Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ. અ. ૪. ભવનપતિ વિગેરે દેવેની લશ્યાનું નિરૂપણ સૂ. ૨૨ ૨૫૩
અસુરકુમાર આદિ દસ ભવનપતિ દેવામાં તથા કિન્નર આદિ આઠ પ્રકારના વાનભ્યન્તર દેમાં પ્રારંભની ચાર લેશ્યાઓ-કૃષ્ણ, નીલ, કાપત અને તેને હોય છે. ચન્દ્ર સૂર્ય વગેરે
જ્યોતિષ્ક દેવેમાં એક માત્ર તેજલેશ્યા–હોય છે અને બાર કલ્પપપન્ન નવ દૈવેયક અને પાંચ અનુત્તરૌપપાતિક દેવેમાં અન્તિમ ત્રણ લેશ્યાઓ –તેજ, પદ્મ અને શુક્લ જોવામાં આવે છે ૨૨ છે
તત્ત્વાર્થનિર્યુકિત-પહેલા દેના સામાન્ય રૂપથી ચાર ભેદ કહેવામાં આવ્યા—ભવનપતિ, વનવ્યન્તર, જતિષ્ક અને વૈમાનિક ત્યારબાદ ભવનપતિઓના અસુરકુમાર આદિ દસ ભેદ, વાનવ્યન્તરોના કિન્નર આદિ આઠ ભેદ, તિષ્કના ચન્દ્ર-સૂર્ય આદિ પાંચ ભેદ અને ક૯પપન્ન વૈમાનિકના બાર ભેદ, રૈવેયકના નવ ભેદ અને અનુત્તરૌપપાતિકના પાંચ ભેદ દર્શાવી દેવામાં આવ્યા છે હવે એવું પ્રતિપાદન કરીએ છીએ કે તે દેવેમાં કેટલી-કેટલી ભાવ લેશ્યાઓ હોય છે. ?
ભવનપતિઓ અને વાવ્યન્તરમાં શરૂઆતની ચાર લેશ્યાઓ તિષ્કમાં તેજલેશ્યા અને વૈમાનિકમાં છેવટની ત્રણ લેસ્યાઓ હોય છે ભવનપતિઓ અને વનવ્યન્તરોમાં કૃષ્ણ, નીલ, કાપત અને તેજલેશ્યાએ ચાર વેશ્યાઓ છે.
સૌધર્મ આદિ બાર પ્રકારનાં કપનક અને કાલ્પાતીત નવ વૈવેયક અને પાંચ અનુત્તરપપાતિક વૈમાનિક દેવમાં છેવટની ત્રણ અર્થાત્ તેજ, પવ અને શુકલ નામની વેશ્યાઓ હોય છે.
વૈમાનિકોમાં સૌધર્મ અને ઈશાનમાં તેજલેશ્યા જોવામાં આવે છે. સનસ્કુમાર, મહેન્દ્ર અને બ્રહ્મલોકમાં પદ્મ લેશ્યા, લાન્તક, મહાશુક સહસ્ત્રાર આનત, પ્રાણત, આરણ અને અચુતમાં તથા નવ પ્રિયકો અને પાંચ અનુત્તરપપાતિકમાં ફુલલેશ્યા હોય છે. આ શુકલ વેશ્યા ઉપર-ઉપર વધારે વિશુદ્ધ હોય છે.
સ્થાનાંગસૂત્રના પ્રથમ સ્થાનમાં કહ્યું છે–ભવનપતિ અને વાનવ્યન્તરોમાં ચાર લેસ્યાઓ હોય છે, જ્યોતિષ્કર્મા એક તેજલેશ્યા હોય છે અને વૈમાનિકમાં અન્તની ત્રણ લેશ્યાઓ હોય છે.
આ પૈકી પ્રારંભની ચાર, કૃષ્ણ નીલ, કાપત અને તેજલેશ્યા ભવનપતિ અને વાનવ્યન્તમાં હોય છે. ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા નામના પાંચ જ્યોતિષ્કમાં એક તેજલેશ્યા હોય છે સૌધર્મ તથા ઈશાનમાં તેલેસ્યા, સનસ્કુમાર, મહેન્દ્ર અને બ્રહ્મલેકમાં પદ્મલેશ્યા અને શેષ વૈમાનિકમાં ઉત્તરોત્તર વિશુદ્ધ શુલલેશ્યા હોય છે.
જીવાભિગમની ત્રીજી પ્રતિપત્તિના પ્રથમ ઉદ્દેશકમાં તથા પ્રજ્ઞાપના સૂત્રના ૧૭માં પદના પ્રથમ ઉદેશકમાં કહ્યું છે-સૌધર્મ અને ઈશાન દેવામાં કેટલી વેશ્યાઓ હોય છે ? ગૌતમ ! એક તેજલેશ્યા હોય છે સનસ્કુમાર અને મહેન્દ્રમાં પાલેશ્યા, બ્રહ્મલોકમાં પણ પત્રલેશ્યા અને શેષ વૈમાનિકમાં શુકલેશ્યા તથા અનુત્તરપપાતિકોમાં પરમ શુકલેશ્યા હોય છે. ૨૨
mોવાનવા ઈત્યાદિ સુત્રાથ–કલ્પપપન્નક વૈમાનિક દેવોમાં ઈન્દ્ર સામાનિક ત્રાયશ્ચિંશ આત્મરક્ષક લેકપાલ, પારિષદુ અનીકાધિપતિ, પ્રકીર્ણક, આભિયોગ્ય અને કિબિષક એ દશ ભેદ હોય છે ર૩ છે
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧