Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ અ. ૨. નિત્યત્વનું નિરૂપણ સૂ. ૨૬
૧૪૭ દ્રવ્યને પણ અભાવ થઈ જાય છે પરંતુ પર્યાયની નિવૃત્તિ થઈ જવા છતાં પણ માટીને સદુભાવ કાયમ રહે છે આથી દ્રવ્યને વિનાશ હોવાનું સ્વીકારી શકાય નહીં. જ્યાં પ્રત્યક્ષથી વિરોધ આવતો હોય ત્યાં દલીલ માટે કઈ અવકાશ રહેતું નથી. આ રીતે યુકિત (દલીલ) અને આગમ પ્રમાણથી “તમારવયે નિત્યમ્' એ સાબીત થયું.
વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ–(ભગવતી) સૂત્રના શતક ૧૪, ઉદ્દેશક ૪માં કહ્યું છે. પ્રશ્ન- ભગવંત ! પરમાણુ પુદ્ગલ શાશ્વત છે કે અશાશ્વત ?
ઉત્તર–ગૌતમ ! દ્રવ્યની અપેક્ષાથી કવચિત્ શાશ્વત છે. અને વર્ણ પર્યાય અને સ્પર્શ પર્યાયથી કવચિત્ અશાશ્વત છે. આ પ્રકારે જીવાભિગમ ના. ૩. ત્રીજી પ્ર. ઉ. ૧. સૂત્ર ૭૭માં પણ કહ્યું છે.
પ્રશ્ન–ભગવંત ? પરમાણું પુદ્ગલ શું શાશ્વત છે અથવા અશાશ્વત છે –
ઉત્તર–ગૌતમ-દ્રવ્યની અપેક્ષાથી શાશ્વત છે–અથવા નિત્ય છે અને વર્ણ પર્યાય રસ પર્યાય, ગંધ પર્યાય, અને સ્પર્શ પર્યાયની અપેક્ષાથી અશાશ્વત અનિત્ય છે ભગવતી સૂત્ર શ. ૭ ઉ૦ ૨ માં પણ કહ્યું છે.
પ્રશ્ન-ભગવંત ! જીવ શાશ્વત છે અથવા અશાશ્વત છે ? ઉત્તર–ગૌતમ-કવચિત–શાશ્વત છે કવચિત અશાશ્વત છે
પ્રશ્ન–ભગવંત ! કયા હેતુથી એવું કહેવામાં આવ્યું છે કે જીવ કવચિત્ શાશ્વત અને કવચિત અશાશ્વત છે ?
ઉત્તર–ગૌતમ ! દ્રવ્યની દષ્ટિથી શાશ્વત છે અને ભાવ અર્થાત પર્યાયની દૃષ્ટિથી અશાશ્વત છે. હે ગૌતમ ! આ હેતુથી એમ કહેવામાં આવ્યું છે કે જીવ કવચિત્ શાશ્વત કવચિત અશાશ્વત છે.
પ્રશ્ન–ભગવંત! નરયિકજીવ શું શાશ્વત છે? કે અશાશ્વત ?
ઉત્તર–જેવું જીવના વિષયમાં કહેવામાં આવ્યું છે તે રીતે નૈરયિકના વિષયમાં સમજવું એવી જ રીતે વૈમાનિક તથા ચોવીસે દંડકોના જીવોના સંબંધમાં સમજી લેવું જોઈએ કે બધા કથંચિત નિત્ય અને કથંચિત્ અનિત્ય છે. એ ૨૬ છે
'अप्पियणप्पिपहिं अणेगंत' ॥२७॥
મૂળ સૂત્રાર્થ–પ્રધાનતા અને અપ્રધાનતાની વિરક્ષા કરવાથી અનેકાન્તની સિદ્ધિ થાય છે. ૨૭
તત્વાર્થદીપિકા-પૂર્વસૂત્રમાં એ પ્રતિપાદન કર્યું કે ઘટ વગેરે પ્રત્યેકવસ્તુ પર્યાયાર્થિક નયથી ઉત્પાદ અને વ્યયથી યુક્ત હેવાના કારણે અનિત્ય હોવા છતાં પણ દ્રવ્યાર્થિક નયની અપેક્ષા કૃતિકા દ્રવ્યને અન્વય હોવાના કારણે નિત્ય પણ છે. પરંતુ આ કથન પરસ્પર વિરુદ્ધ જેવું પ્રતીત થાય છે. જે વસ્તુ અનિત્ય છે તે જ નિત્ય કેવી રીતે હોઈ શકે ભલા ? જો નિત્ય છે તે વિનાશ અને ઉત્પાદનું દેવું અસંભવ છે અને જે અનિત્ય છે તે કાયમ ન રહેવાના કારણે નિત્યતામાં વિરોધ આવે છે આ આ શંકાનું સમાધાન કરવાના આશયથી કહીએ છીએ
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧