Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૧૬૦
તત્વાર્થસૂત્રને ઉત્તરાધ્યયન સૂત્રના ૨૪માં અધ્યયનની ૬ઠી ગાથામાં કહ્યું છે-ગુણ દ્રવ્યને આશ્રિત હોય છે અહીં દ્રવ્યના-આશ્રિત કહેવાથી ઉપલક્ષણથી ગુણોને નિર્ગુણ પણ સમજવા જોઈએ. ૩૦
તમારા પરિણામો’ |
મૂળ સવાર્થ—ધર્મ આદિ દ્રવ્યોનું પોત-પોતાના સ્વરૂપમાં હોવું તે જ પરિણામ કહેવાય છે ૩૧
તત્વાર્થદીપિકા પહેલા પરિણામને અનેક સ્થળો પર ઉલ્લેખ કરવામાં આવ્યું છે પરંતુ પરિણામને અર્થ શું છે ? એ જિજ્ઞાસાનું સમાધાન કરવા માટે કહીએ છીએ–
ધર્મ અધર્મ આકાશ આદિ દ્રવ્ય જે સ્વરૂપથી હોય છે તે સ્વરૂપનું દેવું અર્થાત સ્વરૂપની પ્રાપ્તિ પરિણામ છે તે પરિણામ બે પ્રકારના છે અનાદિ તથા સાદિ.
ધર્મ અધર્મ અને આકાશ આદિ દ્રવ્યોની ગતિ–ઉપગ્રહ સ્થિતિ–ઉપગ્રહ અને અવગાહ ઉપગ્રહ વગેરે સામાન્ય રૂપથી અનાદિ પરિણામ કહેવાય છે તે જ પરિણામ વિશેષની અપેક્ષાથી સાદિ હોય છે, જેમ માટી દ્રવ્યના પિન્ડ ઘટ, કપાલ, કપાલિકા સ્થાન કેશ શર્કરૂં અને ઉદંચન વગેરે પરિણામ થાય છે. ૩૧
તત્વાર્થનિયુકિત–પહેલા અનેકવાર પરિણામનો ઉલ્લેખ કર્યો જ છે જેમ સમગુણ સમગણવાળાના પરિણામ ને ધારણ કરે છે અને વધારે ગુણોવાળા પુદ્ગલ ઓછા ગુણવાળા પુદુંગલને પિતાના રૂપમાં પરિણુત કરી લે છે. પરિણામ શબ્દનો અર્થ શું છે? શું ધમાં સ્તિકાય તથા અધર્માસ્તિકાય વગેરે દ્રવ્ય અર્થાન્તર ભૂત પરિણામને ઉત્પન્ન કરે છે ? અથવા તે દ્રવ્ય પિતાના સ્વરૂપને પરિત્યાગ ન કરતા થકા પણ કઈને કઈ વિશિષ્ટતાને પ્રાપ્ત થઈને પરિણત થતાં રહે છે ? આ શંકાનું નિવારણ કરવા માટે પરિણામ શબ્દની વ્યાખ્યા કરાય છે.
ધર્મ અધર્મ આદિ ક દ્રવ્યને તે તે આકારથી અથતુ ગતિસહાયકત્વ, સ્થિતિસહાયકત્વ, અવગાહસહાયકત્વ, પરત્વ અપરત્વ, શરીર આદિ તથા જ્ઞાનાદિ રૂપથી થવું–આત્મલાભ-ભાવ જ પરિણામ કહેવાય છે. ધર્મ આદિ દ્રવ્ય જ વિભિન્ન આકારમાં પરિણત થતા રહે છે. તેઓ અચલ અગર કૂટસ્થ નિત્ય નથી. તેમને ન તો સર્વથા ઉત્પાદ થાય છે અથવા ને તે સર્વથા વિનાશ જ થાય છે. - આ રીતે ધર્મ આદિ દ્રવ્યની એક અવસ્થાથી બીજી અવસ્થાની પ્રાપ્તિ થવી પરિણામ છે. તેમાં ધર્મ દ્રવ્ય છે અને પુદ્ગલેની ગતિમાં તેવી જ રીતે મદદરૂપ થાય છે જેમાં પાણી જળચરજીવની ગતિમાં સહાયક થાય છે. અધર્મદ્રવ્ય તેમની સ્થિતિમાં નિમિત્ત થાય છે જેમ વટેમાર્ગુઓને રેકાવામાં છાંયડો સહાયક થાય છે. આ બંને પ્રત્યે સમસ્ત કાકાશમાં ફેલાયેલા છે. આવી જ રીતે છએ દ્રવ્યોનો જે સ્વભાવ છે, સ્વરૂપ છે, તે જ પરિણામ કહેવાય છે.
પરિણામ શબ્દને વાચાર્યે આ રીતે છે-પરિણામ–અહીં પરિ શબ્દનો અર્થ છે વ્યાપ્તિ જેમ ગુણથી પરિણતને અર્થ થાય છે-ગુણથી વ્યાપ્ત નમ્ર ધાતુનો અર્થ થાય છે-નમ્રીભાવ. ઋજુતા અથવા અવસ્થાન્તરની પ્રાપ્તિ બંને-શબ્દાંશેને આશય નિકળ્યો-સર્વત્ર અનુવર્તન કરવું. આ જ પરિણામ શબ્દનો અર્થ છે જેમ માટીને પિન્ડો, ઘટ કપાલ વગેરે બધી અવ
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧