Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
w
તત્વાર્થસૂત્રને જે ક્યાય સંસારથી વિરક્ત અને સમસ્ત પાપથી રહિત સાધુને પણ સંજવલિત કરે છે અર્થાત મુનિ–અવસ્થામાં પણ જેમની સત્તા રહે છે તેમને સંજવલન કષાય કહે છે.
સંજ્વલન રૂપ કષાયને સંજ્વલન કષાય કહે છે. આવી રીતે અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન અને સંજવલન કષાયના કોધ આદિ ચારચાર ભેદ થવાથી બાર ભેદ થાય છે. એમાં અનંતાનું બંધી ના પહેલાના ચાર ભેદ મેળવવાથીને કષાય મેહનીયના સેળભેદ થાય છે. અપ્રત્યાખ્યાન ક્રોધ, માન, માયા અને લેભના ઉદાહરણ આ રહ્યાંકોનો સ્વભાવ તળાવની ફાંટ જે (૨) માનને સ્વભાવ હાડકાના થાંભલા જેવો (૩) માયાને સ્વભાવ ઘેટાના શિંગડા જેવો તથા (૪) લેભને સ્વભાવ કર્દમ રાગ જેવો હોય છે અર્થાત અપ્રત્યાખ્યાન કોધને સ્વભાવ તળાવની તડ, માનને સ્વભાવ હાડકાના થાંભલા માયાને સ્વભાવ ઘેટાના શિંગડા તથા લાભને સ્વભાવ કર્દમ રાગ જેવો હોય છે.
પ્રત્યાખ્યાન કષાયના કોધ માન વગેરેના ઉદાહરણ છે-કોનો સ્વભાવ રેતીમાં અકેલી લીટી, માનને સ્વભાવ લાકડાનો થાંભલે માયાને સ્વભાવ ચાલતા બળદના મૂત્ર, લેભને સ્વભાવ ખંજન રાગ જેવો હોય છે. સંજવલન કો પાણીમાં દરેલી રેખા, માનને સ્વભાવ ઘાસને થાંભલે, માયાને સ્વભાવ વાંસની છોલેલી પાતળી ચામડી, લોભને સ્વભાવ પતંગીઆના રંગ જે હોય છે. આ રીતે કષાય વેદનીયના સેળ ભેદનું નિરૂપણ કર્યું.
હવે નવ પ્રકારના નોકપાય કર્મનું પ્રતિપાદન કરીએ છીએ–(૧) હાસ્ય (૨) રતિ (3) અરતિ (૪) શેક (૫) ભય (૬) જુગુપ્સા (૭) પુરુષવેદ (૮) સ્ત્રીવેદ અને (૯) નપુંસકવેદ.
કષાયને એક દેશ હેવાથી અથવા કષાય વિશેષ હોવાથી હાસ્ય આદિને અકષાય કહેવામાં આવે છે અથવા “અ” શબ્દ અને મિશ્ર અર્થમાં લેવામાં આવેલ છે. આ આશય એ છે કે કષાયની સાથે મળીને જ હાસ્ય વગેરે પિતાના કાર્ય કરવામાં સમર્થ થાય છે. કષાયના અભાવમાં હાસ્ય વગેરે પિતાનું કાર્ય સંપાદન કરવામાં સ્વતંત્રપણે શક્તિમાન થતા નથી.
કવાય જે દેશવાળ હોય છે તેના મિત્ર હાસ્ય વગેરે પણ તે જ દોષને ઉત્પન્ન કરે છે આવી સ્થિતીમાં અનન્તાનુબન્ધી આદિથી સહચરિત હાસ્ય વગેરે પણ તેના જેવાજ સ્વભાવ વાળા હોય છે.
આથી આ હાસ્ય વગેરેને પણ ચારિત્રના ઘાતક હોવાના કારણે કષાયની બરાબર જ સમજવા જોઈએ બીજાઓએ પણ કહ્યું છે–આ હાસ્ય કલાના સાથી હોવાના કારણે તથા કષાયને પ્રેરણા કરનાર અર્થાત્ ભડકાવવાવાળા હોવાથી નેકષાય કહેવામાં આવ્યા છે . ૧
હાસ્ય કષાય મોહનીયના ઉદયથી બાહ્ય તેમજ આત્યંતર વસ્તુઓમાં આસક્તિ પ્રીતિ ઉત્પન્ન થાય છે અથવા ઈષ્ટ રૂપ-રસ આદિમાં આસક્તિરૂપ પ્રીતિ થાય છે. અરતિ નેકષાય મેહનીયના ઉદયથી ધર્મ પ્રત્યે અરૂચિ ઉદ્દભવે છે. શેક કષાયમેહના ઉદયથી મનુષ્ય વિલાપ કરે છે પિતાના માથા વગેરે અવયવોને કુટે છે, ટાઢી શ્વાસ લે છે, રડે છે અને ધરતી પર આળોટે છે.
ભય નેકષાયમહનીયના ઉદયથી ઉદ્વિગ્ન થાય છે. ગભરાય છે, પીડાય છે, કાંપવા લાગે છે. જુગુપ્સા નેકષાયમેહના ઉદયથી શુભ અને અશુભ દ્રવ્યના વિષયમાં નફરત જાગે છે. પુરુષવેદ નેકષાયમેહનીયના ઉદયથી સ્ત્રીઓની અભિલાષા થાય છે જેવી રીતે કફના પ્રકોપવાળાને કેરી
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧