Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ અ. ૩ મેહનીય નામનીમૂળ કર્મ પ્રકૃતિના ભેદોનું નિરૂપણ સૂ. ૯ ૧૮૭ ગતિમાં ઉત્પન થાય છે એવી જ રીતે પૂર્વોક્ત ક્રોધની જેમ ઘેટાના શીંગડાની જેમ ત્રણ પ્રકારની માયા માટે પણ યથાયોગ્ય સમજી લેવાનું છે. માયાના અનેક પર્યાયવાચક શબ્દ છે દા. ત. નિકૃતિ વંચના, દંભ દશે, પ્રપંચ, વગેરે આ શબ્દોથી માયાના અનેક રૂપોને પણ સમજી શકાય છે.
લેભ પણ ચાર પ્રકાર છે અનન્તાનુબન્ધી લેભ, અપ્રત્યાખ્યાની લોભ, પ્રત્યાખ્યાની લેભ અને સંજ્વલન લાભ આ ચારેય પ્રકારના લોભ ક્રમશઃ તીવ્ર મધ્ય વિમધ્ય અને મન્દ હોય છે. એ કરમીઆ રંગની જેમ કર્દમરાગની જેમ ખંજન રાગની જેમ અને હળદરના રંગ જેવા છે. કરંજી રંગની સમાન તીવ્ર અનન્તાનુબધી લાભ મરણપર્યન્ત દૂર થતું નથી. આ લેભને અનુસરનાર પ્રાણી મૃત્યુ પછી નરકગતિમાં ઉત્પન્ન થાય છે. કઈમરાગની જેમ અપ્રત્યાખાની લેભ એક વર્ષ સુધી શેકાય છે. આ લેભને વશ થઈને મરનાર પ્રાણી તિર્યચનિમાં ઉત્પન્ન થાય છે. ખંજન રાગની જેમ વિમધ્ય પ્રત્યાખ્યાની લેભ ચાર માસ સુધી રહે છે આ લાભનું અનુસરણ કરીને મરનારા પ્રાણી મૃત્યુ બાદ મનુષ્યગતિમાં ઉત્પન્ન થાય છે. આવી જ રીતે હળદરના રંગના જે મન્દ સંજ્વલન લેભ ઉત્પત્તિ બાદ શીધ્ર જ દૂર થઈ જાય છે. આ લેભને વશ થઈને મારનારા છ મરણાંતરે દેવગતિમાં ઉત્પન્ન થાય છે. આ ફોધ માન માયા અને લેભ કષાયેના વિરોધી ભાવ અનુકમથી ક્ષમા મૃદુતા ઋજુતા અને સન્તોષ છે. ક્ષમા આદિ વિરોધી ભાવનું અવલમ્બન કરીને ક્રોધ વગેરે કષાયને પ્રતિઘાત કરી શકાય છે.
તાત્પર્ય એ છે કે કોઇના પ્રતિઘાતનું કારણ ક્ષમા છે. માનના પ્રતિઘાતનું કારણ માર્દવ છે. માયાના પ્રતિઘાતનું કારણ આર્જવ (સરળતા) છે. લેભના પ્રતિઘાતનું કારણ સતેષ છે.
અહીં સમજવા ગ્ય વસ્તુ એ છે કે આ બધાં કમ મેહ પ્રધાન છે, અર્થાત આઠે કમમાં મેહનીય કર્મો જ પ્રધાન છે. આ કર્મોમાં કઈ-કઈ સર્વઘાતી અને કઈ કઈ દેશઘાતી છે અર્થાત્ કોઈ આત્માના ગુણને પૂર્ણ રૂપથી ઘાત કરે છે તો કેઈક આંશિક રૂપથી ઘાત કરે છે. આ કર્મો જ નરકભવ આદિના પ્રપંચને પ્રાપ્ત કરાવવામાં કારણભૂત છે. મેહ કષાયથી ઉત્પન્ન થાય છે કષાયની વિશેષતાથી કર્મની સ્થિતિમાં વિશેષતા થાય છે. કષાયથી જ સઘળાં દુખની પ્રાપ્તિ થાય છે આથી જે મુમુક્ષુ કમેને ઘટાડે ઈરછે છે તેને ક્રોધ વગેરે કષાયે સંવર કરવાના ઉપાય ક્ષમા આદિ સગુણોને નિરંતર અભ્યાસ કરે જોઈએ વળી કહ્યું પણ છે –
આ લેકમાં જેટલું પણ ઘેર દુઃખ છે અને ત્રણે લોકમાં જે પણ ઉત્તમ સુખ છે તે બધા કષાયની વૃદ્ધિ અને નાશના કારણે જ સમજવા જોઈએ તાત્પર્ય એ છે કે જેમ જેમ કષાયોની વૃદ્ધિ થાય છે તેમ તેમ દુઃખની વૃદ્ધિ થાય છે અને જેમ જેમ કષાયને નાશ થાય છે તેમ તેમ દુઃખને નાશ થાય છે. આથી કપાયેના વિનાશ માટે નિરંતર પ્રયત્નશીલ રહેવું જોઈએ !ાલા ___ 'आउए चउविव्हे, नारगतिरिक्खमणुस्सा देवमेयओ ॥१०॥
આયુષ્ય કર્મ ચાર પ્રકારના છે–(૧) નારકાયુ (૨) તીર્થંચાયુ ૩) મનુષ્પાયુ અને (૪) દેવાયુ ૧ના
તત્વાર્થદીપિકા-પૂર્વસૂત્રમાં કર્મની ચેથી મૂળ-પ્રકૃતિ મેહનીયકર્મની અઠ્યાવીસ ઉત્તરપ્રકૃતિનું પ્રરૂપણ કરવામાં આવ્યું હવે પાંચમી મૂળ પ્રકૃતિ આયુની ચારે ઉત્તરપ્રકૃતિઓ બતાવીએ છીએ –
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧