Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૪૬
તત્વાર્થસૂત્રને વનવ્યન્તર દેવ આઠ પ્રકારના કહેવામાં આવ્યા છે જેવા કે—કિન્નર, કિધુરુષ, મહેરગ, ગન્ધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ છે ૧૮
'जोइसिया पंचविहा चंदसुरगहनक्खत्तमेयो १९ ॥ સુત્રાર્થ-જ્યોતિષ્ક દેવ પાંચ પ્રકારના છે કે ૧૯
તત્વાર્થદીપિકા–પ્રથમ સામાન્ય રૂપથી—ભવનપતિ, વનવ્યંતર, તિષ્ક અને માનિકના ભેદથી ચાર પ્રકારના દેવોની–પ્રરૂપણ કરવામાં આવી હતી એ પૈકી ભવનપતિ અને વનવ્યંતર દેવેની વિશેષ રૂપથી પ્રરૂપણા કરવામાં આવી. હવે ક્રમથી પ્રાપ્ત તિષ્ક દેવેની વિશેષ પ્રરૂપણ કરવામાં આવે છે –
તેજોમય તિષ્ક નામક દેવ પાંચ પ્રકારના કહેવામાં આવ્યા છે-(૧) ચન્દ્ર (૨) સૂર્ય (૩) ગ્રહ (૪) નક્ષત્ર અને (૫) તારા ચન્દ્ર-સૂર્યાદિ નામકર્મના ઉદયથી ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા નામક જ્યોતિષ્ક દેવ હોય છેઆ બધાને પ્રભાવ ભિન્ન-ભિન્ન પ્રકારને હોય છે.
આ ભૂમિના સમતલ ભાગથી સાતસે નેવું જનની ઊંચાઈ પર બધાં તિષ્ક દેવેની નીચે તારક દેવ બીરાજે છે. એમનાથી દશ ચેાજન ઉપર અર્થાત આઠસો જનની ઉંચાઈએ સૂર્ય દેવ હોય છે. સૂર્યથી એંશી યજન ઉપર ચન્દ્ર દેવ વિચરે છે અર્થાત્ ૮૮૦ એજન ઉપર ચન્દ્ર છે. ચન્દ્રથી ચાર જન ઉપર નક્ષત્રોને વાસ હોય છે અને એનાથી પણ ચાર જનની ઉંચાઈ પર બુધ હોય છે. બુધથી ત્રણ જન ઉપર શુકનું વિમાન છે, તેનાથી ત્રણ
જન ઉપર બૃહસ્પતિનું વિમાન છે અને એથી પણ ત્રણ જન ઉપર મંગળ હોય છે એનાથી પણ ત્રણ જન ઉપર શનિશ્ચરનું વિમાન છે. આ રીતે સમસ્ત જ્યોતિષ્ક દેને સંપૂર્ણ વિસ્તાર ક્ષેત્ર એકસો દશ એજનને છે. તિછમાં અસંખ્યાત દ્વીપસમુદ્ર પ્રમાણ ઘનેદધિ પર્યત સમજવો જોઈએ . ૧૯
તત્ત્વાર્થનિર્યુક્તિ–પ્રથમ સામાન્ય રૂપથી ભવનપતિ, વનવ્યંતર તિષ્ક અને વૈમાનિક આ ચાર પ્રકારના દેવેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ ભવનપતિ અને વાતવ્યન્તર દેવેના ભેદની પ્રરૂપણ કરવામાં આવી છેહવે અનુક્રમથી આવતા તિષ્ક દેવાની વિશેષ રૂપથી પ્રરૂપણ કરીએ છીએ–
જે ઘોતિત હોય તેને જતિ કહે છે અર્થાત, વિમાન, પૃષદરાદિ, ગણમાં પાઠ હોવાથી દ ની જગ્યાએ “જ” આદેશ થાય છે આથી જ્યોતિ શબ્દ નિપન્ન થાય છે. તે જ્યોતિ અર્થાત વિમાનમાં જે ઉત્પન્ન થાય તે જ્યોતિષ્ક દેવ કહેવાય છે અથવા જે દેવ તિસ્વરૂપ હોય તે
તિષ્ક કહેવાય છે. આ તિષ્ક દેવ મસ્તક પર મૌલિ–મુગટ ધારણ કરે છે, પ્રભામંડળની જેમ ઉજજવલ ચન્દ્ર, સૂર્ય અને તારામંડળના ચિહ્નોથી યથાયોગ્ય સુશોભિત હેાય છે કાંતિમાન હોય છે. એમના પાંચ પ્રકાર છે (૧) ચન્દ્ર (૨) સૂર્ય (૩) ગ્રહ (૪) નક્ષત્ર અને (૫) તારા.
આ તિષ્ક દેવમાં ચન્દ્ર દેવની પ્રધાનતા છે એથી તેમની ગણત્રી શરૂઆતમાં કરવામાં આવી છે.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧