Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ અ. ૪. વનવ્યંતર દેવેના આઠ ભેદનું કથન સૂ. ૧૮ ૨૪૫
તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં ભવનપતિ-દેના દસ ભેદની પ્રરૂપણ કરવામાં આવી હવે કમ પ્રાપ્ત વાનયંતર દેના આઠ વિશેષ ભેદની પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ–
વાનરાન્તર દેવ આઠ પ્રકારના છે—(૧) કિન્નર (૨) કિપુરૂષ (૩) મહારગ (૪) ગંધર્વ (૫) યક્ષ (૬) રાક્ષસ (૭) ભૂત અને, (૮) પિશાચ
જે વનમાં હોય તે “વાન” કહેવાય છે અને જે વિવિધ દેશાન્તરોમાં નિવાસ કરતા હોય તે ચન્તર કહેવાય છે. વાન જે વ્યન્તર છે તેમને વાનવ્યન્તર કહે છે. આ એક પ્રકારની દેવયોનિ છે. તેઓ આઠ પ્રકારના હોય છે–કિન્નર, જિંપુરૂષ, મહારગ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ, અહીં જે ક્રમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પ્રજ્ઞાપનાસૂત્ર અનુસાર છે. ઉત્તરાધ્યયન સૂત્રને ક્રમ આ પ્રકારે છે–વાનવ્યન્તર દેવ આઠ પ્રકારનાં છે–પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કપુરુષ, મહારગ અને ગંધર્વ.
આ આઠ પ્રકારના દેવેની જે પિશાચ આદિ સંજ્ઞાઓ છે તે પોતપોતાના નામકર્મના ઉદય વિશેષથી સમજવી જોઈએ.
વાન વ્યક્તિના આવાસ-આ રત્નપ્રભા પૃથ્વીના એક હજાર જન મોટા રત્નમય કાર્ડની ઉપર સે જન અવગાહન કરીને અને નીચે પણ એક જન છોડી દઈને વચ્ચેના આઠ
જનમાં તિછ અસંખ્યાત હજાર ભમેય નગરવાસ છે, આ નગરાવાસ બહારથી ગોળ, અંદરથી ચતુષ્કોણ અને નીચેથી ભમરાના કાનના આકારના છે. આ નગરાવાસમાં વાનગૅતર દેવ નિવાસ કરે છે કે ૧૮
તત્વાર્થનિયુકિત-પૂર્વસૂત્રમાં ભવનપતિ દેવના દસ વિશેષ ભેદ કહેવામાં આવ્યા હવે કમ પ્રાપ્ત વાનચન્તર દેવના આઠ વિશેષ ભેદોની પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ વાતવ્યન્તર દેવ આઠ પ્રકારના છે–કિન્નર, કિંગુરુષ, મહારગ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ,
- વનમાં રહેનારા વાન કહેવાય છે અને વિવિધ દેશાન્તરોમાં રહેનારા વ્યન્તર કહેવાય છે વાવ્યન્તર યોનિના આ દેવે આઠ પ્રકારના છે-કિન્નર, કિપુરુષ, મહારગ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ.
આ દેવ અધલેક, મધ્યલેક, (ત્તિ છાત્રોજ) ઉદ્ગલોકમાં–ત્રણે લોકમાં-સ્વતંત્રતાપૂર્વક ઈચ્છાનુસાર વિચરણ કરે છે અને દેવેન્દ્રશક તથા ચક્રવતીની આજ્ઞા અનુસાર પણ વિચરણ
એમનો ગતિપ્રચાર અનિયત હોય છે કેઈ–વ્યન્તર સેવકની જેમ માણસની પણ સેવા કરે છે. તિછલકમાં અનેક પ્રકારની ટેકરી, ગુફા, જંગલ અને દર વગેરે સ્થાનોમાં નિવાસ કરે છે આ કારણથી જ તેમની સંજ્ઞા વાનવ્યન્તર છે.
ઉત્તરાધ્યયનસૂત્ર અનુસાર આ આઠ ભેદોને ક્રમ આ મુજબ છે–પિશાચ ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિપુરુષ મહારગ અને ગન્ધર્વ
પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદમાં દેવાધિકારમાં કહ્યું છે.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧