Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ. અ. ૪. જ્યોતિષ્ક દેની ગતિ આદિનું કથન સૂ. ૨૭ ૨૬૩ છે અને તેમની લેશ્યા-પ્રકાશ પણ અવસ્થિત જ છે જેવી રીતે મનુષ્યલોકમાં ગ્રહણ વગેરે થાય છે. એવું ત્યાં થતું નથી. ત્યાં કદી પણ તેમનામાં મલિનતા આવતી નથી. ત્યાં ગ્રહણ(ગ્રાસ)નું કેઈ કારણ જ નથી. ત્યાં સૂર્ય અને ચન્દ્રના સુખદાયી શીતોષ્ણ કિરણો હોય છે. ત્યાં ચન્દ્રમાં ન તે અત્યન્ત શીતલ છે. અથવા સૂર્ય ન અતિ ઉષ્ણ છે. - ત્યાં બધાં ચન્દ્રમાં અભિજિત નક્ષત્રના વેગથી જોડાયેલા હોય છે અને સૂર્ય પુષ્ય નક્ષત્રના યેગથી યુક્ત હોય છે અને તેઓ કયારેય પણ રકાતાં નથી. ૧
ચન્દ્ર, સૂર્ય અને ગ્રહ વગેરે પાંચે પ્રકારનાં તિષ્ક દેવ મનુષ્યલકની અંદર સંચારશીલ હોય છે. નિરન્તર ગતિ કરતાં રહે છે. પરા
મનુષ્ય ક્ષેત્રની બહાર જે ચન્દ્ર, સૂર્ય, ગ્રહ; તારા અને નક્ષત્ર છે તેમાં ગતિ થતી નથી, તેઓ સંક્રમણ નહીં કરતા અવસ્થિત જ રહે છે. કા
ભગવતી સૂત્રના શતક ૧૨, ઉદ્દેશક ૬ માં પણ આ જ કહે છે– પ્રશ્ન–ભગવન્! કયા કારણથી એવું કહેવામાં આવે છે કે સૂર્ય આદિત્ય સૂર્ય છે?
ઉત્તરઃ –ગૌતમ ! સમય આવલિકા—ઉત્સર્પિણી અવસર્પિણી આદિનું વિભાજન સૂર્ય વડે જ થાય છે એ કારણે સૂર્યને આદિત્ય એ પ્રમાણે કહેવાય છે.
આગળ પણ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિના અગીયારમાં શતકના બારમાં ઉદ્દેશકમાં કહ્યું છે. પ્રમાણુકાળના કેટલા ભેદ છે ?
જવાબ–પ્રમાણકાળ બે પ્રકારના કહેવામાં આવ્યા છે–દિવસ પ્રમાણકાળ અને ક્ષત્રિપ્રમાણુકાળ વગેરે.
એ તે અગાઉ જ કહેવાઈ ગયું છે કે જમ્બુદ્વીપની ઉપર બે સૂર્ય છે, છપ્પન્ન નક્ષત્ર છે, એક રેર ગ્રહ છે. લવણસમુદ્રની ઉપર ચાર દિનમણિ છે, એકસો બાર નક્ષત્ર છે, ત્રણસે બાવન ગ્રહ છે, ધાતકીખંડ દ્વીપની ઉપર બાર સૂર્ય ત્રણસો છત્રીસ નક્ષત્ર અને છપ્પન ગ્રહ છે. કાલેદધિ, સમુદ્રની ઉપર બેંતાળીશ સૂર્ય એક હજાર એકસે છેતેર નક્ષત્ર અને ત્રણ હજાર છસે છનનું ગ્રહ છે.
પુષ્કરાઈ દ્વીપમાં બેતર સૂર્ય છે, બે હજાર સોળ નક્ષત્ર છે અને ત્રણ હજાર ત્રણ છત્રીશ ગ્રહ છે. જે જગ્યાએ જેટલા સૂર્ય છે તે જગ્યાએ તેટલી જ સંખ્યામાં ચંદ્રમા પણ સમજી લેવા અને તેના આગળ સ્વયં યથાવત સમજવું. ૨૭
ઉત્તમુત્તર આ૩evમાવપુજુ ઈત્યાદિ સૂવાથ–દેવમાં ઉત્તરોત્તર આયુ, પ્રભાવ, સુખ ઘતિ લેશ્યાવિશુદ્ધિ ઈન્દ્રિયના વિષય અને અવધિના વિષે અધિક છે. પરંતુ ગતિ, શરીર, પરિગ્રહ અને અભિમાન ઓછા છે. ૨૮
તવાથદીપિકા–અગાઉ ચારેય નિકાયના દેવના પ્રવીચારનો તથા ઈન્દ્ર વગેરેના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું. હવે ભવનવાસિઓથી લઈને સર્વાર્થસિદ્ધ સુધીના દેના આયુષ્ય, પ્રભાવ, સુખ, કાન્તિ, વેશ્યાવિશુદ્ધિ વગેરેના વિષયમાં અધિકતા અને ન્યૂનતાનું પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧