Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२१०
તત્વાર્થસૂત્રને
સનસ્કુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક, લાન્તક, મહાશુક, સહસાર, આનત, પ્રાણત, આરણ, અશ્રુત–આ દસ કલ્પપપન્ન વૈમાનિક દેવ સ્પર્શ, રૂપ, શબ્દ અને મનથી પ્રવીચાર અર્થાત્ મથુનસેવન કરે છે.
સનસ્કુમાર અને મહેન્દ્ર કક્ષમાં દેવિઓ પિતાના દેને-મૈથુન-સુખના અભિલાષી જાણીને તથા પિતાના તરફ આદર ઉત્પન્ન થયે સમજીને વગર બેલાબે જ સ્વયં ઉપસ્થિત થઈ જાય છે.
બ્રહ્મલેક અને લાન્તક ક૯૫માં દેવિઓ જ્યારે પિતાના દેને મિથુનસુખના ઈચ્છુક જાણે છે ત્યારે તેઓ જાતે હાજર થઈને પિતાના દિવ્ય સર્વાંગસુન્દર હાવ-ભાવ-વિલાસ-ઉલ્લાસથી પૂર્ણ પરમ મનહર વેષ–પરિધાન તથા સૌન્દર્યને પ્રદર્શિત કરે છે. તેને જોઈને દેવેની કામપિપાસા શાન્ત થઈ જાય છે તેમજ તેઓ ઘણા પ્રેમનો અનુભવ માણે છે.
મહાશુક્ર અને સહસ્ત્રાર કલ્પના દેને જ્યારે કામવાસના ઉત્પન્ન થાય છે તે તેમની નિગિની દેવિઓ આ જાણીને કાનને સુખ પહોંચાડનાર એવા મનહર સંગીતનું ગાન કરે છે. સંગીતશબ્દ તથા તેમના નુપૂર–મંજરી વગેરે અલંકારોના શબ્દને સાંભળીને અને મધુર હાસ્ય-ઉલ્લાસથી પરિપૂર્ણ વચનેને સાંભળીને તે દેવ તૃપ્ત થઈ જાય છે. અને તેમની કામેચ્છા શાંત થઈ જાય છે.
આનત, પ્રાણત, આરણ અને અચુત કપમાં સ્થિત દેવ કામગના અભિલાષી થઈને પિતાની દેવિઓને સંકલ્પ-ચિન્તન કરે છે. દેવિઓના સંકલ્પ કરવા માત્રથી જ તેઓ પરમ પ્રીતિ પ્રાપ્ત કરી લે છે અને કામતૃપ્તિનો અનુભવ કરે છે. આ દેવ અદેવિક અને સપ્રવીચાર કહેવાય છે.
આનાથી ઉપરશૈવેયક અને અનુત્તર વિમાનના દેવ કામગની ઈચ્છાથી પર હોય છે. તેમના ચિત્તમાં દેવિઓને સંક૯પ પણ ઉદ્દભવતું નથી તો પછી કામ વગેરેથી પ્રવીચાર કરવાનો તે પ્રશ્ન જ ક્યાં રહે છે ? વેદમેહનીયનું ઉપશમન થઈ જવાથી તેઓ એટલા તે સુખીયા હેાય છે કે કામસેવનની ઈચ્છા જ તેમના મનમાં ઉઠતી નથી.
રૂપ, રસ, સ્પર્ધાદિ પાંચ પ્રકારના વિષયનું સેવન કરવાથી જે સુખ ઉત્પન્ન થાય છે તેની અપેક્ષા તેમને અસંખ્યગણ સુખને અનુભવ થાય છે તે પરમસુખમાં તેઓ સંતુષ્ટ રહે છે આ રીતે તે કપાતીત દેવ આત્મસમાધિજનિત સુખને ઉપભેગ કરતા રહે છે તેમને જે સુખાનુભવ થાય છે તે આ સંસારમાં અન્યત્ર અત્યન્ત દુર્લભ છે આ કારણથી તેઓ ઈન્દ્રિયજનિત સ્પર્શ શબ્દ આદિ વિષયાના સુખની અપેક્ષા કરતાં નથી અને હમેશા તૃપ્ત રહે છે.
પ્રજ્ઞાપના સૂત્રના ૩૪માં પદમાં પ્રવીચારણાના વિષયમાં કહ્યું છે – પ્રશ્ન–ભગવન ! પ્રવીચારણા (કામસેવન) કેટલા પ્રકારની કહેવામાં આવી છે ?
ઉત્તર–ગૌતમ ! પાંચ પ્રકારની કહેવામાં આવી છે –કાય પરિચારણા, સ્પર્શ પરિચારણું, રૂપપરિચાર, શબ્દપરિચારણું અને મનઃ પરિચારણું. “ભવનવાસ, વાનવ્યન્તર, જ્યોતિષ્ક સૌધર્મ તથા ઈશાન ક૫માં દેવ કાયાથી પરિચારણ કરે છે; સનસ્કુમાર અને મહેન્દ્ર કપનાં દેવ સ્પર્શથી પરિચારણા કરે છે, બ્રહ્મલોક અને લાન્તક કપમાં રૂપથી પરિચારણ થાય છે,
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧