Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૫૬
તત્વાર્થસૂત્રને કપાતીત દેવ અર્થાત્ નવ ગ્રેવેયક તથા પાંચ અનુત્તરૌપપાતિક અહનિદ્ર હોય છે. તેમનામાં શાસ્ત્ર-શાસકભાવ નથી, સ્વામિ-સેવકને ભેદ નથી, તેઓ સ્વયં જ પોતાના સ્વામિ ભર્તા અગર પોષક છે. તેઓ કેઈની આજ્ઞા હેઠળ હોતા નથી, કેઈન એશ્વર્યના વિધાયક હેતા નથી. એ કારણે જ તેમને અહમિન્દ્ર કહે છે. મારા
તત્વાર્થનિર્યકિત–પહેલા સૌધર્મ ઈશાન વગેરે બાર પ્રકારના વૈમાનિકના આજ્ઞા એશ્વર્ય ભંગ ઉપભોગના વિધાયક રૂપથી ઈન્દ્ર આદિ દસ દસ ભેદ પ્રતિપાદન કરવામાં આવ્યા હવે કિન્નર આદિ વનવ્યંતરે અને ચન્દ્ર-સૂર્ય આદિ પાંચ તિષ્કમાં ઈદ્રાદિ દેના ભેદ બતાવીએ છીએ. અહીં ઈન્દ્ર વગેરે પાંચ ભેટવાળા દેવ હોય છે.
કિન્નર પુિરૂષ આદિ આઠ પ્રકારના–વાનવંતરોમાં તથા ચન્દ્ર-સૂર્ય ગ્રહ, નક્ષત્ર અને તારા આ પાંચ તિષ્ક વિમાનમાં ઈન્દ્ર સામાનિક પારિષદ્ય આત્મરક્ષક અનીકાધિપતિ આ પાંચ પ્રકારની આજ્ઞા-એશ્વર્ય ભેગેપગના વિધાયક રૂપમાં જ હોય છે
આ રીતે વાતવ્યન્ત અને જ્યોતિષ્કમાં આ પાંચ પ્રકારોમાંથી.
(૧) ઈન્દ્ર તે કહેવાય જે બાકી ચારના અધિપતિ છે અને પરમ અશ્વર્યથી સમ્પન્ન હોય છે.
(૨) સામાનિક–જે ઈન્દ્રની જેવા સ્થાને હોય તે સામાનિક આયું વીર્ય પરિવાર ભેગ અને ઉપગ આદિની અપેક્ષા તેઓ ઈન્દ્રની બરાબર હોય છે. તેમને મહત્તર, ગુરૂ, પિતા અગર ઉપાધ્યાયની માફક સમજવા જોઈએ.
(૩) પારિષદ્ય–જે મિત્ર જેવા હોય.
(૪) આત્મરક્ષક–જે પિતાના શસ્ત્ર, અસ્ત્રોને તૈયાર રાખે છે, રૌદ્ર હોય છે અને ઈન્દ્રની રક્ષા માટે તેમની પાછળ ઉભા રહે છે.
(૫) અનીકાધિપતિ–આ સેનાપતિએ જેવા હોય છે.
ભવનપતિ દેવના ઈન્દ્ર, સામાનિક, ત્રાયસ્વિંશક, લેકપાલ પારિષધ, અનીકાધિપતિ અને આત્મરક્ષક એ સાત આજ્ઞા ઐશ્વર્ય ભગોપભેગના વિધાયક હોય છે.
કપાતીત દેવ કેણુ છે ? આ પ્રશ્નને ઉત્તર એ છે કે જે દેવ પહેલાં કહેવાયેલા સધર્મ આદિ બાર કલ્પથી દૂર છે. ઉપર છે તે નવ પ્રકારના રૈવેયક દેવ અને પાંચ પ્રકારના અનુતરૌપપાતિક દેવ કપાતીત કહેવાય છે–પોતે જ પોતાના ઈદ્ર છે તેમને બીજે કઈ ઈન્દ્ર હતે નથી એ કારણે જ તેઓ અહમિન્દ્ર કહેવાય છે તેમનામાં સામાનિક આદિ-વિભાગ હતા નથી એવા કપાતીત દેવામાં નવ ગ્રેવેયક દેવ નીચે મધ્ય અને ઉપર એવી ત્રણ ત્રિકમાં ત્રણ ત્રણ સંખ્યાથી રહે છે. અનુત્તરૌપપાતિક દેવ વિજય-વિજયન્ત, જ્યન્ત, અપરાજિત અને સર્વાથ સિનામક પાંચ અનુત્તર વિમાનમાં રહે છે. તેઓ સ્વયં પિતાના આજ્ઞા, ઐશ્વર્ય, અધિપતિત્વ ભવ, પિષકત્વના વિધાયક હોય છે. ભવનપતિ દેવના ઈન્દ્ર સામાનિક, ત્રાયસ્ત્રિશક, લેકપાલ પારિષઘ--અનીકાધિપતિ અને આત્મરક્ષક એ સાત આજ્ઞા ઐશ્વર્યના નિધાયક હોય છે.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧