Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ અ. ૩ બન્ધના સ્વરૂપનું નિરૂપણ
૧૬૯ કહેવાનું એ છે કે આત્મા અને શરીરના એકમેક થવાથી આગવીર્ય દ્વારા કર્મને બંધ થાય છે. કહ્યું પણ છે –
આ પ્રાયોગિક બંધ કર્તાના સામર્થ્યથી ઉત્પન્ન થાય છે અને તેના અનાગિક વીર્યથી માનેલ છે ?
અનાભોગિક વિર્ય દ્વારા રસને પચાવીને તે અનાગિક વીર્ય દ્વારા જ તેને ધાતુરૂપમાં પરિણત કરે છે. જરા
જેમ ઘડા વગેરેમાં થનારા માટીના અવયવ પિન્ડમાં સમાયેલા હોય છે તેવી જ રીતે જ્ઞાનાવરણીય આદિ કર્મોના દેશ (અવયવ) પણ સમજી લેવા જોઈએ.
કર્મ જે કે સમાહિત તથા અવિભકત છે—કામણ વર્ગણ દ્રવ્યની અપેક્ષાથી એક રૂપ છે તે પણ જિનેન્દ્રોમાં પ્રકૃતિના ભેદથી તેને આઠ પ્રકારના જોયા છે અર્થાતુ કમની પ્રકૃતિઓ આઠ હોવાથી કર્મના આઠ ભેદ માન્યા છે. પાકા
જેમ પુદગલત્વની અપેક્ષાથી બધા પુદ્ગલ દ્રવ્ય સરખા છે તે પણ તેમના વિપાકમાં તફાવત જોવામાં આવે છે. કેઈ દ્રવ્ય પિત્તકારી, કઈ કફજનક તે કઈ વાયુવર્ધક હોય છે એવી રીતે ગુણ ભેદ હોવાથી તે-તે દ્રવ્યમાં પણ ભેદ માનવામાં આવે છે. આવી જ રીતે કર્મોમાં પણ પ્રકૃતિના ભેદથી ભેદ માનવામાં આવ્યા છે.
જે કર્મની જેવી પ્રકૃતિ (ગુણ સ્વભાવ) છે તેના ફળ પણ તેવાજ હોય છે. જાંબુના વૃક્ષમાં લીંબોળી લાગતી નથી અને લીમડાના વૃક્ષમાં જાંબુ થઈ શકતા નથી.
ઠીક આવી જ રીતે જુદા જુદા પ્રકારના પિતાના પ્રયોગ રૂપી જળથી સીચેલ કર્મ રૂપી વૃક્ષ પણ પોતપોતાના સ્વભાવ અનુસાર જુદા જુદા પ્રકારના ફળોને ઉત્પન્ન કરે (૭)
સમવાયાંગ સૂત્રના પાંચમાં સમવાયમાં કહે છે – યેગથી થનારો બંધ અને કષાયથી થનારે બંધ.
આવી જ રીતે સ્થાનાંગસૂત્રના બીજા સ્થાનના બીજા ઉદ્દેશકમાં કહ્યું છે–પાપકર્મોને બે કારણોથી થાય છે–રાગદ્વેષથી રાગ બે પ્રકારના છે--માયા અને લેભ. દ્વેષ પણ બે પ્રકારના કહેવામાં આવ્યા છે–ોધ અને માન પ્રજ્ઞાપના સૂત્રના ૨૩ માં પદમાં આવી જ રીતનું પ્રરુ. પણ કરવામાં આવ્યું છે. (સૂ. ૧)
“તો રવિ પાકુ-રિફ-4g-ત્મા ઉપમેય ઈત્યાદિ
મૂળસૂત્રાર્થ–બન્ધ ચાર પ્રકારના છે–પ્રકૃતિબન્ધ, સ્થિતિબન્ધ, અનુભાગબન્ધ અને પ્રદેશબબ્ધ... રામ
તત્વાર્થદીપિકા પૂર્વ સૂત્રમાં કથિત બન્ધ એકજ પ્રકારને છે કે અનેક પ્રકારને ? એવી જિજ્ઞાસા થવાથી કહીએ છીએ. બન્ધના ચાર ભેદ છે. (૧) પ્રકૃતિબન્ધ (૨) સ્થિતિ બન્ય (૩) અનુભાગબધ તથા (૪) પ્રદેશબંધ.
૧. પ્રકૃતિબન્ધ–પ્રકૃતિને અર્થ છે–અંશ અથવા ભેદ તેના જ્ઞાનાવરણ વગેરે આઠ ભેદ છે તેમનું બન્ધ થવું પ્રકૃતિબન્ધ કહેવાય છે અથવા અવશિષ્ટ-સાધારણ જે કદ્રવ્ય છે તેમાં
૨૨
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧