Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ
અ. ૨. સ્કંધના બંધત્વનું નિરૂપણ સૂ. ૨૮
૧૫૫
તુલ્ય ગુણવાળા બે ગુણ રૂક્ષ પુગલનું પરિણમત્વ થઈ જાય છે. અર્થાત પિતાનાં રૂપમાં પરિણત કરી લે છે તાત્પર્ય એ છે કે પોતાની અંદર રહેલા સ્નેહ ગુણ દ્વારા રૂક્ષતા ગુણને આત્મસાત્ કરી લે છે.
આ રીતે તુલ્ય ગુણવાળા દ્વિગુણ રૂક્ષ પુદ્ગલ સ્વભાવથી જ તુલ્ય ગુણ અથવા તેનાથી દ્વિગુણ સિનગ્ધ પુદગલને પરિણુત કરી લે છે. અર્થાતુ પિતાનામાં રહેલા રૂક્ષતા ગુણથી નેહ ગુણને આત્મસાત કરી લે છે.
ગુણોની સમાનતા થયા પછી સદશ પુદ્ગલેને બન્ધ થતો નથી. ઉપરના પુદ્ગલ વિસદશ હોય છે. અર્થાત એક પુદ્ગલ દ્વિગુણ સ્નિગ્ધ અને બીજે દ્વિગુણ રૂક્ષ હોય છે. સ્નિગ્ધતા અને રૂક્ષતા ભિન્ન જાતીય હોવાના કારણે તેમનામાં સદશતાને અભાવ છે.
પરંતુ ત્રિગુણ સ્નિગ્ધ પુદ્ગલ સાધક ગુણવાળા હોવાથી એક ગુણ સ્નિગ્ધ પુલને પોતાના સ્વરૂપમાં પરિણત કરે છે તે અવસ્થામાં એક ગુણ સ્નિગ્ધ પુદ્ગલ ત્રિગુણ સ્નિગ્ધ બની જાય છે. જેમ કસ્તુરીના અંશથી યુક્ત વિલેપન આ સમાન ગુણવાળાના અને વિષમ ગુણવાળાના બન્ધ સમજવા આવી જ રીતે સમ ગુણ અને વિષમ ગુણવાળાના પરિણમત્વ પણ જાણું લેવા જોઈએ.
જે બીજાને પિતાના રૂપમાં પરિણુત કરી લે છે અર્થાત્ સમાવી લે છે તે પરિણામક કહેવાય છે અથવા પરિણત થનારા પુલની ગુણ સંખ્યાને દૂર કરી પિતાની ગુણ સંખ્યાને ન ત્યાગ થકે જે પરિણત થાય છે, તે પરિણામક કહેવાય છે.
અથવા પરિણમન અથવા પરિણામને જે ઉત્પન્ન કરે છે તે પરિણામક કહેવાય છે તે બીજાને પોતાના સ્વરૂપમાં બદલે છે.
એમ સમજવાનું છે-સ્નિગ્ધતા અને રૂક્ષતા ગુણવાળા પુદગલેને પરસ્પર બન્ધ થાય છે પરંતુ જઘન્ય ગુણવાળા સ્નિગ્ધ અને રૂક્ષ પુદ્ગલેને બન્ધ થતા નથી જેમ એક ગુણ સ્નિગ્ધ પુલને એક ગુણ સ્નિગ્ધ સાથે તથા દ્વિગુણ, ત્રિગુણ ચતુર્ગુણ...સંખ્યાત અને અસંખ્યાત તેમજ અનન્ત ગુણ સ્નિગ્ધ પુદ્ગલની સાથે બન્ધ થતો નથી.
એવી જ રીતે એક ગુણ સ્નિગ્ધ પુલને એક ગુણ રૂક્ષની સાથે તથા બે, ત્રણ, ચાર, સંખ્યાત અસંખ્યાત અને અનન્ત ગુણવાળા રૂક્ષ પુલની સાથે બન્ધ થતો નથી. એવી જ રીતે એક ગુણ રૂક્ષ પુદ્ગલને એક ગુણ રૂક્ષ પુદ્ગલ સાથે તથા બે ત્રણ ચાર સંખ્યાત, અસંખ્યાત અને અનન્ત ગુણવાળા રૂક્ષ પુલ સાથે બબ્ધ થતો નથી એવી જ રીતે એક ગુણ રૂક્ષ પુલને એક ગુણ સ્નિગ્ધની સાથે તથા બે વગેરે સંખ્યાત અસંખ્યાત અને અનન્ત ગુણવાળા સિનગ્ધ પુલની સાથે બન્ધ થતો નથી.
ગુણ શબ્દના અનેક અર્થ થાય છે. પરંતુ અહીં તેને “ભાગ અર્થ છે આથી જે પરમાણુ આદિ પુલમાં જઘન્ય અર્થાતુ બધાથી ઓછા ગુણ-ભાગ હોય તે જઘન્ય કહેવાય છે. જેમાં એક ગુણ સ્નિગ્ધતા અગર એક ગુણ રૂક્ષતા હોય તે પરમાણુ આદિ પુગલ જઘન્ય ગુણવાળા કહેવાય છે તેમને બન્ધ થતો નથી. આવી જ રીતે દ્વિભાગ સ્નિગ્ધ પુદ્ગલેને દ્વિભાગ સ્નિગ્ધ
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧