Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ
અ. ૩. નામકમની ખેતાલીસ ઉત્તરપ્રકૃતિઓનું કથન સૂ. ૧૧ ૧૯૩ જીવ જ્યારે વમાન દેહના ત્યાગ કરી નવીન જન્મ ધારણ કરવા માટે વિગ્રહ ગતિ કરે છે તે વખતે આ કના ઉદય થાય છે. આ આનુપૂર્વી નામ કમના ઉદયથી જીવ પેાતાના નિયત ઉત્પત્તિ ક્ષેત્રમાં પહેાંચે છે.
ક્ષેત્રના સન્નિવેશ ક્રમને આનુપૂર્વી કહે છે જે કમના ઉદયથી અતિશયની સાથે ગમનની અનુકૂળતા હાય છે તેને પણ આનુપૂર્વી કહે છે તે અન્તરાળગતિ એ પ્રકારની છે—ઋનુગતિ અને વક્રગતિ. જીવ જ્યારે એક સમય પ્રમાણ ઋજુગતિથી ગમન કરે છે ત્યારે આગલા આયુષ્ય કના અનુભવ કરતા થકી જ આનુપૂર્વી નામ કમ દ્વારા ઉત્પત્તિ સ્થાનને મેળવી આગલ આયુષ્ય પ્રાપ્ત કરે છે. બે ત્રણ અથવા ચાર સમયવાળી વક્રગતિથી જે વાણિમુકતા, લાંગલિકા અને ગેાત્રિકા લક્ષણવાળી હાય છે, ગતિ કરે છે તેા વળાંક શરૂ થવાના સમયે આગામી આયુષ્યને પ્રાપ્ત કરી લે છે. તે જ સમયે આનુપૂર્વી નામ કમ'ના ઉદય થાય છે.
શકા——જેમ ઋનુગતિમાં આનુપૂર્વી નામ કર્મના ઉદય વગર જ જીવ પોતાના ઉત્પત્તિ ક્ષેત્રમાં પહોંચી જાય છે તેવી જ રીતે વક્રગતિ કરીને પણ આનુપૂર્વી નામ કમ વગર જ ઉત્પત્તિ ક્ષેત્રમાં કેમ પ્રાપ્ત થઈ જતા નથી ?
સમાધાન—ઋજુગતિમાં પૂર્વ ભવ સંબંધી આયુષ્યના વ્યવહારથી જ જીવનું ગમન થાય છે જ્યાં પૂર્વભવના આયુષ્યના ક્ષય થઇ જાય છે ત્યાં જ આનુપૂર્વી નામકના, જે રસ્તામાં પડેલી લાકડી જેવુ છે તેના ઉદય થાય છે. આ રીતે વક્રગતિમાં વમાન લવના આયુષ્ય કર્માંના ક્ષય થવાથી આનુપૂર્વી નામ કમના ઉદય થાય છે.
પ્રાણાપાન અર્થાત્ ઉચ્છવાસ અને વિશ્વાસને યાગ્ય પુદ્ગલાને ધારણ કરવાની શક્તિ ઉત્પન્ન કરનાર કમ ઉચ્છવાસ નામ કમ કહેવાય છે. આતપના સામર્થ્યના જનક કમ આતપ નામકમ છે. પ્રકાશની શક્તિ ઉત્પન્ન કરનાર ઉદ્યોત નામ કમ છે. લબ્ધિ શિક્ષા (શિક્ષણ) અગર ઋદ્ધિના પ્રભાવથી આકાશમાં વિહાર કરવાની શક્તિ ઉત્પન્ન કરનાર કમ હિંગગતિ અથવા વિહાયે ગતિ નામ કમ કહેવાય છે. પ્રશસ્ત વિહાયેાગતિ હુંસ આદિની મેહક ચાલ અને અપ્રશસ્ત વિહાયેાગતિ ઉંટ વગેરેની વાંકી ચાલ સમજવા, એઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવ ત્રસ કહેવાય છે. જે કના ઉદયથી ત્રસ પર્યાયની પ્રાપ્તિ થાય છે તે ત્રસ નામ કમ છે.
જે કર્માંના ઉદયથી સ્થાવર પર્યાયની પ્રાપ્તિ થાય તે સ્થાવર નામક છે-સૂક્ષ્મ શરીરને પિતા સૂક્ષ્મ નામ કમ છે. જેના ઉદયથી ખાદર શરીર ઉત્પન્ન થાય તે ખાદનામ કમ કહેવાય છે.
પર્યાપ્ત નામ કર્મનું વિવેચન—જે કર્માંના ઉદયથી પાત-પેાતાને યાગ્ય પર્યાપ્તિએની પૂર્ણતા થાય તે પર્યાપ્તિ નામ કમ કહેવાય છે. પર્યાપ્તિએ પાંચ છે—આહારપર્યાપ્તિ, શરીરપર્યાપ્તિ, ઇન્દ્રિયપર્યાપ્તિ, ભાષામણવજત્તિ અને ભાષામન:પર્યાપ્તિ, આત્માની ક્રિયાની સમાપ્તિને પર્યાપ્તિ કહે છે. આવી રીતે પર્યાપ્તિ આત્માનું એક પ્રકારનું કરણ છે તે કરણથી આત્મામાં આહાર વગેરેને ગ્રહણ કરવાની શક્તિ ઉત્પન્ન થાય છે, તે કરણ જે પુદ્ગલાથી ઉત્પન્ન થાય છે તે પુદ્દગલ આત્મા મારફતે ગૃહીત થઈને અને વિશિષ્ટ પરિણામથી પરિણત થઈને પર્યાપ્તિ કહેવાય છે. મનઃ પર્યાપ્તિ ઈન્દ્રિય પર્યાપ્તિમાં સમાયેલી છે આથી તેની જુદી ગણત્રી કરવામાં આવી નથી.
૨૫
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧