Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૩૮
તત્ત્વાથ સૂત્રના
અવસ્થાઓ ઉત્પન્ન થાય છે. આવી રીતે આ શરીર આયુષ્યની સમાપ્તિ પર્યંન્ત અનિત્ય છે ત્યાર પછી ધથી, અગ્નિથી કુતરા અથવા ગીધડાં વગેરે પક્ષીઓના નિમિત્તથી, પવન તથા તાપથી સુકાઇ જઈને શરીરના આકારમાં પરિણત થયેલા પુદ્ગલસ્કન્ધા છિન્ન ભિન્ન થઈ જાય છે. અને છિન્ન-ભિન્ન દ્વયણુક આદિ રૂપ ધારણ કરતા થકાં છેવટે પરમાણુઓના રૂપમાં વિભક્ત થઈ જાય છે આ રીતે આ શરીર અનિત્ય છે.
દીર્ઘકાળ સુધી આ શરીરનું કુંકુમ, અગર, કપૂર કસ્તુરી વગેરેનું લેપન કરીને, મિષ્ટાન્ન, પાન, વસ્ત્રાચ્છાદન વગેરેથી લાલન-પાલન કરવામાં આવે છે તે પણ અકાળે જ તે વિનાશને પ્રાપ્ત થઈ જાય છે.
આવી રીતનું ચિંતન કરવાથી શરીરની પ્રતિ જે મમત્વ થાય છે તે ચાલ્યું જાય છે આથી સંવેગ અને વૈરાગ્યની ઉત્પત્તિ થાય છે.
આના સિવાય આ શરીર દુ:ખાનુ કારણ છે પીડારૂપ માધાને દુઃખ કહે છે. આ બાધા એ પ્રકારની હાય છે--શરીરના આશ્રયથી અને મનના આશ્રયથી આ શરીરનું જ્યાં સુધી અસ્તિત્વ રહે છે. ત્યાં સુધી દુઃખમાંથી મુક્તિ મળી શકતી નથી કર્યાંના પુદ્ગલ અને આત્માના પ્રદેશે! જ્યારે એકત્ર થાય છે અને દૂધ અને પાણીની જેમ એકાકાર થઇને રહે છે ત્યારે ક– પુદ્ગલેાના નિમિત્તથી દુઃખના અનુભવ થાય છે. આમ આ શરીર દુઃખનું કરણ છે એવી ભાવના કરતા થકે ભવ્ય જીવ શરીરના અત્યન્ત વિનાશ માટે પ્રયત્ન કરે છે અર્થાત્ એવી સાધના કરે છે. જેથી શરીરની સાથેના સબન્ધ હમેશના માટે નષ્ટ થઈ જાય.
વળી આ શરીર અસાર પણ છે ત્વચા (ચામડી) માંસ, મજ્જા આદિથી વિટાયેલુ આ શરીરકે જેમાં મેદ, હાડપિંજર, આંતરડા, પાણી, મળ, મૂત્ર, કફ પિત્ત, મજ્જા વગેરેના સમુદાય છે, કદલી સ્તંભની જેમ નિઃસાર છે, એમાં કઈ જ સાર નથી.
માટે અકાળમાં જ આ શરીર કે જેના નાશ અચૂક થવાના છે જ તે નિઃસાર ભાસે છે. એવી ભાવના ભાવનારના મનમાં શરીર પ્રત્યે આસક્તિ રહેતી નથી.
આ શરીર અશ્ચ અર્થાત્ અપવિત્ર પણ છે. લાકમાં તે અશુચિના રૂપથી પ્રસિદ્ધ છે, શરીરની અંદર જ તેની વિવિધતા જોવામાં આવે છે. ગર્ભજ મનુષ્યના શરીરનું મૂળ કારણુ શુક્ર તથા શાણિત છે. ત્યારબાદ તે જ શુક્ર અને શૈાણિતના કલકલ, ખુદ ખુદ માંસ પેસી આદિના રૂપમાં પરિણમન થાય છે. કેટલાંક મહિનાઓ બાદ શરીર, હાથ, પગ વગેરે અવયવ પ્રગટ થાય છે. ગર્ભામાં રહેલા જીવ માતા દ્વારા આરેાગેલા ભાજનના રસને રસહરણી નાડી મારફતે ગ્રહણ કરે છે અને તેનાથી પેાતાનું પોષણ કરે છે. તે ગંદકીમાં નિવાસ કરે છે, જ્યારે અવયવા પરપૂર્ણ થઇ જાય છે ત્યારે પરિપકવ થઇને માતાના ગર્ભમાંથી બહાર નિકળે છે. પછી માતાના દૂધનું પાન કરીને તેમાં લેાહી માંસ આદિ ધાતુઓને સંચય થાય છે. મળમૂત્રથી યુક્ત થાય છે. અરે! પિત્ત અને વાયુરુપ ધાતુઓની વિષમતાના પ્રકોપથી તેમાં સૂજન ઉત્પન્ન
થઈ જાય છે ?
ગડ, હાઠ, તાળવા વગેરેના સ્પર્શથી લેહી વહેવા માંડે છે, પરુ નીકળે છે. આ રીતે શરીર બધી અવસ્થાઓમાં અપવિત્ર જ બન્યું રહે છે એવી ભાવના કરવી જોઈએ આનાથી
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧