Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૦૬
તત્ત્વાર્થસૂત્રને (૪) ક્યાં ગુણોવાળા પુદ્ગલને બન્ધ થાય છે ?
(૫) જે આકાશપ્રદેશમાં કર્મવગણના પુદ્ગલ અવગાહે છે તે જ આકાશપ્રદેશમાં સ્થિત આત્મા, ત્યાંને ત્યાં જ, તેને બાંધી લે છે અથવા બાહ્ય આકાશપ્રદેશમાં સ્થિત પુદ્ગલેને ખેંચીને ધારણ કરે છે?
(૬) શું ગતિપરિણત પુદ્ગલ બાંધેલા હોય છે ? અથવા સ્થિતિ-પરિણત-સ્થિર પુદ્ગલેને બબ્ધ થાય છે ?
(૭) બંધાવાવાળા પુદ્ગલે સમસ્ત આત્મપ્રદેશમાં બંધાય છે અથવા આત્માને એકએક પ્રદેશમાં બંધાય છે ?
(૮) કાર્મણવર્ગણાના તે પગલે સંખ્યાતપ્રદેશ અથવા અસંખ્યાતપ્રદેશી હોય તે બધાય છે અગર અનન્તપ્રદેશી હોય તે જ તેમને બધે થાય છે?
આ આઠ પ્રશ્નોના જવાબ કમશઃ આ રીતે છે–
(૧) કામણવગણના તે યુગલ નામ-પ્રત્યય બાંધે છે અર્થાત જે પ્રકૃતિનું જે નામ છે તેને અનુસાર જ બાંધે છે.
(૨) બધી દિશાએથી–બધી બાજુથી બંધાય છે.
(૩) બધાં જીવેના વેગને વ્યાપાર સમાન હેતું નથી કેઈ જીવના ગનો વ્યાપાર તીવ્ર હોય છે તે કેઈન હેગને વ્યાપાર મન્દ હોય છે. તીવ્રતા અને મન્દતામાં પણ અનેક શ્રેણીઓ હોય છે આથી બધા નો પ્રદેશ બન્ધ સરખો હેત નથી પરંતુ યોગની અસમાનતાના કારણે અસમાન હોય છે. જેની પ્રવૃત્તિ તીવ્ર હોય તે અધિક પુદ્ગલપ્રદેશને બંધ થાય છે અને જે મન્દ હોય છે તે ઓછા પ્રદેશ બંધાય છે.
(૪) સૂમ પુદ્ગલેને જ બન્ધ થાય છે.
(૫) એક ક્ષેત્ર અવગાઢ પુદગલ જ બંધાયેલા હોય છે અર્થાત જ્યાં આત્માના પ્રદેશ છે ત્યાં જ અવગાઢ પુદ્ગલ આત્મપ્રદેશની સાથે લિષ્ટ થઈ જાય છે; આમ-તેમથી આકર્ષિત થઈને બંધાતા નથી.
(૬) જે કર્મ પુદ્ગલ સ્થિત હોય અર્થાત્ ગમન ન કરતાં હોય તેમને જ બન્ધ થાય છે.
(૭) તે પુદ્ગલેન બન્ધ આત્માના બધાં જ પ્રદેશમાં થાય છે. જેમ અગ્નિમાં તપેલા લોખંડના-ગળાને પાણીમાં છોડી દેવામાં આવે છે તે પિતાના બધાં પ્રદેશથી પાણીને ગ્રહણ કરે છે તેવી જ રીતે આત્મા પોતાના બધાં જ પ્રદેશથી કર્મ પુદ્ગલેને ધારણ કરે છે.
(૮) અનન્તાનન્ત પ્રદેશી પુદ્ગલ જ બંધાય છે.
આ પૂર્વોક્ત આઠ પ્રશ્નોના ઉત્તર છે. એનો આશય એ છે કે આત્માની સાથે બંધાનારા પુદ્ગલ નામ પ્રત્યય હોય છે અર્થાત પિત–પિતાના અર્થ અનુસાર નામવાળા કર્મોને કારણ હોય છે. આવા પુગલ વગર જ્ઞાનાવરણ આદિ કમેને ઉદય વગેરે થઈ શક્તો નથી જેમ મુક્તાત્માને ઉદય વગેરે થતાં નથી તેમ. અથવા નામ જેમને પ્રત્યય અર્થાત કારણ છે તે નામ પ્રત્યય કહેવાય છે. ગતિ, જાતિ વગેરે નામ કમ–દારિક શરીર આદિ યોગ કર્મના કારણ
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧