Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૩૪
તત્વાર્થસૂત્રને પ્રકારની ભાવના નિરન્તર ધારણ કરવાથી વાસ્તવિક મૈત્રીભાવની પ્રાપ્તિ થાય છે. જેઓએ મારા ઉપર ઉપકાર કર્યો છે તેઓ પણ મારા મિત્ર છે તેમના તરફ પણ મારા મનમાં ક્ષમાભાવ છે. બધાં પ્રાણિઓ સાથે મારી મૈત્રી છે. કેઈની પણ સાથે મારે વેર અથવા વિરોધ નથી.
વૈરાનુબ ઘણે જ વિષમ છે. તેનાથી અનેક પ્રકારના અનર્થોની સેંકડો શાખાઓ ફૂટી નિકળે છે. ઈષ્ય–અદેખાઈ વગેરેની ઉત્પત્તિ થાય છે. વારંવાર કાપવા છતાં પણ તેની જડ. વળી પાછી લીલી છમ થઈ જાય છે. બીજાફરની માફક તેની પરંપરા ચાલતી રહે છેઆથી તેને જડમૂળ સાથે ઉખેડવા માટે તીવ્ર પ્રજ્ઞા અને વિવેકરૂપી તલવારની ધારનો ઉપયોગ કરે જોઈએ મૈત્રીભાવનાથી જ વિરોધને સમૂળનાશ થઈ શકે છે.
જે જીવ સમ્યક્ત્વ વગેરે ગુણોમાં પિતાનાથી વધારે ચઢિયાત છે, વિશિષ્ટ વ્રતી છે તેમના પર પ્રમોદ અર્થાત્ હર્ષની અધિકતાની ભાવના રાખવી જોઈએ.
સમ્યકત્વ, જ્ઞાન, ચારિત્ર અથવા તપની અપેક્ષાથી જે પિતાનાથી વિશેષ છે તેમને વંદન કરવું; તેમના ગુણ ગાવા, તેમની પ્રશંસા કરવી, વૈયાવૃત્ય વગેરે કરવી; સન્માન કરવું; અને સમસ્ત ઇન્દ્રિયથી આનંદના અતિરેકને પ્રકટ કરે પ્રમોદ કહેવાય છે.
આમાંથી તત્વાર્થની શ્રદ્ધાને સમ્યફ કહે છે. ઈષ્ટમાં પ્રવૃત્તિ અને અનિષ્ટથી નિવૃત્તિ વિષયક બેધ જ્ઞાન કહેવાઈ છે. મૂળગુણોને તથા ઉત્તરગુણોને ચારિત્ર કહે છે. બાહ્ય અને આધં. તરના ભેદથી તપ બે પ્રકારના કહેવામાં આવ્યા છે--
આ સમ્યક્ત્વ આદિ શ્રાવકેની અપેક્ષા શ્રમણેમાં વિશિષ્ટ રૂપથી જોવામાં આવે છે આથી તેમને જોઈને વંદન વગેરે કરવું, તેમના ગુણોનું ઉત્કીર્તન કરવું, એકાગ્ર થઈને તેમના પ્રવચન સાંભળવા, આંખોનું નાચી ઉઠવું, હર્ષથી રોમાંચ ઉત્પન્ન થઈ જવો વગેરે ચિહ્નોથી પ્રકટ થનાર હર્ષ પ્રમોદ કહેવાય છે. તેની ભાવના કરવી જોઈએ.
આવી જ રીતે જે છ ફ્લેશના પાત્ર બનેલાં છે, ગરીબ છે, અનાથ છે, બાળક અથવા સ્થવિર છે તેમના ઉપર કરુણાભાવ ધારણ કરવો જોઈએ. કરુણાને અર્થ છે અનકમ્યા. દીન-દુઃખીઓ પર અનુગ્રહ અર્થાત્ દયાની દષ્ટિ રાખવી જોઈએ.
જે પ્રાણીઓ માનસિક અથવા શારીરિક બાધાઓથી પીડિત છે તેમને દીન કહે છે.
જેઓ દયાને પાત્ર છે, મિથ્યાદર્શન અને અનન્તાનુબી આદિ ત્રણ મોહથી પીડિત છે, કુબુદ્ધિ, કુશ્રુત અને વિભંગ જ્ઞાનથી યુક્ત છે, જેઓ ઈષ્ટ પ્રાપ્તિ અને અનિષ્ટ પરિહરથી રહિત છે, અનેક વ્યાધિઓથી ગ્રસ્ત છે, દીન, દરિદ્ર, અનાથ, બાળ-વૃદ્ધ છે તેમના પ્રતિ અવિચ્છિન્ન કરુણાભાવના ધારણ કરવી જોઈએ. કરુણાભાવના ધારણ કરીને તેમને મોક્ષને ઉપદેશ આપે જોઈએ તથા દેશ અને કાળ અનુસાર કપડાં, અનાજ પાણી, આશ્રય ઔષધ વગેરે આપીને તેમને અનુગ્રહ કરે જોઈએ.
જેઓ અવિનીત છે–તુરચા છે એવા લેકે તરફ ઉદાસીનતાનો ભાવ રાખવો જોઈએ જેમને શિક્ષણ આપી શકાતું હોય, જેઓ તેને પાત્ર હોય, તેઓ વિનીત કહેવાય છે. જેઓ શિક્ષણને પણ લાયક ન હોય તેઓ અવિનીત છે, તેઓ ચેતન હોવા છતાં પણ લાકડા અથવા
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧