Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૧૦૪
તત્વાર્થસૂત્રને તત્વાર્થનિયંતિ–પૂર્વસૂત્રમાં પુગલેના અવગાહન પ્રકાર પ્રદર્શિત કરીને હવે જીવોની અવગાહનાનું નિરૂપણ કરીએ છીએ–
જીવને અવગહ લેકાકાશના અસંખ્યાત ભાગ વગેરેમાં થાય છે. તાત્પર્ય એ છે કે કદાચિત્ એક જીવને અવગાહ લોકાકાશના અસંખ્યાત ભાગમાંથી એક ભાગમાં થાય છે, કોઈનું બે અગર ત્રણ ભાગમાં થાય છે. જુદાં જુદાં જેને અવગાહ સંપૂર્ણ લેકમાં છે.
એમ કહી શકાય કે જે લોકાકાશના અસંખ્યાતમાં ભાગમાં એક જ જીવ અવગાહન કરી લે તે અનન્તાનન્તસંખ્યક જીવ શરીરસહિત કઈ રીતે આ લોકમાં સમાઈ શકે છે? આનો જવાબ એ છે કે લોકાકાશમાં સૂક્ષ્મ અને બાદરના ભેદ હોવાથી અવગાહના અશકય નથી. જે જીવ બાદર છે તેમના શરીર પ્રતિઘાતયુકત હોય છે પરંતુ જે સૂફમ છે તે શરીરસહિત હોવા છતાં પણ સૂક્ષ્મ હોવાના કારણે એક જ આકાશપ્રદેશમાં અનન્તાનન્ત સમાઈ જાય છે. તેઓ એક બીજાના અવસ્થાનમાં પણ વિરોધ કરતાં નથી. આ રીતે કાકાશના અસંખ્યાત પ્રદેશમાં અનન્તાનન્ત જીવોની અવગાહના હેવી વિરુદ્ધ નથી.
આ રીતે કદાચિત્ લેકાકાશના એક અસંખ્યાતમાં ભાગમાં કદાચ બે અસંખ્યાત અને કદાચિત્ ત્રણ અસંખ્યાત ભાગમાં જીવેને અવગાહ હોય છે. આ પ્રકારે બધા કાકાશના અસંખ્યાત પ્રદેશ હોય છે તે અસંખ્યાત આંગલીના અસંખ્યય ભાગ પ્રમાણ પ્રદેશથી ક૯૫ના દ્વારા વિભક્ત થાય છે. તેમાંથી જઘન્ય એક જીવના અસંખ્યાતપ્રદેશવાળા એક આકાશખંડમાં અવગાહ થાય છે, કામણ શરીરના અનુસારી હોવાથી કેઈ જીવ બે અસંખ્યાત પ્રદેશ પરિમિત આકાશખંડમાં અવગાહન કરે છે, કોઈ જીવ ત્રણ અસંખ્યાતપ્રદેશ પરિમિત આકાશખંડમાં અવગાહન કરે છે, કેઈ ચાર આકાશખંડેમાં વ્યાપ્ત થઈને રહે છે ઈત્યાદિ રૂપથી કોઈ જીવ સંપૂર્ણ કાકાશમાં વ્યાપ્ત થઈને રહે છે પરંતુ સંપૂર્ણ કાકાશને કેવળી જ કેવલિસમુદ્ધાતના સમયમાં વ્યાપ્ત કરે છે, અન્ય કોઈ જીવ નહીં. તે લેકથી બહાર અલકાકાશના એક પણ પ્રદેશમાં જતા નથી.
શંકા–એક જીવના પ્રદેશ કાકાશની બરાબર અસંખ્યાત છે. આવી સ્થિતિમાં લેકના અસંખ્યાતમાં ભાગમાં તેને સમાવેશ કેવી રીતે થઈ શકે ? તેને તે સંપૂર્ણ લેકાકાશમાં જ વ્યાપ્ત થવું જોઈએ.
સમાધાન–જીવના પ્રદેશમાં દીપકના પ્રકાશની માફક સંકેચ-વિસ્તાર થાય છે આથી કાકાશના અસંખ્યાત ભાગ આદિમાં તેને સમાવેશ થઈ જાય છે. જેવી રીતે મોટા ઓરડામાં દીવો રાખવામાં આવે તે તેને પ્રકાશ તે સંપૂર્ણ એરડામાં પ્રસરેલો રહે છે અને જે તેને નાના ઓરડામાં (જગ્યામાં) રાખવામાં આવે તે પ્રકાશ સંકેચાઈને નાના સ્થાનમાં સમાઈ જાય છે તેવી જ રીતે જીવના પ્રદેશ પણ નામ કર્મ દ્વારા પ્રાપ્ત શરીર અનુસાર સંકુચિત અને વિસ્તૃત થઈ જાય છે. કેઈ જીવ લેકના એક અસંખ્યાત ભાગમાં સમાઈ જાય છે અને કોઈ જીવ કેવળિસમુદ્ધાતના સમયે વિસ્તારને પ્રાપ્ત થઈને સમસ્ત કાકાશને વ્યાપ્ત કરી લે છે. આ બંનેની વચ્ચે મધ્યમ અવગાહના પણ અનેક પ્રકારની થાય છે.
આ કથનથી આ આશંકાનું પણ સમાધાન થઈ જાય છે કે જ્યારે જીવના અસંખ્યાત પ્રદેશ છે અને ઔદારિક શરીરની સાથે તેને સંબંધ છે તે કેઈના છેડા પ્રદેશમાં અને
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧