Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ અ. ૩. મૂણપ્રકૃતિ બંધના ભેદના કથન સૂ. ૪ ૧૭૫ તે દર્શનાવરણ કહેવાય છે. જેના કારણે સુખ દુઃખનો અનુભવ કરવામાં આવે છે તે વેદનીય કહેવાય છે જે વડે જીવ મેહિત થાય છે અથવા જે જીવને મૂઢ બનાવે છે તે મેહનીય છે. જેના ઉદયથી જીવ નારકી વગેરે ભવેને પ્રાપ્ત કરીને ત્યાં ચૅટ રહે છે તે આયુ કર્મ છે. જે કર્મ આત્માને જુદી જુદી યોનિઓમાં નારકી વગેરે પર્યાયે દ્વારા નિમિત્ત કરે છે અર્થાત જેના લીધે જીવ નારકી વગેરે કહેવાય છે તે નામ કર્મ છે. જેના ઉદયથી જીવ ઉંચે અથવા નીચે કહેવાય છે તેને ગોત્ર કહે છે. જે દાતા, દાન અને દાનપાત્રની વચ્ચે આવી જાય છે, આવીને વિઘ નાખી દે છે તેને અન્તરાય કહે છે.
જેવી રીતે એકી સાથે આરોગેલે આહાર રસ લેહી માંસ મજજા વીર્ય વગેરે અલગ અલગ ધાતુઓના રૂપમાં પરિણત થઈ જાય છે તે જ રીતે આત્માના એક જ પરિણામથી ગ્રહણ કરવામાં આવેલા કર્મવર્ગણના પુગલ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય આદિ જુદા જુદા ભેદને પ્રાપ્ત થાય છે. પ્રજ્ઞાપના સૂત્રના ૨૧માં પદમાં પ્રથમ ઉદ્દેશકના ૨૮૮માં સૂત્રમાં કહ્યું છે-કર્મની આઠ પ્રકૃતિએ કહેવામાં આવી છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુ નામ, ગેત્ર અને અન્તરાય. આ સૂ. ૪
તત્ત્વાર્થનિયંતિ–પૂર્વસૂત્રમાં કથિત પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશઅન્ય-આ ચાર પ્રકારના બન્ધોમાંથી પ્રથમ પ્રકૃતિબન્ધ બે પ્રકારના કહેવામાં આવ્યા છે–(૧) મૂળપ્રકૃતિબન્ધ અને (૨) ઉત્તર પ્રકૃતિબન્ધ. આ બે ભેદોમાંથી પ્રથમ મૂળ પ્રકૃતિબન્ધ આઠ પ્રકારના છે, તે દર્શાવવા કાજે કહીએ છીએ
કર્મની મૂળ પ્રકૃતિએ આઠ છે, જેમને આઠ કર્મ પણ કહે છે. તેમના નામ આ મુજબ છે—(૧) જ્ઞાનાવરણ (૨) દર્શનાવરણ (૩) વેદનીય (૪) મેહનીય (૫) આયુ (૬) નામ (૭) ગેત્ર અને (૮) અન્તરાય.
જ્ઞાન આત્માને એક અસાધારણુ બોધાત્મક ગુણ છે જેના વડે પદાર્થના વિશેષ અંશનું પરિજ્ઞાન થાય છે. દર્શન આત્માને તે અસામાન્ય ગુણ છે જે દ્વારા વસ્તુને સામાન્ય અંશ જાણી શકાય છે. જે કર્મ પ્રવૃતિ, જ્ઞાન અને પદાર્થને ઢાંકી દે છે તેને ક્રમશઃ જ્ઞાનાવરણ અને દશનાવરણ કહે છે.
“આવરણ” શબ્દ ભાવસાધન પણ છે તેમજ કરણસાધન (આચ્છાદન) પણ છે. આવૃત્તિ ને પણ આવરણ કહે છે અને જેના વડે આવૃત્તિ કરાય તેને પણ આવરણ કહે છે. સંસ્કૃત ભાષા અનુસાર યુટું પ્રત્યય કરવાથી “આવરણ શબ્દ નિષ્પન્ન થાય છે.
જેના કારણે સુખ અને દુઃખ રૂ૫ વેદન–અનુભૂતિ થાય તેને વેદનીય કહે છે. જીવને જે મૂઢ અર્થાત્ તત્ત્વાતત્ત્વના વિવેકથી વ્યાકુળ બનાવી દે છે અગર જેના દ્વારા જીવ હિત કરાય છે તે મેહનીય છે. મેહિત થવું પણ મેહનીય છે. “મેહનીય’ શબ્દ કરણસાધન, કઈ સાધન અને ભાવસાન પણ છે. જેના કારણે જીવ નરકગતિ આદિને પ્રાપ્ત કરીને ત્યાં સ્થિત રહે છે તે આયુ છે. “આયુને આયુષ્ય પણ કહે છે. જે કર્મપ્રવૃતિ આત્માને જુદી જુદી નિઓમાં ગતિ આદિની સામે નમાડે છે અર્થાત જેના કારણે આત્મા નમે છે. તે નામ છે. આ નામ શબ્દ કર્ણસાધન તેમજ કરણસાધન છે.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧