાથી આગળ ભૂતકાળમાં કયારેય પણ ગયા નથી. વર્તમાનકાળમાં કયારેય પણ જતાં નથી અને ભવિષ્યમાં કયારેય પણ જશે નહીં. ઉપર દેવમાં મહાનુભાવતા અધિક હોય છે અને માધ્ય–ભાવ પણ અધિક હોય છે આમ–તેમ જવામાં તેમને રુચિ થતી નથી.
અસુરકુમારોથી લઈને સૌધર્મ-ઈશાન ક૯પ સુધીના દેવોના શરીર સાત હાથ ઊંચા હોય છે એથી આગળના બે-બે કોમાં સહસ્ત્રાર ક૯ય પર્યન્ત, એક-એકની ઉંચાઈ ઓછી થતી જાય છે. સનસ્કુમાર અને મહેન્દ્ર કપમાં દેવેની ઉંચાઈ છ હાથની હોય છે બ્રા અને લાન્તક કલ્પમાં દેવોની ઉંચાઈ પાંચ હાથની હોય છે. મહાશુક અને સહસ્ત્રાર કપમાં દેવની ઉંચાઈ ચાર હાથની હોય છે.
આનત, પ્રાકૃત, આરણ અને અશ્રુત માં દેના શરીર ત્રણ હાથ ઉંચા હોય છે. રૈિવેયક વિમાનના દેવાના શરીરની ઉંચાઈ બે હાથની છે. પાંચ અનુત્તરોપપાતિક દેવામાં વિજયાદિ ચાર વિમાનના દેના શરીર એક હાથના હોય છે અને સર્વાર્થસિદ્ધ દેના શરીર થોડા ઓછા-એક હાથના જ હોય છે.
હવે વૈમાનિકના વિમાનોની સંખ્યા બતાવીએ છીએ
સૌધર્મ દેવલોકમાં બત્રીસ લાખ વિમાન છે. ઈશાન દેવલેકમાં અઠયાવીસ લાખ, સનકુમાર માં બાર લાખ, મહેન્દ્રમાં આઠ લાખ, બ્રહ્મસેકમાં ચાર લાખ, લાન્તકમાં પચાસ હજાર, મહાશકમાં ચાળીસ હજાર, સહસ્ત્રારમાં છ હજાર તથા આનત પ્રાણત આરણ અને અચુત કપોમાં સાત વિમાન છે તે પૈકી આનત પ્રાણત, બે દેવલોકમાં ચાર વિમાન છે અને આરણ અયુત આ બે દેવલોકમાં ત્રણસો વિમાન છે એમ સાતસો વિમાન છે. રૈવેયક ત્રિકમાં ક્રમશઃ એકસો અગીયાર, એકસો સાત અને એકસો વિમાન હોય છે. પાંચ અનુત્તરમાં પાંચ જ વિમાન છે.
એવી જ રીતે સ્થાન, પરિવાર શક્તિ, વિષય સમ્પત્તિ અને સ્થિતિ આદિનું અભિમાન પછી પછીના દેવનું પહેલાં-પહેલાના દેવેની અપેક્ષાએ ઓછું હોય છે. પછી–પછીના દે ઉત્કૃષ્ટ સુખના ભાગી હોય છે.
પ્રજ્ઞાપના સૂત્રના ૨૧માં શરીરપદમાં કહ્યું છે–
પ્રશ્ન-–ભગવદ્ ! ભવનવાસિઓમાં જે અસુરકુમાર દેવ છે તેમના વૈક્રિય શરીરની અવગાહના કેટલી મોટી છે ?
ઉત્તર–ગૌતમ ! અસુરકુમાર દેવેની અવગાહના બે પ્રકારની કહેવામાં આવી છે પહેલી ભવધારણીય શરીરની અર્થાત્ તે ભવમાં હમેશાં રહેનારી મૂળ શરીરની અવગાહના અને બીજી
૩૪
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧