Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૧૫૬
તત્વાર્થસૂત્રને પુદ્ગલો સાથે, ત્રિભાગને ત્રિભાગ સાથે.......અનન્ત ભાગ સ્નિગ્ધ સદશ પુદ્ગલેના અનન્ત ભાગ સદશ પુદ્ગલે સાથે બન્ધ થાય છે.
આવી જ રીતે દ્વિભાગ રૂક્ષ પુદ્ગલેને દ્વિભાગ રૂક્ષ પુદ્ગલોની સાથે, ત્રિભાગ રૂક્ષોને ત્રિભાગ રૂક્ષોની સાથે બધ થતું નથી આ મુજબ અનન્ત ભાગ રૂક્ષ પુદ્ગલને સદશ... અનન્ત રૂક્ષ પુદ્ગલેની સાથે બન્ધ થતું નથી જે ગુણ (ભાગા ની વિષમતા હોય તે જઘન્ય ગુણને છોડીને સદશ પુદ્ગલેને પણ બંધ થઈ જાય છે ર૮
“ગુપ ગાથાવો રદ્ય' . મૂળસૂત્રાર્થ—જે ગુણે અને પર્યાનો આશ્રય છે તે દ્રવ્ય કહેવાય છે પરલા
તત્ત્વાર્થદીપિકા–પહેલા જે કે “Tagsઘોર જુજ વત” આ દ્રવ્યનું લક્ષણ કહેવાઈ ગયા હોવા છતાં પણ કંઈક વિશેષ પ્રતિપાદન કરવા માટે બીજા પ્રકારના દ્રવ્યનું લક્ષણ કહીએ છીએ–ગુણે અને પર્યાને જે આશ્રય છે તે દ્રવ્ય કહેવાય છે. - એક દ્રવ્યને બીજા દ્રવ્યોથી પૃથક કરનારા વિશેષને ગુણ કહે છે. રૂપ વગેરે તથા જ્ઞાન વગેરે ગુણ છે. જે સ્વભાવ અને વિભાગ રૂપથી બદલાતા રહે છે તેને પર્યાય કહે છે. જેમ ઘડે, શરૂ, કેશ વગેરે મૃત્તિકા દ્રવ્યના પર્યાય છે અને જ્ઞાન, કોધ, માન માયા લાભ વગેરે જીવ દ્રવ્યના પર્યાય છે.
આ ગુણે અને પર્યાને જે આધાર છે તે જ દ્રવ્ય છે ગુણ અને પર્યાયનો તફાવત એ છે કે ગુણ અન્વયી અને પર્યાય વ્યતિરેકી હોય છે.
જીવ પોતાના જ્ઞાન વગેરે ગુણોથી પુદ્ગલ વગેરે દ્રવ્યથી પૃથફ છે આ કારણથી જ જ્ઞાનાદિ જીવના ગુણ કહેવાય છે અને તેમનો આશ્રય જીવ કહેવાય છે. એવી જ રીતે પગલ આદિ દ્રવ્ય પોત-પોતાના રૂપ રસ ગધુ પશ આદિ ગુણેને લીધે જીવાદિ અન્ય દ્રવ્યથી પૃથક કરવામાં આવે છે આથી જ રૂપ વગેરે પ્રાલ વગેરેના ગુણ કહેવાય છે અને પ્રદૂગલ આદિ દ્રવ્ય કહેવાય છે જે જીવમાં જ્ઞાનાદિ વિશિષ્ટ ગુણ ન હેત અને પુદ્ગલમાં રૂપ વગેરે વિશિષ્ટ ગુણ ન હતા તે જીવ અને પુદ્ગલ વગેરેમાં દ્રવ્યત્વ સમાન હોવાથી કોઈ ભેદ ન રહેત–બધાં દ્રવ્ય એકમેક થઈ જાત ગુણ જો કે દ્રવ્યની જેમ નિત્ય છે પરંતુ તેમના પર્યાયમાં પરિવર્તન થતું રહે છે. આ અવરથા-પરિવર્તન પર્યાય કહેવાય છે. આ રીતે પર્યાય જેવા દ્રવ્યના હોય છે તેવા જ ગુણના પણ હોય છે. આ રીતે ગુણો અને પર્યાનો સમૂહ, જે તમનાથી ડોક જુદો છે, દ્રવ્ય કહેવાય છે. રામ
તત્વાર્થનિર્યુકિત-પહેલા ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને જીવ એ છે દ્રવ્યનું સામાન્ય રૂપથી પ્રતિપાદન કરવામાં આવ્યું પરંતુ સામાન્ય માત્ર કથનથી જ ધર્મ વગેરે દ્રવ્યના વિશેષ સ્વરૂપનું પરિજ્ઞાન થઈ શકતું નથી આથી તેમના સ્વરૂપનું જ્ઞાન કરાવવા અર્થે વિશેષ લક્ષણ કહીએ છીએ.
જે ગુણો અને પર્યાનો આધાર છે તે દ્રવ્ય છે. રૂપ આદિ અને જ્ઞાન આદિ ગુણ કહેવાય છે. સંખ્યાત અસંખ્યાત અને અનન્ત સંખ્યા દ્વારા તેમની ગણત્રી કરવામાં આવે છે આથી તેમને ગુણ કહે છે. દ્રવ્યની વિશિષ્ટ અવસ્થા પર્યાય કહેવાય છે. દ્રવ્ય શાશ્વત છે.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧