Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ અ. ૩. મેહનીય નામનીમૂળ કર્મપ્રકૃતિના ભેદનું કથન સૂ. ૮ ૧૮૧
તત્વાર્થનિર્યુકિત–પૂર્વસૂત્રમાં વેદનીય નામની મૂળ કમ પ્રકૃતિની બે ઉત્તર પ્રવૃતિઓ દર્શાવાઈ ગઈ છે. હવે જેથી મેહનીય મૂળપ્રકૃતિની અઠયાવીસ ઉત્તરપ્રકૃતિએની પ્રરૂપણું કરવાના હેતુથી કહીએ છીએ–મેહનીય નામની મૂળ પ્રકૃતિ દર્શનમેહનીય અને ચારિત્રમેહનીય વગેરેના ભેદથી અઠયાવીશ પ્રકારની છે–
ત્રણ પ્રકારના દર્શન મેહનીય-મિથ્યાત્વમેહનીય સમ્યકત્વ મેહનીય તથા મિશ્રમોહનીય અનન્તાનુબધી અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજવલનના ક્રોધ માન, માયા, લેભ એમ સોળ કષાય મેહનીય તથા નવ નોકષાયમહનીય અર્થાતુ હાસ્ય, રતિ અરતિ શેક, ભય જુગુપ્સા સ્ત્રીવેદ પુરુષવેદ અને નપુંસકવેદ, એ બધાં મળીને મેહનીય કર્મની અઠ્યાવીસ ઉત્તરપ્રકૃતિઓ છે.
તત્વાર્થના વિષયમાં સમ્ય-શ્રદ્ધા ન હોય-વિપરીત શ્રદ્ધા હેવી મિથ્યાત્વ કહેવાય છે. જે કર્મના ઉદયથી મિથ્યાત્વની ઉત્પત્તિ થાય છે, તે મિથ્યાત્વમેહનીય કર્મ કહેવાય છે. જેના ઉદયથી સમ્યકત્વનો નાશ ન થાય પરંતુ તે કલંકિત બનેલું રહે તે સમ્યકત્વ મેહનીય કર્મ કહેવાય છે. જેના ઉદયથી સમ્યકત્વ અને મિથ્યાત્વ રૂપ સેળભેળ પરિણામ ઉત્પન્ન થાય તે સમ્યફ મિથ્યાત્વ અગર મિશ્રમેહનીય કહેવાય છે. આ ત્રણ દર્શનમેહનીયની ઉત્તરપ્રકૃતિઓ છે.
પ્રાણાતિપાત અર્થાતુ પ્રાણિવિરાધના આદિની નિવૃત્તિને ચારિત્ર કહે છે. તેને જે હિત મૂર્શિત કરે અર્થાત જે ચારિત્ર પરિણામને જાગૃત ન થવા દે તે ચારિત્રમેહનીય કર્મ કહેવાય છે.
જો કે દર્શનમોહનીય કર્મના ત્રણ ભેદ છે, અને ત્રણેમાં બન્યું હોય છે–કહ્યું પણ છે–
મિથ્યાત્વને ઉદય થવા પર જીવની દૃષ્ટિ (ચિ.પ્રતીતિ, શ્રદ્ધા) વિપરીત થઈ જાય છે તેને વાસ્તવિક ધર્મ ગમતો નથી જેમ પિત્તને પ્રપ થવા પર ઘી પણ કડવું લાગવા માંડે છે પેલા - મિથ્યાત્વની શુદ્ધિ થવા પર ગ્રંથિભેદને પાછળથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ જીવ પોતાના સમ્યક્ત્વ ગુણ દ્વારા મિથ્યાત્વ કર્મનું વિશાધન કરે છે જેવી રીતે માદક કોદ્રવ ને છાશ વગેરેથી શુદ્ધ કરવામાં આવે છે. શુદ્ધીકરણ કરવાથી જે કર્મ વિશુદ્ધ થઈ જાય છે તે સમ્યક્ત્વ મેહનીય કર્મ કહેવાય છે. અને જે સંપૂર્ણતયા અશુદ્ધ રહે છે તે મિથ્યાત્વ કર્મ કહેવાય છે ના જે અડધો શુદ્ધ હોય છે અર્થાત્ કંઈક શુદ્ધ અને કંઈક અશુદ્ધ હોય છે તે મિશ્ર કહેવાય છે. મદન-કેદ્રવની ત્રણ અવસ્થામાં હોય છે--અવિશુદ્ધ વિશુદ્ધ અને અર્ધ વિશુદ્ધ. આથી અહીં તેનું દષ્ટાંત ચલવામાં આવ્યું છે. મિથ્યાત્વ, સમ્યક્ત્વમેહ અને મિશ્ર મેહમાંથી મિથ્યાત્વના ઉદયથી તત્વાર્થમાં અશ્રદ્ધા થાય છે કારણ કે મિથ્યાત્વના ઉદયથી જીવ વિપરીત દૃષ્ટિવાળા થઈ જાય છે-ક પણ છે–
મદનકેદ્રવ....ને ખાઈને મનુષ્ય પોતાના વશમાં રહેતો નથી. શુદ્ધ કરેલા કેદ્રવ ને ખાવાવાળે મહિતમૂઢ હોતો નથી અને અર્ધશુદ્ધ કેદ્રવને ખાનારો અર્થ મૂછિત થાય છે.
જેમ દારૂ પીવાથી અથવા ધંતૂરાના ભક્ષણથી અથવા પિત્તપ્રક્ષેપથી જેની ઇન્દ્રિઓ વિક્ષિપ્ત થઈ જાય છે, એવો પુરુષ વાસ્તવિકતા અવાસ્તવિક્તાને વિવેક કરી શક્તા નથી એવી જ રીતે મિથ્યાદષ્ટિ જીવ યથાર્થ. તત્ત્વરૂપિનું વિધાન કરવાવાળા મિથ્યાત્વના ઉદયથી વિપરીત જ શ્રદ્ધા કરે છે. કહ્યું પણ છે–
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧