Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ત્રીજો અધ્યાય 'सकसाय जीवस्स कम्मजोगा पोग्गलाणं बन्धो'.
મૂળસૂત્રાર્થ –કષાયયુક્ત જીવ કમંગ પુદ્ગલેને ગ્રહણ કરે છે તે જ બન્ધ કહેવાય છે. ૧૫
તત્વાર્થદીપિકા–પ્રથમ સૂત્રમાં કથિત નવ તત્ત્વમાંથી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮માં અધ્યયન અનુસાર ક્રમ પ્રાપ્ત ત્રિીજા બન્યતત્ત્વની પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ.
જે જીવેને ખેંચીને દુર્ગતિમાં ફેકે છે તેમને કષાય કહે છે અથવા જે જીવને કષે છે અર્થાત પીડા પહોંચાડે છે તેમને કષાય કહે છે. “કષ’નો અર્થ થાય છે. જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના કર્મ અથવા સંસાર, તેમને જેનાથી આય–લાભ થાય અર્થાત્ જેના કારણે જ્ઞાનાવરણીય આદિ કર્મોન બંધ થાય અગર જન્મ-મરણ રૂપ સંસારની પ્રાપ્તિ થાય તે કષાય છે. ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર કષાય છે.
કષાયયુક્ત જીવ સકષાય કહેવાય છે. સકષાય જીવ કર્મના ગ્ય પુદ્ગલેને અર્થાત કામણ વગણના પુગલેને ગ્રહણ કરે છે અર્થાત્ અન્ય પ્રદેશની સાથે એકમેક કરી લે છે, તે બંધ કહેવાય છે.
જીવ અને કર્મને સંબંધ અનાદિ કાળથી ચાલ્યા આવે છે. કર્મના ઉદયના કારણે જીવ કષાયયુક્ત થાય છે. જ્યારે જીવ કર્મથી સર્વથા રહિત થઈ જાય છે ત્યારે કષાયના લેપને સંભવ નથી. આથી જીવ અને કર્મના અનાદિ કાળના સંબંધના કારણે જ સ્વભાવથી અમૂર્ત જીવ પણ મૂત્ત કર્મ દ્વારા બંધાઈ રહ્યો છે.
જે બમ્પનું આદિ માનીએ તો તેનાથી પૂર્વ જીવને સિદ્ધની માફક અત્યંત શુદ્ધ માન પડશે અને એમ કરવાથી બંધના અભાવને પ્રસંગ આવી ઉભું રહેશે.
જેમ કેઈ વિશિષ્ટ પાત્રમાં રાખેલા વિવિધ પ્રકારના રસ, બીજ, પુષ્પો તથા ફળાદિનું દારુના રૂપમાં પરિણમન થઈ જાય છે તેવી જ રીતે કર્મ વર્ગણાના પુદ્ગલેને પેગ કષાયના કારણે કમરૂપમાં પરિણમન થઈ જાય છે. (૧)
તત્વાર્થનિર્યુકિત-પ્રારંભમાં પ્રતિપાદિત જીવ અજીવ, બંધ વગેરે નવ તત્ત્વમાંથી પ્રથમ અને દ્વિતીય અધ્યયનમાં ક્રમથી જીવ અને અજીવ તત્ત્વનું પ્રરૂપણ કરવામાં આવ્યું. ત્યારબાદ ક્રમથી પ્રાપ્ત બંધ તત્ત્વની પ્રરૂપણા અર્થે કહીએ છીએ
અનન્તાનુબન્ધી ક્રોધ, માન, માયા તથા લેભ વગેરેના ભેદથી કષાય સેળ પ્રકારના છે. જે કષાયથી જોડાયેલા હોય તે સકષાય કહેવાય છે. કષાયયુક્ત જીવ કર્મને યોગ્ય અર્થાત્ કામણ વગણના પુદ્ગલેને ગ્રહણ કરે છે. આ જ બંધ કહેવાય છે.
આત્મપ્રદેશોનું અને કામણુજાતિના પુદ્ગલનું પરસ્પરમાં બંધાવું. એકમેક થઈ જવું એ બંધ શબ્દનો અર્થ થાય છે. બંધ થવાથી આત્મપ્રદેશ અને કર્મ પુગલ દૂધ તથા પાણીની જેમ ભળી જાય છે. પ્રકૃતિ બંધ વગેરેના ભેદથી બંધના ચાર પ્રકાર છે.
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧