________________
ગુજરાતી અનુવાદ અ. ૪ દેવેની પરિચારણાનું નિરૂપણ સૂ. ૨૬ ૨૫૯
તત્વાર્થદીપિકા પૂર્વસૂત્રમાં ભવનપતિથી લઈને સર્વાર્થસિદ્ધ પર્યન્તના દેશમાં યથા ગ્ય ઈદ્રોની પ્રરૂપણ કરવામાં આવી છે. હવે દેવમાં વિષયસુખને ભેગવવાને પ્રકાર બતાવીએ છીએ
અસુરકુમાર આદિ દસ ભવનપતિ, કિન્નર આદિ આઠ વનવ્યંતર, ચન્દ્ર-સૂર્ય વગેરે પાંચ જ્યોતિષ્ક તથા સૌધર્મ અને ઇશાન દેવકના દેવે કાયાથી મનુષ્યની માફક પ્રવિચાર અર્થાત્ મૈથુનસેવન કરે છે. સનત્કમાર, મહેન્દ્ર, બ્રાલેક, લાન્તક, મહાશુક, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ અને અશ્રુત પર્યન્ત દસ દેવકેનાં વૈમાનિકે સ્પર્શ, રૂપ, શબ્દ અને મનથી મૈથુન સેવે છે–અર્થાત્ સનકુમાર અને મહેન્દ્ર કલ્પના દેવ-દેવાંગનાઓનાં સ્પર્શમાત્રથી વિષયભેગના સુખને અનુભવ કરીને પરમ પ્રીતી પ્રાપ્ત કરે છે એવી જ રીતે આ બંને કલ્પોમાં આવનારી દેવીઓ દેના સ્પર્શથી જ વિષય-સુખને અનુભવ કરે છે. બ્રહ્મલોક અને લાન્તક કલ્પના દેવ દેવાંગનાઓના શૃંગાર-પરિંપૂર્ણ વિલાસને, મનેઝ વેષભૂષાને તથા રૂપને નિરખવા માત્રથી રતિજન્ય સુખની અનુભૂતિ કરે છે. મહાશુક્ર અને સહસાર ક૯૫માં સ્થિત દેવ-દેવિઓના મનહર તથા મધુર સંગીત, મૃદુ મંદ મુશ્મરાહટથી યુક્ત આભૂષણોને અવાજ તથા વાણિને આલાપ સાંભળીને જ કામની તૃપ્તિ પ્રાપ્ત કરી લે છે.
આનત, પ્રાણત, આરણ અને અચુત કલ્પના દેવ પોત-પોતાની દેવિઓના મનના સંકલ્પ માત્રથી જ કામગ-સંબંધી પરમ સુખને અનુભવ કરે છે. - નવ ગ્રેવેયકો તથા પાંચ અનુત્તર વિમોનાના કલ્પાતીત દેવ મૈથુન રહિત હોય છે અથતિ તેઓ મનથી પણ મૈથુન સેવન કરતાં નથી.
તે કપાતીત દેને કલ્પપપન્નક દેવેની અપેક્ષાએ પણ પરમોત્કૃષ્ટ હર્ષ રૂપ સુખ પ્રાપ્ત રહે છે જે વિષયજનિત સુખથી પણ ઉત્તમકોટિનું અને વિલક્ષણ હોય છે. તેમનું વેદમેહનીય એટલા ઉપશાન્ત રહે છે કે તેમનામાં કામવાસના ઉત્પન્ન જ થતી નથી અને જ્યારે કામવાસના જ ઉત્પન્ન થતી નથી તે કામવેદનાને પ્રતિકાર કરવા માટે મૈથુનને વિચાર પણ કઈ રીતે ઉદ્ભવી શકે ? એ અહમિન્દ્ર દેવોને સદા સંતોષમય સુખ જ થતું રહે છે ૨૬ છે
તવાર્થનિર્યુકિત-પહેલાં ભવનપતિઓથી લઈને સર્વાર્થસિદ્ધ સુધીના ચાર પ્રકારના દેના યથાયોગ્ય ઈન્દ્ર આદિને વિચાર કરવામાં આવ્યા છે. હવે એ પ્રતિપાદન કરીએ છીએ. કે બધાં દેવ ત્રણ પ્રકારના હોય છે. કઈ-કઈ દેવિઓવાળા અને મૈથુનસેવનારા કેઈ અદેવિક અને મૈથુનસેવનારા અને કઈ-કઈ અદેવિક અને અપ્રવીચાર–(મૈથુન ન સેવનારા). આ ત્રણ પ્રકારના દેવેની ક્રમશઃ પ્રરૂપણ કરીએ છીએ–
અસુરકુમાર આદિ દસ ભવનપતિઓથી લઈને ઈશાન સુધીના પચ્ચીસ પ્રકારના દે કાયાની પ્રવીચાર કરે છે અર્થાત શરીરથી મૈથુનક્રિયા કરે છે. તેઓ સંકુલિષ્ટ કર્મોવાળા હોય છે આથી મનુષ્યની જેમ મૈથુનસુખને અનુભવ કરતા થકા, તીવ્ર આશયવાળા થઈને શારીરિક સંકલેષથી ઉત્પન્ન સ્પેશ સુખને પ્રાપ્ત કરીને પ્રીતિ પ્રાપ્ત કરે છે. આજ ભવનવાસિઓ, વાનવ્યંતર તિથ્ય અને સૌધર્મ તથા ઈશાન ક૯પમાં જ દેવિઓ ઉત્પન્ન થાય છે. બીજા ક૯૫થી ઉપર દેવિઓ ઉત્પન્ન થતી નથી આથી આ દેવલોકોને સદેવિક અને સપ્રવીચાર કહે છે.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧