Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ નામકર્મના બેંતાલીસ ઉત્તરપ્રકૃતિનું કથન સૂ. ૧૧ ૧૯૧
એકેન્દ્રિયજાતિ વગેરે પાંચ પ્રકારની જાતિઓમાં સ્ત્રી, પુરુષ, નપુંસક લિંગની વ્યવસ્થાનું નિયમન કરવાવાળા અને અમુક પ્રકારનાં અવયની રચનાની વ્યવસ્થાનું નિયામક નિર્માણ નામકર્મ છે. નિર્માણનામકર્મના ઉદયથી જ સઘળાં જીવને પોત પોતાના ઢગના શરીર અવયની રચના હોય છે આ નિર્માણ નામ કર્મ મહેલ મકાન વગેરે બનાવનાર કુશળ કારીગર જેવું છે.
શરીર નામ કર્મના ઉદયથી શરીરે ગ્ય પગલેને ગ્રહણ કરી લીધાં, તેઓ આત્મપ્રદેશેમાં સ્થિત પણ થઈ ગયા અને શરીરના આકારમાં પરિણત થઈ ગયા પરંતુ તેમને લાખ અને લાકડાની જેમ અરસપરસ અવિયેગ (એકમેક રૂપ) કરનાર બધન નામ કર્મ વગેરે ન હેત તે રેતીથી બનેલા પુરુષની જેમ શરીર વિખરાઈ જાત. તાત્પર્ય એ છે કે જેવી રીતે રેતીના કણ એકબીજામાં મળેલા હોવા છતાં પણ જુદા જુદાં રહે છે તેવી જ રીતે શરીરના પુદ્ગલ પૃથફ-પૃથક્ જ ન રહી જાય એ માટે બધન નામને સ્વીકાર કરવામાં આવેલ છે. બન્ધન નામ કર્મ પણ ઔદ્યારિક આદિ શરીરની જેમ પાંચ પ્રકારના છે.
લાખ અને લાકડાની માફક પરસ્પર બદ્ધ પુદ્ગલની જે પ્રગાઢ રચના વિશેષ છે તેને સંઘાત કહે છે. તાત્પર્ય એ છે કે આત્માની દ્વારા ગૃહીત પુદ્ગલોને બન્ધન નામ કર્મ દ્વારા પરસ્પરમાં બન્યું તે થઈ જાય છે પરંતુ તે બન્શનમાં પ્રગાઢતા લાવનાર સંઘાત નામ કર્મ છે આથી જે કર્મના ઉદયથી ઔદ્યારિક વગેરે શરીરની ગાઢી રચના થાય છે તે સંઘાત નામકર્મ કહેવાય છે. જેમ લાકડામાં અથવા માટીના પિન્ડમાં એક પ્રકારની સઘનતા હોય છે તે પ્રકારની સઘનતા શરીરપુદ્ગલોમાં પણ જોવામાં આવે છે. આ સઘનતા સંઘાત લેભ કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે સંઘાત નામ કર્મ પણ શરીર નામ કર્મની માફક ઔદારિક વગેરેના ભેદથી પાંચ પ્રકારનું છે.
અગર સંઘાત નામ કમ ન હેત તે શરીરમાં જે મજબુતાઈ જેવામાં આવે છે તે ન હોત.
સંહનન નામ કર્મ છ પ્રકારના છે–વજી,-શષભનારાચ–સંહનન, વજને અર્થ કીલિકા 2ષભને અર્થ પરિવેઝન પટ્ટ છે, નારાચને અર્થ બંને બાજુ મર્કટ બન્ધ છે આવી રીતે આ પદોને અર્થ થયા. સંહનનને અર્થ કરવામાં આવે છે. જેમાં બે હાડકાઓ બંને તરફ મર્કટ બન્ધથી બાંધેલા હોય અને પછી પાટાની આકૃતિવાળું બીજું હાડકું તેને વીંટાયેલું હોય, તેની ઉપર તે ત્રણ હાડકાઓને ખીલીના આકારની વજી નામની ત્રીજી હાડકી લાગેલી હોય તે બધન વિશેષને વજ ઋષભનારા સંહનન કહેવામાં આવે છે. (૧) જેમાં હાડકાઓ બધાં ઉપર જણાવવા મુજબના હોય પરંતુ વજાકાર ખીલી માત્ર ન હોય તે-બન્ધન વિશેષને ઋષભનારાચ સંહનન કહે છે. (૨) જેમાં બંને બાજુએ મકબબ્ધ હોય તેને નારાચસંહનન કહે છે. (૩) જેમાં એક બાજુએ તે મર્કટબધ હોય, બીજી બાજુએ ખીલી હોય તે તેને અર્ધનારાચસંહનન કહે છે, (૪) જેમાં બે હાડકાઓને સાંધે ખીલીથી બાંધેલ હોય તેને કીલિકા સંહનન કહે છે. (૫) જેમાં હાડકાઓને ટોચ ભાગ પરસ્પરમાં સ્પર્શ માત્રથી મળેલા હોય તેને સેવાર્તા સંવનન કહે છે (૬).
સંસ્થાન નામ કમના છ ભેદ છે–સમચતુરસસંસ્થાન આદિ અહીં સંસ્થાનને આશય છે–આકાર અર્થાત્ અમુક આકારમાં શરીરની રચના હેવી. તાત્પર્ય એ છે કે શરીરને અનુકુળ
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧