Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ અ. ૪ પાપાચાર કરવાથી ચતુતિભ્રમણનું કથન સૂ. ૧૩ ૨૩૧
તરે છે. પરલેકમાં નારકી સંબંધી તીવ્ર યાતનાઓ તેને ભેગવવી પડે છે. દુનિયા લાલચુ કહીને તેની નિન્દા કરે છે આથી પરિગ્રહથી ફારેગ થઈ જવું જ કલ્યાણકારી છે. આ જાતની ભાવના કરવાથી જીવ પરિગ્રહથી નિવૃત્ત થઈ જાય છે.
લેભના અંગ જેવી આ જે તૃષ્ણા રૂપી ડાકણ છે, એને તાબે થઈ જનારા પુરુષે કઈ પ્રકારના અનર્થોની ફિકર કરતાં નથી ! તેમને આમાં કઈ અનર્થ જ દેખાતું નથી. લેભગ્રસ્ત માનવી ધન કાજે પોતાના પિતાના પણ પ્રાણ હરી લેવાથી ખચકાતો નથી અને તે પિતાની જનેતાને પણ મારે છે અને મારી નાખે છે પોતાના દિકરાને વધ કરવા પણ તત્પર થઈ જાય છે. એક માતાના ળિએ જન્મેલા સગા ભાઈને પણ નાશ કરવાનો વિચાર કરે છે. આ માટે વિશેષ શું કહી શકાય. પોતાની પ્રાણવલ્લભા પત્નીના પ્રાણ પણ હરી લેવાની હદ સુધી જાય છે અને આવી જ જાતના અન્યાય અનર્થો પણ કરવામાં સંકોચ અનુભવતો નથી. લોભી મનુષ્ય કાર્ય અને અકાર્યને કશું જ ગણતો નથી.
આ રીતે જે પુરુષે લેભજન્ય અનર્થોનું ચિંતન કરે છે તે પરિગ્રહથી વિરત થઈ જાય છે. આ સિવાય એવી ભાવના પણ ભાવવી જોઈએ કે આ હિંસા આદિ પાંચે પાપ દુઃખ
સ્વરૂપ જ છે.
જેમ હિંસા આદિ પાંચે દુખજનક હોવાના કારણે મને અપ્રિય છે તેવી જ રીતે અન્ય સઘળાં પ્રાણિઓને પણ વધ, બન્ધન છેદન ભેદન આદિથી થનારી હિંસા આદિ અપ્રિય છે. આવી રીતે પોતાના સ્વાનુભવથી જે હિંસાને દુઃખમય વિચારે છે, તે પ્રાણાતિપાત આદિથી નિવૃત્ત થઈ જાય છે.
એવી જ રીતે જેમ અસત્યભાષણથી મને મહાન દુઃખ ઉત્પન્ન થાય છે તેવી જ રીતે સમસ્ત પ્રાણિઓને અસત્યભાષણથી તથા મિથ્યાદિષારોપણ આદિથી ઘેર કષ્ટ પહોંચે છે. આ જાતને વિચાર આ જ લેકને ધ્યાનમાં રાખીને કર જોઈએ.
અસત્યભાષી પુરુષ મૃત્યુની પછી જ્યાં જન્મ ધારણ કરે છે ત્યાં તેને અસત્ય ભાષણ, મિથ્યા દોષારોપણ વગેરેને એવી જ રીતે પ્રતિકાર કરવો પડે છે જે તેને પૂર્વે જાતે કર્યો? હતું. આથી તેને મહાન દુઃખને અનુભવ કરે પડે છે.
આવી જાતની ભાવના સેવનાર મિથ્યાભાષણથી નિવૃત્ત થઈ જાય છે જેવી રીતે ચોરલુંટારાઓ દ્વારા અગાઉ મારા ધનના અપહરણથી મને દુઃખ થયું હતું તેવી રીતે જ અન્ય જોને પણ તેમના ધનનું અપહરણ થવાથી દુઃખ થાય છે. આ જાતના આત્માનુભવના આધારે જે પુરુષ ભાવના ભાવે છે તે અદત્તાદાનથી નિવૃત્ત થઈ જાય છે.
આવી જ રીતે જે વ્યક્તિ મૈથુનને રાગ-દ્વેષના મૂળ તરીકે, હિંસા વગેરેની દુ:ખજનક તથા લેક અને સમાજમાં ધિક્કાર-પાત્ર હોવાના કારણેને દુઃખજનક રૂપે હોવાની ચિંતવણા કરે છે તે મિથુનથી વિમુખ થઈ જાય છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષા રાખનારા કર્મોના ક્ષેપશમ આદિ આત્યન્તિક સુખ ઉત્પન્ન કરવામાં સમર્થ થતાં નથી તે તે થોડા સમય માટે દુઃખને પ્રતિકાર માત્ર કરે છે આથી મૂઢ જન તે અવસ્થા-વિશેષને, દુઃખરૂપ હોવા છતાંપણ સુખમય માને છે.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧