Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૧૬,
તત્વાર્થસૂત્રને તત્ત્વાર્થનિર્યુકિત–પહેલા બતાવાયું છે કે–અલ્પારંભ, અલ્પપરિગ્રહ, સ્વભાવની ભદ્રતા વગેરે કારણોથી મનુષ્યાય કર્મ બંધાય છે હવે સરાગસંયમ વગેરેનું દેવાયુ કર્મ બાંધવાના કારણે કહીએ છીએ-સરગસંયમ વગેરે કારણોથી દેવાયુ કર્મ બંધાય છે.
હિંસા, અસત્ય, ચેરી, મૈથુન અને પરિગ્રહ આ પાંચ પાપથી પૂર્ણ રૂપથી વિરત થવું પંચમહાવ્રત રૂપ સંયમ કહેવાય છે. આ સંયમ જ્યારે સંજવનલકષાય રૂપ રાગથી યુક્ત હોય છે ત્યારે સરોગસંયમ કહેવાય છે.
સૂત્રમાં પ્રયુક્ત “આદિ શબ્દથી સંયમસંયમ, અકામનિર્જરા અને બાળપ સમજવા જોઈએ. આમાંથી સંયમસંયમન અર્થ છે સ્થૂળપ્રાણાતિપાત વગેરેથી નિવૃત્તિરૂપ દેશવિરતિ અર્થાત આણવત્ત આદિનું પાલન કરવું. દેશવિરતિ, સર્વવિરતિનું અંશિકરૂપ છે, આથી તેને આણવત્ત પણ કહે છે આવી રીતે પૂર્ણ રૂપથી અર્થાત્ ત્રણ કરશું અને ત્રણ યોગથી હિંસા વગેરેને ત્યાગ કરવો મહાવ્રત્ત છે. અને બે કરણ ત્રણ ગ આંશિક રૂપથી તેજ પાપને ત્યાગ કરે અણુવ્રત આને જ દેશવિરતિ અથવા સંયમસંયમ પણ કહે છે. - ત્રીજું કારણ છે અકામનિર્જરા વગર ઈચ્છા એજ જે કર્મનિર્જરા થાય છે તે અકામનિજ રે કહેવાય છે. કામ અર્થાત્ ઈચ્છા અથવા સમજી-વિચારીને કોઈ કાર્ય કરવું. વગર કામનાએ જ જે નિર્જરા થાય છે તેને અકામનિર્જરા કહે છે. પરાધીનતાના કારણે અથવા તે કેઈના અનુરોધ–આગ્રહને વશ થઈ આહાર વગેરેને ત્યાગ કરવાથી ભૂખ સહન કરી લેવા વગેરેથી થાય છે.
મિથ્યાદર્શનના સહવત્તી રાગ તથા શ્રેષથી જે યુક્ત છે, જે તત્ત્વજ્ઞાનથી વિમુખ છે, મૂઢ કે, કુતત્વના આગ્રહને તાબે થઈને પ્રવૃત્તિ કરે છે, જે વસ્તુસ્વરૂપથી ઊંધું જ્ઞાન સંપાદન કરે છે અને ધર્મ સમજીને ઠંડી, ગરમી વગેરેને સહન કરે છે અને અજ્ઞાતકષ્ટસહન કરે છે અથવા આવી જ જાતના અન્ય વિપરીત કૃત્ય કરે છે, તે પુરુષની તપસ્યાને બાલ તપ અર્થાત અજ્ઞાનતપ કહે છે.
આશય કહેવાનું એ છે કે સરાગસંયમ, સંયમસંયમ અકામનિર્જરા અને બાલત૫ આ ચાર કારણોથી દેવાયુષ્ય કર્મ બંધાય છે. આવી જ રીતે ધર્મશ્રવણ કરવાથી ત:કરવાથી બાર પ્રકારની ભાવનાઓને ચિંતવવાથી અથવા તપમાં ભાવના રાખવાથી, યોગ્ય પાત્રને દાન આપવાથી તથા સમ્યક્દર્શન આદિ કારણેથી પણ દેવાયુષ્ય કર્મ બંધાય છે.
સ્થાનાંગસૂત્રના ચોથા સ્થાનના ચોથા ઉદ્દેશકમાં કહ્યું છે–ચાર કારણેથી જીવ દેવાયુકર્મ બાંધે કે– (૧) સરાગસંયમથી (૨) સંયમસંયમથી (૩) બાલતપનું આચરણ કરવાથી (૪) અકામનિર્જરાથી
સમ્યકત્વથી પણ દેવાયુ કર્મ બંધાય છે પ્રજ્ઞાપના સૂત્રના ૬ ઠા પદમાં કહ્યું છે–
જે વૈમાનિક દેવ. સમ્યગદષ્ટિ, પર્યાપ્ત, સંખ્યાત વર્ષના આયુષ્યવાળો, કર્મભૂમિજ, ગર્ભ મનુષ્યથી આવીને ઉત્પન્ન થાય છે તે શું સંયતસમ્યક્દષ્ટિએથી આવીને ઉત્પન્ન થાય છે અથવા અસંયત સમ્યક્રદૃષ્ટિએથી આવીને અથવા સંયતાસંયત સમ્યક્રદષ્ટિએને આવીને ઉત્પન્ન થાય છે? આના જવાબમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! ત્રણેથી જ આવીને ઉત્પન્ન થાય
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧