Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ અ. ૪ ચાર પ્રકારના નિકાના દેવેના ઈન્દ્રાદિ ભેદેનું કથન સૂ. ૨૩ ૨૫૫
(૧) ઈન્દ્રઃ જે પરમ ઐશ્વર્યથી યુક્ત હોય તેમજ સામાનિક વગેરે દેવના અધિપતિ હય.
(૨) સામાનિક : જેમના આજ્ઞા-ઐશ્વર્ય ઈન્દ્રની જેવા ન હોય પરંતુ આયુ, વીર્ય(પરાક્રમ) ભેગ, ઉપગ આદિ તેના જેવા જ હોય. તાત્પર્ય એ છે કે ઈદ્ર શાસક હોય છે–તેની આજ્ઞા ચાલે છે, તે સંપૂર્ણ કલ્પને અધિપતિ હોય છે, આ વિશેષતા સામાન્ય દેવામાં જોવામાં આવતી નથી પરંતુ આયુષ્ય વગેરેમાં તેઓ ઈન્દ્ર સમાન જ હોય છે, ઈન્દ્ર રાજા જે છે તે આ બધાં તેના પ્રધાન, પિતા, ગુરૂ, ઉપાધ્યાય અથવા મહત્તર જેવાં છે.
(૩) ત્રાયશિ –આ મંત્રી તથા પુરોહિત જેવા છે. જે રાજ્યના કારભારની ચિન્તા કરે છે—શાસન સૂત્રનું સંચાલન કરે છે તેઓ મંત્રી કહેવાય છે. શાન્તિ કર્મ પુષ્ટિ કર્મ વગેરે કરનારા પુરેહિત કહેવાય છે.
(૪) આત્મરક્ષક–જે ઈન્દ્રના રક્ષક હાય, હથિયારથી સજજ થઈ પાછળ ઉભા રહેતા હોય અને રૌદ્ર હોય.
(૫) કપાલ–જે લેકેનું પાલન કરે તે લેકપાલ. આ વ્યુત્પત્તિ અનુસાર એ આત્મરક્ષક સ્થાનીય હોય છે. આત્મરક્ષક તે કહેવાય જે દેશના સીમાડાઓનું રક્ષણ કરે છે.
(૬) પારિષદ-મિત્રો જેવા સભાસદે જેવાં.
(૭) અનીકાધિપતિ–સેનાપતિ અથવા દડનાયક જેવા સેના અનેક પ્રકારની હોય છે. ગજસેના, અશ્વસેના, રથસેના પાયદળ વગેરે.
(૮) પ્રકીર્ણ ક–પ્રજા જેવા. (૯) આભિગિક–ભૂ–નેકરેની જેવા. જે બીજાનાં કામ કરવા માટે તૈયાર રહે છે.
(૧૦) કિલ્બિષિક–કિબિષને અર્થ છે. પાપ જે દેવને ચાન્ડાલે જેવા હડધૂત સમાજવામાં આવે છે તેઓ કિટિબષિક કહેવાય છે. પારકા
સામંતરિયા ઈત્યાદિ
સવાથ–વાનગૅતર અને તિષ્કમાં (૧) ઈન્દ્ર (૨) સામાનિક (૩) પારિષદુપપન્નક (૪) આત્મરક્ષક (૫) અનીકાધિપતિ આ પાંચ દેવ હોય છે. કલ્પાતીત દેવ બધા અહમિન્દ્ર હોય છે. ૨૪
તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં બાર કલ્પપપન્નક વૈમાનિક દેના ઈન્દ્ર આદિ દસ-દસ ભેદ, આજ્ઞા, અશ્વર્ય ભંગ ઉપગ આદિના સમ્પાદક રૂપમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે હવે એ દર્શાવીએ છીએ કે વાનરાન્તરો અને તિષ્કોમાં ઈન્દ્રાદિ પાંચ હોય છે. નવ ગ્રેવેયક દેવ તથા પાંચ અનુત્તરપપાતિક દેવ સઘળાં અહમિન્દ્ર હોય છે. તેમનામાં ઈન્દ્ર વગેરેને કઈ ભેદ હોતો નથી. વાનવ્યંતર અને જ્યોતિષ્ક દેવામાં આ પાંચ-પાંચ ભેદવાળા દેવ હોય છે. (૧) ઈન્દ્ર (૨) સામાનિક (૩) પારિષદ (૪) આત્મરક્ષક (૫) અનીકાધિપતિ કલ્યાતીત દેવ અહમિન્દ્ર હોય છે.
કિન્નર, જિંપુરૂષ આદિ આઠ વાનવ્યન્તરે તથા ચન્દ્ર સૂર્ય આદિ પાંચ જ્યોતિષ્કમાં (૧) ઈન્દ્ર (૨) સામાનિક (૩) પરિષદુપપન્નક (૪) આત્મરક્ષક (૫) અનીકાધિપતિ (૬) પ્રકીર્ણક (૭) આભિગિક અને (૮) કિલ્બિષિક એ આઠ ભેદ હોય છે.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧