Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ અ. ૪. પચીસ ભાવનાઓનું નિરૂપણ સૂ. ૧૨ ૨૨૫
પાંચ વ્રતની કુલ આ પચીશ પ્રકારની ભાવનાઓ છે ૧૨
તત્ત્વાર્થનિર્યક્તિ–પહેલાં પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ મહાવ્રતનું પ્રરૂપણ કરવામાં આવ્યું, તે તેને દઢ કરવા કાજે પ્રત્યેક વ્રતની પાંચ-પાંચ ભાવનાઓ કહીએ છીએ
તે પૂર્વોક્ત તેને સ્થિર રાખવા માટે ઈર્યા વગેરે પચીશ ભાવનાઓ કરવી જોઈએ.
સર્વથા પ્રાણાતિપાતવિરમણ આદિ પાંચ મહાવ્રતની તથા એકદેશ પ્રાણાતિપાત વિરમણ રૂપ અણુવ્રતની સ્થિરતા-દઢતા માટે નીચે લખેલી ભાવનાઓનું સેવન કરવું જોઈએ.
(૧) ઈસમિતિ (૨) મગુપ્તિ (૩) વચનગુપ્તિ (૪) એષણા (૫) આદાન નિક્ષેપણુ (૬) આલેચ્ચસંભાષણ–સમજી વિચારીને બોલવું (૭) કેંધનો ત્યાગ (૮) લેભનો ત્યાગ (૯) ભયને ત્યાગ (૧૦) હાસ્યનો ત્યાગ (૧૧) અઢાર પ્રકારથી વિશુદ્ધ વસતી (સ્થાન)નું સેવન (૧૨) દરરોજ અવગ્રહની યાચના કરીને ઘાસ લાકડાં વગેરે એકઠા કરવા (૧૩) પીઠ--ફલક વગેરે માટે વૃક્ષ વગેરે કાપવા નહીં (૧૪) સાધારણ ભેજનનું વધારે પ્રમાણમાં સેવન ન કરવું (૧૫) સાધુઓની સેવા કરવી (૧૬) સ્ત્રી, પશુ અને પંડક (નપુંસક-ફાતડા)ના સંસર્ગવાળા શયન આસન સ્થાનનું સેવન ન કરવું (૧૭) રાગપૂર્વક સ્ત્રિઓની કથા ન કરવી (૧૮) સ્ત્રીઓની મનહર ઇન્દ્રિયાનું અવકન ન કરવું (૧૯) ભૂતકાળમાં ભેગવેલા ભેગે યાદ ન કરવા (૨૦) દરરોજ ભારે ભોજનને ત્યાગ કરે (૨૧-૨૫) મનેઝ સ્પર્શ—રસ-ગલ્પ–વર્ણ અને શબ્દમાં રાગ અને અમનેઝ સ્પર્શ આદિમાં ઠેષ ન કરે. આ પચ્ચીશ ભાવનાઓ છે આમાંથી પ્રારંભની પાંચ પ્રાણાતિપાતવિરતિની છે. બીજી પાંચ અસત્યવિરમણમહાવ્રતની, ત્રીજી પાંચ અદત્તાદાન મહાવ્રતની એથી પાંચ બ્રહ્મચર્યમહાવ્રતની અને છેલ્લી પાંચ પરિગ્રહ પરિત્યાગમહાવ્રતની છે એનું સ્પષ્ટીકરણ આ રીતે છે–(૧) ઈસમિતિ-ઈને અર્થ છે ગતિ કરવી. ગમનમાં સમિતિ અર્થાત સંગતતા અથવા શાક્ત પ્રવૃત્તિ હેવી ઈસમિતિ છે, તાત્પર્ય એ છે કે ઉપયોગ સાથે ચાર હાથ જમીનને જોતા થકા, સ્થાવર અને ત્રસ જીવોને બચાવતા થકા અપ્રમત્ત થઈને ચાલવું જોઈએ.
મનગુમિ-મનની રક્ષા કરવી આધ્યાન અને રૌદ્રધ્યાન ન થવા દેવું, ધર્મધ્યાનમાં મનને લગાવવું.
(૩) વચનગુમિ-વચનને નિરોધ કરીને મૌનવ્રત ધારણ કરવું અથવા જરૂરત પડયે સમજી વિચારી હિત-મિત ભાષણ કરવું.
(૪) એષણસમિતિ-શુદ્ધ આહાર આદિની ગવેષણ કરવી. એષણા ત્રણ પ્રકારની છે ગવેષણ, ગ્રહણષણ, ગ્રામૈષણ. જે એષણામાં જતના રાખતા નથી તે છ કાયના જીન ઘાત કરે છે આથી તેનાથી બચવા માટે સર્વે ઈન્દ્રિયોથી ઉપયોગ લગાવીને એષણસમિતિનું પાલન કરવું જોઈએ.
(૫) આદાનનિક્ષેપણસમિતિ–સાધુવેશ જૈવિક અને ઔપગ્રાહિક કારણ પડવાથી જે લેવામાં આવે બંને પ્રકારની ઉપધિને રાખવા તથા ઉઠાવવામાં જતના કરવી અર્થાત્ આગમક્ત વિધિથી તેમનું પ્રતિલેખન કરીને અને પ્રમાર્જન કરીને રાખવી તથા ઉપાડવી જોઈએ.
આલેક્તિપાન ભેજન–દરેક ઘરમાં વાસણમાં પડેલા આહારને આંખો વડે જોઈ-તપાસી ૨૯
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧